Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધુળેમાં ૧૮ વર્ષની ટીનેજર ઘરમાંથી ચાલી નીકળી, તેને સંમોહન કરીને લઈ જવાઈ હોવાની ચર્ચા

ધુળેમાં ૧૮ વર્ષની ટીનેજર ઘરમાંથી ચાલી નીકળી, તેને સંમોહન કરીને લઈ જવાઈ હોવાની ચર્ચા

Published : 20 April, 2026 07:41 AM | IST | Dhule
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા થોડા વખતથી ધુળેમાં છોકરીઓની અને મહિલાઓની મિસિંગની ફરિયાદોમાં થયો છે વધારો

પહેલાં એક વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી લાકડીના સહારે પસાર થતી જોવા મળે છે. એ વખતે તે છોકરી ત્યાં ઊભી છે. જાણે કોઈ હાથ પકડીને દોરીને લઈ જતું હોય એ રીતે છોકરી ઘરમાંથી નીકળી ગઈ હતી જે અજુગતું હતું.

પહેલાં એક વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી લાકડીના સહારે પસાર થતી જોવા મળે છે. એ વખતે તે છોકરી ત્યાં ઊભી છે. જાણે કોઈ હાથ પકડીને દોરીને લઈ જતું હોય એ રીતે છોકરી ઘરમાંથી નીકળી ગઈ હતી જે અજુગતું હતું.


ધુળે શહેરના સરકારી દૂધ ડેરી વિસ્તારના સહજીવનનગરમાંથી ૧૮ વર્ષની ટીનેજર ગુમ થઈ જવાથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. તેનું નામ સંજીવની વરાડે છે. શુક્રવારે બપોરે બનેલી આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડિયોમાં છોકરીની ગતિવિધિઓ જોઈને બધા ચોંકી ગયા હતા. ધુળે જિલ્લામાં મહિલાઓ અને છોકરીઓ ગુમ થવાના કેસમાં ભારે વધારો નોંધાયો છે. ભૂતકાળમાં લાલચ આપીને કે ફસાવીને છોકરીઓનું અપહરણ કરવાની ઘણી ઘટનાઓ બની છે. જોકે સંજીવનીના કિસ્સામાં બનેલી ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.

CCTV કૅમેરાનાં ફુટેજમાં જણાઈ આવ્યા મુજબ સંજીવની ઘરની બહાર નીકળતી સ્પષ્ટ દેખાય છે. એ જ સમયે એક વૃદ્ધ માણસ સામે ચાલતો આવતો દેખાય છે. તે વ્યક્તિના ગયા પછી સંજીવની અચાનક ચાલવા લાગે છે. ચાલતી વખતે તેનો એક હાથ હવામાં હોય છે, જાણે કોઈ તેનો હાથ પકડીને ખેંચી રહ્યું હોય. ધોળે દિવસે બપોરે ૧૨ વાગ્યે બનેલી આ ઘટનામાં ટીનેજર બડબડાટ કરતી હોય અથવા ઘેનમાં હોય એવું લાગે છે.



આ ઘટનાને કારણે સરકારી દૂધ ડેરી વિસ્તારમાં ભયનો માહોલ છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓ અને વિડિયો જોનારાઓના મતે આ હિપ્નોસિસ દ્વારા કરવામાં આવેલું અપહરણ હોઈ શકે છે. નાગરિકો ચર્ચા કરી રહ્યા છે કે છોકરી ભાનમાં નહોતી, પરંતુ તે કોઈના પ્રભાવમાં આવીને ગઈ હતી અથવા તેને જાણી જોઈને લઈ જવામાં આવી હતી. બીજી તરફ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે છોકરી ઊંડા વિચારમાં હશે અને તે સમાધિમાં ઘર છોડીને ગઈ હશે.


સંજીવનીનો પરિવાર અને સંબંધીઓ તેને બધે શોધી રહ્યા છે. લક્ષ્મીવાડી વિસ્તાર સહિત શહેરના અન્ય ભાગોમાં શોધખોળ કરવા છતાં હજી સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ધોળા દિવસે બનેલી આ વિચિત્ર ઘટનાથી બધા જ આઘાતમાં છે. દરમ્યાન સંજીવની વિશે કોઈ માહિતી હોય તો તાત્કાલિક પરિવારનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 07:41 AM IST | Dhule | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK