Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આવી રીતે બનાવો જૈન વેજિટેબલ ક્રેપ્સ

આવી રીતે બનાવો જૈન વેજિટેબલ ક્રેપ્સ

12 November, 2019 03:05 PM IST | Mumbai
Dharmin Lathia

આવી રીતે બનાવો જૈન વેજિટેબલ ક્રેપ્સ

જૈન વેજિટેબલ ક્રેપ્સ

જૈન વેજિટેબલ ક્રેપ્સ


સામગ્રી 

☞ અડધો કપ મેંદો



☞ અડધો કપ દૂધ 


☞ અડધો કપ ચોખાનો લોટ 

☞ અડધો કપ પાણી 


☞ મીઠું સ્વાદાનુસાર

☞ ઘી અથવા તેલ ક્રેપ્સ શેકવા માટે

પૂરણ બનાવવા માટે

☞ ૧ કપ શિમલા મરચાં/ફણસી બારીક સમારેલાં 

☞ ઘી બે ટેબલસ્પૂન

☞ બારીક સમારેલાં લીલાં મરચાં

☞ ૧ ટેબલસ્પૂન ખમણેલું પનીર

રીત

૧. ક્રેપ્સ બનાવવા માટે મેંદો, રાઇસ ફ્લોર, દૂધ, પાણી અને મીઠું સારી રીતે ફીણીને ભેગાં કરો. નૉનસ્ટિક પેન ગરમ કરી એમાં બે ટેબલસ્પૂન ક્રેપ્સનું મિશ્રણ નાખો. પૅનનું હૅન્ડલ પકડીને થોડું ફેરવીને મિશ્રણ પાતળું અને ગોળ બનાવો. ક્રેપ્સની આજુબાજુ ઘી અથવા તેલ નાખી બન્ને બાજુ થોડા લાલ થાય ત્યાં સુધી શેકો.

ર. પૂરણ માટે શિમલા મરચાં, ફણસીને ઊકળતા પાણીમાં નાખીને બે મિનિટ રાખો. પછી ચાળણીમાં નાખીને એનું પાણી નિતારી લો.

૩. ઘી ગરમ કરી એમાં લીલું મરચું નાખીને સાંતળો. પછી પનીર, મીઠું, કાળાં મરી, ઑરેગનો અને ક્રીમ મિક્સ કરીને થોડું વધુ સાંતળો.

૪. ગરમ ક્રેપ્સની વચ્ચે શિમલા મરચાં અને ફણસીનું પૂરણ ભરી એનો રોલ બનાવો અને એને બે વાર અડધો વાળી ત્રિકોણ બનાવો. તૈયાર ક્રેપ્સ ડિશમાં રાખો. ઉપરથી ગરમ પનીર સૉસ અને સાલસા ટમેટાનો સૉસ નાખીને ગરમાગરમ સર્વ કરો.

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 03:05 PM IST | Mumbai | Dharmin Lathia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK