વરસાદી વાતાવરણમાં આ ગુજરાતના સ્થળોએ બની જાય છે સ્વર્ગ સમા

Published: Jun 24, 2019, 14:54 IST | ભાવિન રાવલ | અમદાવાદ

ગુજરાતમાં જ ફરવાના સ્થળોનો ખજાનો પડ્યો છે. આપણે ત્યાં જ ઘરઆંગણે એવા અનેક સ્થળો આવેલા છે, જ્યાં જઈને તમે કુદરતી વાતાવરણમાં રિલેક્સ થઈ શક્શો.

જો તમે ટ્રાવેલિંગના શોખીન હશો, તો તમે સમયાંતરે ફરવાના સ્થળો વિશે શોધખોળ કરતા રહેતા હશો. મોટા ભાગે ગુજરાતની બહાર કે પછી વિદેશ ફરવા જવાનો ટ્રેન્ડ આજકાલ વધી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં જ ફરવાના સ્થળોનો ખજાનો પડ્યો છે. આપણે ત્યાં જ ઘરઆંગણે એવા અનેક સ્થળો આવેલા છે, જ્યાં જઈને તમે કુદરતી વાતાવરણમાં રિલેક્સ થઈ શક્શો. ચાલો તો આજે વાત કરીએ ગુજરાતના જ એવા કેટલાક સ્થળોની જેની મુલાકાત ચોમાસામાં ખાસ લેવા જેવી છે.

વેળાવદરનું અભયારણ્ય

પહેલા ભાગમાં આપણે ગુજરાતના કેટલાક રમણીય સ્થળો જોયા હતા. આજે પણ એવી જ ત્રણ જગ્યાની વાત, જ્યાં તમે પ્રકૃતિને ખૂબ જ નજીકથી મહેસૂસ કરી શક્શો. આ લિસ્ટમાં પહેલું છે ભાવનગર નજીક આવેલા વેળાવદરનું અભિયારણ્ય. આ અભયારણ્ય કાળિયાર માટે જાણીતું છે. સાથે જ અહીં દુર્લભ પક્ષીઓની જુદી જુદી પ્રજાતિઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત તમારા નસીબ હોય તો જરખની પણ ઝલક દેખાઈ જાય.

રોકાવા માટે જંગલમાં જતમામ સુવિધાઓ સાથે કોટેજ વન વિભાગે બનાવેલા છે. આ જંગલ ઘાસનું જંગલ છે. તે ઈકો ટુરિઝમ માટે પણ જાણીતું છે. અહીંની ખાસિયત છે કે સમુદ્ર પણ અહીંથી નજીક છે, અને જંગલ એમ બે બે કુદરતી વાતાવરણની નજીક રહી શકાય છે.

કિલ્લેશ્વર

આ લિસ્ટમાં બીજું સ્થાન છે કિલ્લેશ્વર. આમ તો કિલ્લેશ્વર પણ અભયારણ્ય તરીકે જ જાણીતું છે. પરંતુ તેની ખાસિયત એ છે કે આ અભયારણ્યમાથી એક આખી સંસ્કૃતિ મળી આવી છે. કિલ્લેશ્વર અભયારણ્યમાંથી સદીઓ જુની ઘૂમલીની સંસ્કૃતિ મળી આવીછે. અહીંયા આવેલું નવલખા મંદિર તેના બેનમૂન સ્થાપ્ત્ય માટે જગજાણીતું છે. ટેકરીની ટોચ પર કચ્છના દેશદેવી મા આશાપુરાનું રૂપકડું મંદિર સ્થિત છે. આ ટેકરી પરથી બરડા અભયારણ્યનો બર્ડ-આઇ વ્યૂ પણ મળે છે.

barda

તો કિલ્લેશ્વર મંદિરની નજીક કચ્છના મહારાજાએ બંધાવેલો એક નાનકડો મહેલ પણ આવેલો છે. આ મહેલાનો કબ્જો અત્યારે વન વિભાગ પાસે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેનો ઉપયોગ રેસ્ટ હાઉસ તરીકે કરે છે. જેમાં ચાર-છ રૂમ્સ છે. જેનું બૂકિંગ પોરબંદર વન વિભાગની કચેરી પર થઇ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ રમણીય સ્થળો જોઈને સ્વિટ્ઝર્લેન્ડ પણ ભૂલી જશો

બરડાનું ટ્રેકિંગ

જો આ જ રૂટ પર ફરવા જવાના હો તો બરડાનો ડુંગર પણ સારું ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. બરડામાં ટ્રેકિંગની મજા અનોખીગ છે. યુથ હોસ્ટેલ્સ એસોશિએશન ઓફ ઇન્ડિયા અહીં નિયમિત ટ્રેકીંગ કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ઉપરાંત ે સ્થાનિક લોકોની મદદથી પણ ટ્રેકિંગ કરી શકો છે. તો વનવિભાગ બિટ ગાર્ડ પણ તે કરાવી શકે છે. સપરિવાર આવું વન પરિભ્રમણ ગોઠવવું હોય તો પણ ગોઠવી શકાય. સારી વાત એ છે કે અહીંના રૂટ્સ બિલકુલ કપરાં નથી. બરડા ડુંગરમાં માલધારીઓની અસલી પરંપરાગત સંસ્કૃતિ જોવા મળે છે અને એ ખરેખર રસપ્રદ તથા રસાળ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK