ઈન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે આજે દેશ-વિદેશમાં યોગાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં યોગાભ્યાસ કર્યો હતો ત્યારે અમિત શાહે હરિયાણાના રોહતકમાં યોગ કર્યા હતા. આ વર્ષે યોગ દિવસ યોગ 'ફોર હાર્ટ કેર'ની થીમ પર ઉજવાઈ રહ્યો છે. 5માં ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન યોગ દિવસની ઉજવણીના રોમાંચક ફોટોઝ સામે આવ્યા હતા.