Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > વાઇફ ઓરલ સેક્સમાં સપોર્ટ નથી કરતી, ગર્લફ્રેન્ડ પાસે જાઉં?

વાઇફ ઓરલ સેક્સમાં સપોર્ટ નથી કરતી, ગર્લફ્રેન્ડ પાસે જાઉં?

19 September, 2022 04:11 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

જો વાઇફને ઓરલ સેક્સ પસંદ ન હોય તો તમારે એને માન આપવું રહ્યું અને એમ છતાં તમને એમ લાગતું હોય કે તમને એ આનંદ જોઈએ છે તો વાઇફને એ માટે તૈયાર કરવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કામવેદ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


મારી ઉંમર ૩૧ વર્ષ છે અને મૅરેજને બે વર્ષ થયાં છે. મને ઓરલ સેક્સમાં આનંદ આવે છે, પણ વાઇફ તૈયાર નથી થતી. મેં તેને સમજાવી કે એમાં કશું નુકસાન નથી, પણ તે માનતી જ નથી, જેને લીધે અમારી સેક્સ-લાઇફ હવે સાવ ડિસ્ટર્બ થઈ ગઈ છે. અગાઉ મારાં રિલેશન એક છોકરી સાથે હતાં, એ છોકરી ખુશી-ખુશી ઓરલ સેક્સની મજા મને આપતી અને એ જ કારણે મને ઓરલ સેક્સની બાબતમાં વધારે દિલચસ્પી છે. વાઇફ તો ઓરલ સેક્સથી જ દૂર ભાગે છે. વાઇફ સાથે આ પૉઇન્ટ પર ઇશ્યુ થતાં થોડા સમયથી મને મારી ગર્લફ્રેન્ડ યાદ આવવા માંડી છે. થાય છે તેની સાથે ફરી રિલેશન રિવાઇવ કરું. મારે શું કરવું જોઈએ? : કાંદિવલી

સેક્સને ત્રણ રીતે ડિફાઇન કરી શકાય. પ્રોફેશનલ સેક્સ-વર્કર સાથેનું સેક્સ જુદું હોય અને એ સમયની તેની માનસિકતા જુદી હોય. ગર્લફ્રેન્ડ સાથેનાં ફિઝિકલ રિલેશન પણ જુદાં હોય અને એ સમયની મેન્ટાલિટી જુદી હોય અને વાઇફ સાથેના સેક્સ સંબંધો પણ જુદા હોય અને એમાં વિચારધારા જુદી હોય. પ્રોફેશનલ સેક્સ-વર્કર અને ગર્લફ્રેન્ડના મનમાં પોતાના પાર્ટનરને રાજી કરવાની ભાવના જુદા પ્રકારની હોય, જ્યારે વાઇફની બાબતમાં ગમા-અણગમાની તીવ્રતા વધારે હોય. જો વાઇફને ઓરલ સેક્સ પસંદ ન હોય તો તમારે એને માન આપવું રહ્યું અને એમ છતાં તમને એમ લાગતું હોય કે તમને એ આનંદ જોઈએ છે તો વાઇફને એ માટે તૈયાર કરવી જોઈએ. એક રસ્તો એ પણ છે કે તમે તમારા પ્રાઇવેટ પાર્ટની સફાઈ એકદમ ઉચિત રીતે અને યોગ્ય પ્રકારે કરો. બની શકે કે એની સફાઈ યોગ્ય રીતે ન થતી હોય અને એટલે વાઇફ તમને એને માટે સાથ ન આપતી હોય.



ફરીથી ગર્લફ્રેન્ડ સાથે રિલેશન જોડવાં અને એ પણ ઓરલ સેક્સ માટે એ વાત સૈદ્ધાંતિક રીતે બહુ છીછરી લાગી રહી છે. જાતીય આંનદ મેળવવો એ તમારો હક છે, પણ જાતીય આંનદની એક પ્રક્રિયા તમને ન સાંપડે એટલે તમે સંબંધો પ્રત્યેની વિશ્વસનીયતા તોડવા સુધીના વિચાર કરો એ અયોગ્ય વાત છે. જીવનમાં આદર્શ ન છોડવા જોઈએ એ મનોમન નક્કી રાખો અને વિચારો કે આવું જ પગલું તમારી વાઇફ લે તો શું તમે તેને સ્વીકારી શકો ખરા? માનસિક તૈયારી કરો અને એ પછી પણ જો ઓરલ સેક્સ તેને પસંદ ન હોય તો તેની ઇચ્છાને માન આપો. 


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 04:11 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK