Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > અન્ડરવેઅર શું કામ પહેરવાની, મને એ જરાય નથી ગમતી

અન્ડરવેઅર શું કામ પહેરવાની, મને એ જરાય નથી ગમતી

Published : 22 February, 2023 03:59 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

અન્ડરવેઅર બરાબર ટાઇટ પહેરી હોય તો હર્નિયા જેવી તકલીફ ન થાય

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

કામવેદ

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


હું ૬૦ વર્ષનો છું અને મને રાતે કપડાં વિના સૂવાની આદત છે. વાઇફને એ ગમતું નથી, પણ કપડાં સાથે મને ઊંઘ આવતી નથી. મારી આ આદતને લીધે મને પ્રશ્ન થાય કે આપણે અન્ડરવેઅર શા માટે પહેરવી જોઈએ? એ પહેરવાના ફાયદા છે કે પછી એમ જ પ્રથા છે એટલે બસ આગે સે ચલી આતી હૈ... કરીને બધા એ નિયમને ફૉલો કરે છે. મારો બીજો પણ એક સવાલ છે, હું થોડા સમયથી શિશ્ન ઉત્થાન માટેની મેડિસિન આવે છે એ પણ લઉં છું, પણ એ મેડિસિન પછી પેટમાં આગ લાગી હોય એવી ઍસિડિટી થાય છે, એનો કોઈ ઉપાય છે? વિરાર

અન્ડરવેઅર કે લંગોટ પહેરવાનો ફાયદો એ કે વધુ વજન ઊંચકવાનું બને ત્યારે કે પછી જો અન્ડરવેઅર બરાબર ટાઇટ પહેરી હોય તો હર્નિયા જેવી તકલીફ ન થાય. પુરુષોની વાત કરું તો, અંડકોષ અને ઇન્દ્રિય બન્ને છુટાં હોય છે એટલે એ અનાયાસ પણ અથડાવાનો ભય રહે છે, જે કોઈ વખત હાનિકારક નીવડી શકે છે અને એવી ઈજા વિશે જાહેરમાં બોલી પણ શકાય નહીં. આ કારણે અન્ડરવેઅર પહેરવી જરૂરી છે પણ હા, અન્ડરવેર રાતે સૂતી વખતે કાઢી નાખવી હિતાવહ રહેશે. છોકરા અને છોકરીઓએ અન્ડરવેઅર રાતના સમયે કાઢી નાખવી જોઈએ. રાતના સમયે ઇન્દ્રિયોને બંધનમાં રાખવી યોગ્ય નથી.



આ પણ વાંચો: ઓરલ સેક્સ પ્લેઝર આપે છે, પણ હસબન્ડ એને માટે તૈયાર નથી


રાતના સમયે તમને કપડાં પહેરવાની આદત ન હોય અને બર્થ-સ્યુટમાં સૂવાની આદત હોય તો એમાં કશું ખોટું નથી, પણ તમે ક્યાં રહો છો, તમારું ઘર કેવડું છે અને એમાં કેવી સગવડો છે એ મહત્ત્વનું છે. ઉંમર હવે વધી રહી છે એટલે જો આ આદત ધીમે-ધીમે બદલો તો એ સારું છે. ઇમર્જન્સીના સમયમાં તમે આ અવસ્થામાં સૂતા હો તો તમારા વાઇફ કોઈને રૂમમાં તરત જ બોલાવી ન શકે કે પછી આવો કોઈ બીજો ભય તેના મનમાં હશે એટલે કદાચ એ તમને ના પાડતા હશે.

શિશ્ન ઉત્થાન માટેની જે કોઈ મેડિસિન છે એ બધાથી પેટમાં બળતરા થવાની ફરિયાદ સામાન્ય છે, પણ આ બળતરાનું નિવારણ બહુ સહેલાઈથી થઈ શકે છે એટલે તમે આ ફરિયાદ તમારા ફૅમિલી ડૉક્ટરને જણાવો, તે ચોક્કસ તમને ઍસિડિટીની દવા આપશે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2023 03:59 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK