Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > માથામાં જો ટાલ પડી રહી હોય ત્યારે કેવી હેરસ્ટાઇલ કરશો?

માથામાં જો ટાલ પડી રહી હોય ત્યારે કેવી હેરસ્ટાઇલ કરશો?

30 November, 2012 06:46 AM IST |

માથામાં જો ટાલ પડી રહી હોય ત્યારે કેવી હેરસ્ટાઇલ કરશો?

માથામાં જો ટાલ પડી રહી હોય ત્યારે કેવી હેરસ્ટાઇલ કરશો?






પુરુષોમાં વધતી ઉંમર સાથે વાળ ખરવા અને ટાલ પડવી એ સામાન્ય તકલીફ છે, પરંતુ આ વાત કૉન્ફિડન્ટ પુરુષોને પણ માનસિક રીતે નર્બિળ બનાવી શકે છે. કેટલાક પુરુષો હેર ગ્રોથ માટે કેમિકલ ટ્રીટમેન્ટ્સ અથવા વિગનો સહારો લેતા હોય છે. જ્યારે કેટલાક ઉપાય વિશે અજાણ હોવાને લીધે સમસ્યાને આવકારી લે છે, પરંતુ જો કોઈ ટ્રીટમેન્ટ ન પણ કરાવવી હોય તોય હેરસ્ટાઇલની મદદથી આ સમસ્યાથી બચી શકાય છે. તો સમય આવી ગયો છે એક નવા હેરકટનો.


જ્યારે ટાલ પડવાની શરૂઆત થતી હોય ત્યારે તમારા હેરસ્ટાઇલિશને કહો કે વાળ કાપતી વખતે એમાં ટેક્સચર રાખે. ટેક્સચર્ડ ક્રૉપ વાળમાં નાના-નાના લેયર બનાવશે જેને લીધે વાળ જાડા લાગશે અને માથુ ભરેલું લાગશે. આ ક્લાસિક લુક હંમેશાં સ્ટાઇલમાં રહે છે અને વાળ પાતળા થવા લાગ્યા હોય એ સમસ્યામાં શ્રેષ્ઠ ઉપાય બને છે.


ટાલ પરથી ધ્યાન હટાવવા માટે મસી હેરસ્ટાઇલ અપનાવો. વાળને જ્યારે વધુપડતા દાંતિયો ફેરવીને સ્ટાઇલ કરેલા હોય ત્યારે એમાંથી માથામાં પડેલી ટાલ વધુ ક્લિયર દેખાય છે. વાળ યોગ્ય રીતે ઓળેલા ન હોય એવો લુક વાળમાં વૉલ્યુમ હોય એવો આભાસ આપશે. ઉપરના ભાગમાં આ રીતે મૅનેજ કરેલા વાળ ટાલ પડવાની શરૂઆતની નિશાનીઓને ઢાંકશે.

ફો-હૉક કટ પણ બોલ્ડલ્ડનેસ કે ટાલિયાપણાને ઢાંકવા માટે ઉપયોગી બને છે. વચ્ચેના ભાગના વાળને થોડા ઉપરની તરફ વાળવાની આ સ્ટાઇલ થોડી ફન્કી લાગે છે, પરંતુ સ્ટાઇલિશ લુક આપે છે. જો તમારી પર્સનાલિટી થોડી ફન લવિંગ ટાઇપની હોય તો આ હેરસ્ટાઇલ સારી લાગશે.

હેરકટ કરાવ્યા બાદ વાળને બ્રશથી પાછળની તરફ અથવા પાર્ટિગ કરીને સાઇડમાં ઓળી શકાય, જેથી સિમ્પલ લુક મળે. જો ટાલ વધુ ન હોય તો વાળમાં જેલ લગાવીને સ્ટાઇલિંગ પણ કરી શકાય.

એકદમ બારીક એટલે કે બઝ કટ પણ કરાવી શકાય. જો ટાલને ઢાંકવાનો પ્લાન ન હોય તો બાકીના વાળને પણ ઝીણા કરાવી દો, જેથી ટાલ પાસેનો ભાગ વધુ ઊઠીને ન દેખાય તેમ જ ઓવરઑલ લુક સમતોલ લાગે. બઝ કટ રેઝર કે ક્લિપર્સ દ્વારા પણ કરવામાં આવે છે. તમને વાળ કેટલા ઝીણા કરાવવા છે એ વિશે તમારા હેરસ્ટાઇલિશને પહેલેથી જ જણાવી દો.

વાળ ફક્ત માથાનો નહીં પણ ઓવરઑલ ચહેરાના લુક માટે જવાબદાર છે માટે જેમ-જેમ ટાલિયાપણું વધતું જાય એમ દાઢીનો લુક પણ જાળવવો, જેથી લુક સમતોલ લાગે. થોડી ઘણી બિયર્ડ કે ગોટી બિયર્ડ બઝ કટ સાથે સારી લાગશે. આ સિવાય વાળ વધુ જવા લાગે ત્યારે એમાં ડીપ બઝ કટ કરાવવું, જેથી લુક સારો લાગે.

બઝ કટ કરાવો ત્યારે ચહેરાનો આકાર ધ્યાનમાં રાખવો આવશ્યક છે. ક્લોઝ્ડ કે રેગ્યુલર બઝ કટ બન્ને સારા લાગી શકે છે અને એવું પણ બની શકે કે બન્ને સૂટ ન થાય. એક વાર કરાવ્યા બાદ જો એ ચહેરાને સૂટ થાય છે એવું લાગે તો જ બીજી વાર રિસ્ક લેવું.

મૂળ પ્રૉબ્લેમ

કેટલીક વાર ટાલિયાપણું શારીરિક તકલીફોને તેમ જ હૉમોર્ન્સને લીધે હોય છે જેની માટે કંઈ જ નથી કરી શકાતું. જોકે ક્યારેક જેનેટિક કારણોને લીધે નહીં અને કૅલ્શિયમની કમી, સ્ટ્રેસ, કોઈ દવાઓની આડઅસરને લીધે હોય તો એને વધવાથી રોકી શકાય છે. જો શરૂઆતમાં ઇલાજ કરવામાં ન આવે તો ટાલિયાપણું વધતું જાય છે અને આખા માથામાં ટાલ પડી જાય એવું પણ બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2012 06:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK