શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

Published: 23rd December, 2014 03:37 IST

આજે તમે પોતાનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કરો એવી શક્યતા છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પોતાનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કરો એવી શક્યતા છે. કેટલાક લોકોને તમારું આ વર્તન નહીં ગમે, જ્યારે કેટલાક લોકો તમારી ક્ષમતાથી પ્રભાવિત થઈ જશે. તમારે બન્નેના પ્રતિભાવને સ્વીકારી લેવા.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારી તબિયત નાજુક રહેવાની શક્યતા હોવાથી તમારે માનસિક તાણ કરાવે એવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. તમારે પોષક ખોરાક લેવા સહિતની બીજી કેટલીક રાબેતા મુજબની કાળજી લેવી પણ જરૂરી છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજના આ અનુકૂળ દિવસે તમે તમામ અનિર્ણીત પારિવારિક કે વ્યવસાયી પ્રશ્નોના હલ લાવી શકો છો. તમને જૂનું ઘર વેચીને મોટી રકમ મળી શકે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમને દૈવી શક્તિ પાસેથી આશીર્વાદ મળશે અને દિશાસૂચન થશે તેથી તમે ઉપરવાળાની વધુ નજીક આવશો. આજના આ યાદગાર દિવસે તમને ઘણા બોધપાઠ શીખવા મળશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે હવે અસ્તવ્યસ્તપણે જીવન જીવવાનું બંધ કરીને ટૂંકા અને લાંબા બન્ને ગાળાનું આયોજન ધરાવતું જીવન જીવવા લાગશો. 

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારા માથા પર અનેક અધૂરાં કામોનું ભૂત સવાર થઈ ગયું હોવાથી તમારે દરેકની પ્રાથમિકતા નક્કી કરીને આયોજનબદ્ધ રીતે કાર્યો પૂરાં કરવા માટે ગંભીર થઈ જવું પડશે. આમ કર્યા વગર તમારું કોઈ કામ બરાબર નહીં થાય.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે પોતાના દરેક કાર્યને આખરી ઓપ આપવામાં વ્યસ્ત રહેશો. તમે નવા પ્રોજેક્ટમાં પણ સફળતા પ્રાપ્ત કરીને સૌને પ્રભાવિત કરી દેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમને સકારાત્મક વિચાર કરવામાં મદદરૂપ થનારાં અમુક પ્રેરણાદાયી પુસ્તકોને લીધે લોકો પ્રત્યેના તમારા દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત તમારો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે બાહ્ય ટાપટીપ કરવામાં વ્યસ્ત રહેશો. તમે નિખાર લાવવા માટે બ્યુટી-સલૂનમાં જાઓ એવી પણ શક્યતા છે. જોકે એનો ખર્ચ મોટો આવશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમને વિવિધ સ્રોતોમાંથી મોટી રકમ મળવાની હોવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને તમે ઘણા પોરસાઈ જશો. જોકે તમારે બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરવો નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે પોતાનાં લક્ષ્યોને હાંસલ કરવા માટે સખત મહેનત કરવા તૈયાર હશો. સાથે જ જરૂર પડ્યે અન્યોને ઠોકર મારીને પણ આગળ જવાની તમારી માનસિક તૈયારી હશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારે બધા જ ડરને મનમાંથી કાઢી નાખવાનો સમય આવી ગયો છે. તમે તેમને તમારી જિંદગીમાંથી સમૂળગાં કાઢી નાખો. તમને પ્રિયકર સાથે મૂલ્યવાન પળો માણવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK