Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > તું મને જરા ઇમ્પોર્ટન્સ નથી આપતો: યાદ રાખજો કે આ ફરિયાદ હોઈ શકે, ઝઘડો નહીં

તું મને જરા ઇમ્પોર્ટન્સ નથી આપતો: યાદ રાખજો કે આ ફરિયાદ હોઈ શકે, ઝઘડો નહીં

Published : 17 August, 2026 10:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિલેશનશિપમાં પ્રેમ, ફોનકૉલ અને ગિફ્ટ્સ આપવા છતાં પાર્ટનરને મહત્ત્વ ન મળતું હોવાની ફરિયાદ કેમ થાય છે? આ પાછળની માનસિકતા અને સંબંધને મજબૂત બનાવવાના ઉપાય જાણો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગયા વીકમાં એક યંગસ્ટર મળ્યો. તે યંગસ્ટર્સની રિલેશનશિપની ચર્ચા તેના આખા ફ્રેન્ડસર્કલમાં થતી અને અનેક કપલ તેમનાથી જલન પણ કરતાં. જોકે બન્ને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખટરાગ શરૂ થયો હતો. પોતાના મનની વાત કરતાં તેણે કહ્યું, ‘હું મારી ગર્લફ્રેન્ડને ખૂબ પ્રેમ કરું છું. રોજ ફોન કરું અને બધી જરૂરિયાતોનું ધ્યાન રાખું છતાં તે અવારનવાર ફરિયાદ કરે છે કે તારા જીવનમાં મારું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, તું મને જોઈએ એવું મહત્ત્વ નથી આપતો. મને સમજાતું નથી કે આખરે તે શું ઇચ્છે છે? આ ફરિયાદ પાછળનું સાઇકોલૉજિકલ કારણ શું અને આનું નિરાકરણ કેવી રીતે લાવવું?’
આ ફરિયાદ આજના સમયમાં લગભગ દરેક બીજી વ્યક્ત‌િમાં જોવા મળે છે અને મૅરિડ કપલમાં પણ આ જ કમ્પ્લેઇન સાંભળવા મળે છે. અહીં મેલ અને ફીમેલની માનસિકતાને જરા ધ્યાનથી સમજવી પડશે. પુરુષો સામાન્ય રીતે પ્રૉબ્લેમ-સૉલ્વર હોય છે. સમયસર ફોન કરવો, ગિફ્ટ્સ આપવી કે પછી જરૂરિયાત સમયે કંપની આપવા માટે મળી લેવાની પ્રક્ર‌િયાને જ તેઓ ઇમ્પોર્ટન્સ માને છે; પણ ફીમેલ સાઇકોલૉજી સાવ અલગ છે.
જ્યારે કોઈ સ્ત્રી કહે છે કે મને મહત્ત્વ નથી મળતું ત્યારે એનો અર્થ ભૌતિક ચીજવસ્તુઓ કે રૂટીન ફોનકૉલ્સ નથી હોતો. એની પાછળનાં કારણો જુદાં હોય છે. તમે તેની સાથે હો પણ તમારું ધ્યાન સતત ફોન, સોશ્યલ મીડિયા કે ઑફિસના કામમાં હોય તો તે તમારી શારીરિક હાજરી છતાં માનસિક ઉપેક્ષા અનુભવે છે. બીજું, ફીમેલને ઇમોશનલ ‌ઇનસિક્યૉરિટી સૌથી વધારે હોય છે અને એટલે જ તેને રિલેશનશિપમાં એ વાતની ખાતરી જોઈતી હોય છે કે તમે તેની પ્રાયોરિટી છો. પાર્ટનર પોતાના નિર્ણયો કે વાતો શૅર કરવાનું ઓછું કરે છે ત્યારે ફીમેલના સબકૉન્શ્યસ માઇન્ડમાં ઇનસિક્યૉરિટી જાગે છે. ત્રીજી અને અગત્યની વાત છે અનહર્ડ ફીલિંગ્સ. ઘણી વાર ફીમેલ-પાર્ટનર પોતાના દિવસભરનાં સુખ-દુઃખ કે ઇમોશન શૅર કરવા માગતી હોય છે, પણ પુરુષ એ વાતને પૂરી સાંભળવાને બદલે સીધી સલાહ કે ગાઇડન્સ આપવા માંડે છે જેનાથી તેને લાગે છે કે તેની ફીલિંગ્સની કોઈ કિંમત નથી. ગાઇડન્સ આપવું એ પુરુષનો જન્મજાત ધર્મ છે અને એટલે જ તે રિલેશનશિપમાં સિક્યૉરિટીના ફૉર્મમાં છે, પણ એ રોલને જાગૃત કરવા માટે જે ધીરજ જોઈએ એ પુરુષોએ કેળવવી પડે. કહેવાનો ભાવાર્થ એ કે બન્ને સાચા છે, પણ અગત્યનું એ છે કે બન્નેમાંથી કોઈ ખોટું નથી. આવી ફરિયાદ આવે ત્યારે એક વાત ખાસ સમજવી કે ‘મને ઇમ્પોર્ટન્સ નથી મળતું’ એ ફરિયાદ હોવી જોઈએ, કોઈ ઝઘડાનું કારણ ન બનવું જોઈએ. આવું કહેવું એ પ્રેમ અને હૂંફ મેળવવાની એક ઇમોશનલ ઇચ્છા છે. સંબંધોમાં માત્ર જવાબદારી નિભાવવાને બદલે સાથીની ફીલિંગ્સને પ્રાયોરિટી આપવી એ જ સાચો પ્રેમ અને સમજદારી.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 10:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK