Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > હસબન્ડની સેક્સ્યુઅલ ફૅન્ટસી બહુ વિઅર્ડ છે

હસબન્ડની સેક્સ્યુઅલ ફૅન્ટસી બહુ વિઅર્ડ છે

19 March, 2024 07:10 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

તમારા પતિ આવા પ્રયોગો અને વાઇલ્ડ કલ્પનાઓ ધરાવે છે એ એક રીતે જોવા જઈએ તો સારી જ બાબત છે.

પ્રતીકાત્મક તસવીર

કામવેદ

પ્રતીકાત્મક તસવીર


મારા હસબન્ડની સેક્સ્યુઅલ ફૅન્ટસી એટલી અળવીતરી છે કે એને વર્ણવવામાં પણ સંકોચ થાય છે. અમારાં લગ્નને એક વર્ષ થયું છે. ધીમે-ધીમે અમે બન્ને એકમેક સામે ખૂલતાં જઈએ છીએ, પણ એમાં તેમની જે વાઇલ્ડ કલ્પનાઓ છે જે ક્યારેક ડરાવી જાય છે. તેમને બહુ વિચિત્ર કહેવાય એવી જગ્યાઓએ જઈને સમાગમ કરવાની ઇચ્છા થાય છે, જ્યારે મને રૂમની ચાર દીવાલની બહાર જઈને એવું કંઈ વિચારવામાં પણ સંકોચ નડે છે. ભલે તેઓ મને કદી ફોર્સ નથી કરતા, પણ ક્યારેક થાય છે કે શું આ ઍબ્નૉર્માલિટી તો નથીને? મેં આ બાબતમાં મારી ફ્રેન્ડ્સ સાથે વાત કરી છે. બધી ફ્રેન્ડ્સના પતિઓ એકદમ ટ્રેડિશનલ છે, પણ હસબન્ડને વિચિત્ર કલ્પનાઓમાં ખૂબ મજા આવે છે. મને પણ ક્યારેક એવું ગમે છે. વાઇલ્ડ કલ્પનાઓને કારણે ફોરપ્લેમાં પણ નાવીન્ય હોય છે, પણ આગળ જતાં આ ખોટી દિશામાં ન જતું રહે એની ચિંતા રહે છે. 
દાદર

એવું કહેવાય છે કે સેક્સ કરતાં સેક્સની કલ્પના કેટલાક માણસોને વધુ ઉત્તેજિત કરે છે એટલે જ ઓશોએ કહ્યું છે કે સેક્સ બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે હોય છે. એકની એક પોઝિશનમાં, એક જ રીતે, એકના એક માહોલમાં ફિઝિકલ ઍક્ટિવિટી રૂટિન બની જાય છે. જો એમાં સ્થળ, સમય, વાતાવરણ, સુગંધ, કલ્પનાનું વૈવિધ્ય ઉમેરવામાં આવે તો એ નવતર અનુભવ બની જાય અને મૉનોટોની તૂટે છે.



તમારા પતિ આવા પ્રયોગો અને વાઇલ્ડ કલ્પનાઓ ધરાવે છે એ એક રીતે જોવા જઈએ તો સારી જ બાબત છે. જોકે તમે કહ્યું નથી કે એ વિચિત્રતાઓ કેવી છે. જ્યાં સુધી એ તમારા બન્ને સુધી સીમિત રહેતી હોય એમાં કોઈ વાંધો નથી. તમારા પતિ વિચિત્ર ઇચ્છાઓ પૂરી કરવા તમને ફોર્સ નથી કરતા એ બતાવે છે કે તેમની કલ્પનાઓ અને ઇચ્છાઓ પર તેમનો કન્ટ્રોલ છે.  સેક્સ જેવી યુગલની અંગત બાબત માટે પાર્ટનર્સ વચ્ચે કોઈ જ છોછ, શરમ કે સંકોચ વિના શૅરિંગ થાય તો એ હેલ્ધી નિશાની છે. જ્યાં પ્રાઇવસી જોખમાતી હોય કે ત્રીજી કોઈ વ્યક્તિને શરમજનક સ્થિતિમાં મુકાવું પડતું હોય તો ત્યાં કન્ટ્રોલ ગાર્ડ રાખવો જોઈએ. બાકી, બેડરૂમમાં બે પાર્ટનર્સને પસંદ આવે એ રીતે કામસુખ માણવામાં કશું જ ખોટું નથી. પર્સનલ લાઇફને એન્જૉય કરો.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2024 07:10 AM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK