Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ફિટ રહેવા યુવાનોએ દરરોજ 60 મિનિટ અને વડિલોએ 30 મિનિટ કસરત કરવી

ફિટ રહેવા યુવાનોએ દરરોજ 60 મિનિટ અને વડિલોએ 30 મિનિટ કસરત કરવી

16 July, 2019 09:52 PM IST | Mumbai

ફિટ રહેવા યુવાનોએ દરરોજ 60 મિનિટ અને વડિલોએ 30 મિનિટ કસરત કરવી

ફિટ રહેવા યુવાનોએ દરરોજ 60 મિનિટ અને વડિલોએ 30 મિનિટ કસરત કરવી


Mumbai : શરીરને તંદુરસ્ત રાખવા માટે દરરોજ કસરત કરવી જરૂરી છે. પરંતુ એ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કે કસરત કેટલી અને કેવી રીતે અને કેટલો સમય કરવી. એક્સપર્ટના કહેવા પ્રમાણે ઉંમર, ક્ષમતા અને સ્વાસ્થ્યની કાળજી રાખીને જ કસરત પસંદ કરવી જોઇએ. વેટ લોસ સ્પેશિયાલિસ્ટોના મતે કઈ ઉંમરના લોકોએ કેટલું અને કેવું વર્કઆઉટ કરવું જોઇએ તેની એક ચોક્કસ ગણતરી છે.


5
થી 27 વર્ષની ઉંમર માટેના નિયમો



બાળકો અને યુવાનોએ દરરોજ ઓછામાં ઓછી 60 મિનિટ ઈન્ટેન્સ એટલે કે તીવ્ર વર્કઆઉટ કરવું જોઇએ. તેમાં મોટાભાગની એરોબિક એક્ટિવિટી સામેલ હોવી જોઇએ, જેમ કે સામાન્ય રમતો, આઉટડોર-ઇન્ડોર ગેમ્સ અથવા સામાન્ય કસરત. જોકે, ખાસ ધ્યાન રાખવું કે ઈન્ટેન્સ વર્કઆઉટ યોગ્ય ટ્રેનરના માર્ગદર્શન હેઠળ જ કરવામાં આવે.



18
થી 64 વયની ઉંમરના લોકો માટેના નિયમો

આ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ સુધી મધ્યમ ઈન્ટેન્સિટીવાળી એરોબિક એક્ટિવિટી કરવી જોઇએ. એટલે કે અઠવાડિયામાં 5 દિવસ દરરોજ આશરે 30 મિનિટ કસરત કરવી જોઇએ. જો એટલો સમય ના મળે તો અઠવાડિયામાં 75 મિનિટ એટલે કે અઠવાડિયામાં 5 દિવસ દરરોજ 15 મિનિટ કસરત પણ કરી શકાય. જો એટલો પણ સમય ના હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર મસલ સ્ટ્રેન્થ એક્ટિવિટી તો કરવી જ જોઇએ. જેમાં મુખ્ય મસલ્સ જેવા કે, પગ, હાથ, પેટ, છાતી અને ખભાની કસરત સામેલ હોય તેનું ધ્યાન રાખવું.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટેના નિયમો
આ ઉંમરના લોકોએ દર અઠવાડિયે 150 મિનિટની મધ્યમ તીવ્રતા ધરાવતી એરોબિક એક્સર્સાઇઝ કરવી આવશ્યક છે. એટલે કે, અઠવાડિયામાં 5 દિવસ સુધી દરરોજ 30 મિનિટ કસરત કરવી જોઇએ. આ ઉંમરે શરીરમાં ઘણા રોગો ઘૂસી ગયા હોય છે અને શારીરિક ક્ષમતામાં પણ ઘટાડો થયો હોય છે. તેથી, કોઈપણ એક્સર્સાઇઝ કરતાં પહેલાં તમારા ડોક્ટર પાસેથી સલાહ લઈ લેવી.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 09:52 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK