વાયુ પ્રદુષણના કારણે નાની ઉમરમાં મોતનું જોખમ વધે છે

Published: Sep 15, 2019, 14:40 IST | Mumbai

ઝેરી હવાના પ્રદૂષણના સંપર્કમાં આવવાથી હૃદય અને શ્વાસની બીમારીથી મોતનું જોખમ વધી જાય છે. એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ પૂરું થતાં 30 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

હવાનું પ્રદુષણ
હવાનું પ્રદુષણ

Mumbai : ઝેરી હવાના પ્રદૂષણના સંપર્કમાં આવવાથી હૃદય અને શ્વાસની બીમારીથી મોતનું જોખમ વધી જાય છે. એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ પૂરું થતાં 30 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. રિસર્ચમાં 24 દેશોના 652 શહેરમાં વાયુ પ્રદૂષણ અને મૃત્યુદરના આંકડાંઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.


વાયુ પ્રદુષણથી હ્યદય અને શ્વસનની સમસ્યાઓ વધી જાય છે
તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે ઇન્હેલેબલ કણો (પીએમ10) અને ફાઇન કણો(પીએમ 2.5)ના સંપર્કમાં જોડાયેલા કુલ મૃત્યુ આંકમાં વધારો થયો છે. આ મૃત્યુ હૃદય અને શ્વસન સમસ્યાઓથી થયા હતા. જે આગ અથવા વાતાવરણ રાસાયણિક ફેરફારોના ઉત્સર્જનથી શરીરની અંદર પ્રવેશે છે.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ...

વાયુ પ્રદુષણ નિમ્ન સ્તરનું હોય તો પણ મોતનું જોખમ વધી શકે છે
ઓસ્ટ્રેલિયામાં મોનાશ યુનિવર્સિટીના પ્રોફેસર યુમિંગ ગુઓના જણાવ્યા પ્રમાણે, પાર્ટિકુલેટ મેટર( પીએમ) અને મૃત્યુદર વચ્ચે કોઈ સંબંધ નથી. કેમ કે, વાયુ પ્રદૂષણનું નિમ્ન સ્તર પણ મોતનું જોખમ વધારી શકે છે. ઇન્હેલેબલ કણો (પીએમ10) અને ફાઇન કણો(પીએમ 2.5)ના સંપર્કમાં જોડાયેલા કુલ મૃત્યુ આંકમાં વધારો થયો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK