જાણો કઈ રીતે બનાવશો રૂમાલી રોટી

Published: Sep 12, 2019, 10:22 IST | આજની વાનગી - ધર્મિન લાઠિયા

ત્રણે લોટ મિક્સ કરી મેંદાની ચાળણીથી ચાળવા. એમાં મીઠું અને ઘી નાખી બરાબર હલાવવું. વચ્ચે ખાડો કરી સોડા પાઉડર નાખી દહીંથી કવર કરવું.

સામગ્રી

☞ રપ૦ ગ્રામ મેંદો
☞ બે ચમચી ચોખાનો લોટ
☞ ૧/ર કપ ઘઉંનો લોટ
☞ બે ચમચા દહીં
☞ ૩ ટેબલસ્પૂન ઘી
☞ પ્રમાણસર મીઠું
☞ ૧/ર ટીસ્પૂન સોડા પાઉડર


રીત

ત્રણે લોટ મિક્સ કરી મેંદાની ચાળણીથી ચાળવા. એમાં મીઠું અને ઘી નાખી બરાબર હલાવવું. વચ્ચે ખાડો કરી સોડા પાઉડર નાખી દહીંથી કવર કરવું. ૧૦ મિનિટ પછી બરાબર હલાવી લોટમાં મિક્સ કરી ઠંડા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો. તરત લૂઆ કરી મેંદાના અટામણથી એકદમ પાતળી રોટલી વણવી. તવી પર બે બાજુ શેકવી.
સર્વ કરવી.

 આ પણ વાંચો: આ રીતે બનાવો ઊકડી મોદક

 

આ રીતે બનાવો ઊકડી મોદક

 
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK