° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


બાળકો જોઈતાં નથી અને કૉન્ડોમમાં મજા આવતી નથી

30 August, 2021 10:52 AM IST | Mumbai | Dr. Mukul Choksi

બીજો કોઈ એવો રસ્તો ખરો કે જેમાં અમે નૅચરલ સેક્સ જેવો જ આનંદ માણી શકીએ. બીજાં કોઈ એવાં કૉન્ડોમ આવે છે જેનાથી પ્રોટેક્શન પણ અકબંધ રહે અને પ્લેઝર પણ જળવાયેલું રહે? 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૧ વર્ષની છે. બે બાળકો છે અને નૅચરલી હવે અમે ફૅમિલી પ્લાનિંગ માટે અલર્ટ છીએ. અમારી સેક્સ લાઇફ સારી છે અને હું કૉન્ડોમ યુઝ કરું છું. કૉન્ડોમ વિના મને ખૂબ મજા આવે, પણ જ્યારે કૉન્ડોમ પહેરેલું હોય ત્યારે ડાયરેક્ટ ટચ નહીં થતો હોવાથી મને એક્સાઇટમેન્ટ લેવલ પર પહોંચવામાં બહુ વાર લાગે છે અને એને લીધે સેક્સમાં પણ મજા નથી આવતી તો વાઇફનો પણ ઇન્ટરેસ્ટ ઊડી ગયો હોય છે. બીજો કોઈ એવો રસ્તો ખરો કે જેમાં અમે નૅચરલ સેક્સ જેવો જ આનંદ માણી શકીએ. બીજાં કોઈ એવાં કૉન્ડોમ આવે છે જેનાથી પ્રોટેક્શન પણ અકબંધ રહે અને પ્લેઝર પણ જળવાયેલું રહે? 
મલાડના રહેવાસી

કૉન્ડોમમાં અઢળક વરાઇટી આવે છે, જેમાંથી તમે સ્કિન-થીન એવા લેટેક્સનાં કૉન્ડોમ વાપરશો તો તમને નૅચરલ જેવી ફીલ આવે એવી શક્યતા છે. એ સિવાય પણ ડૉટેડ અને સુપર ડૉટેડ કૉન્ડોમ પણ આવે છે, જેનો ઉપયોગ ફીમેલને પણ સ્કિન ટચ જેવો જ આનંદ આપતો હોય છે પણ હા, એક વાત એ પણ છે કે એ વાપર્યા પછી પણ ડાયરેક્ટ ટચ ન થતો હોવાથી તમને કોઈ ખાસ ફરક ન પડે અને તમને એમાં મજા ન આવે એવું બની શકે છે. 
એક તો તમારા પેનિટ્રેશન પછી વાઇફને બેઉ પગની આંટી ચડાવી દેવાનું કહો. આંટીને લીધે બનશે એવું કે પેનિસ વજાઇનામાં વધારે ટાઇટ રીતે બંધાશે અને એને કારણે સ્પર્શના અહેસાસમાં પણ ઘણો વધારો થશે. આ પૉઝિશનમાં મૂવમેન્ટ કરવાથી તમે સહેલાઈથી સ્ખલન અવસ્થા પર પહોંચી શકશો. આ સિવાય તમે વાઇફના સપોર્ટથી મૅસ્ટરબેશનનો પણ લાભ લઈ શકો છો. એવું માનવું બિલકુલ ભૂલભરેલું છે કે મૅસ્ટરબેશન એકલા જ થાય. ફીમેલ પાર્ટનરની સાથે પણ મૅસ્ટરબેશનનો આનંદ લઈ જ શકાય અને અત્યારના સમયમાં તો એ ઇનથિંગ છે. નવી જનરેશનના કપલમાં એકબીજાને મૅસ્ટરબેશન કરી આપીને પ્લેઝરનો આનંદ આપવાનું ખૂબ વધ્યું છે. તમે કૉપર-ટી પણ મુકાવીને તમે ટેન્શન-ફ્રી ઇન્ટરકોર્સનો આનંદ માણી શકો છો.

30 August, 2021 10:52 AM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

બહેનને બહુ જ લાડ લડાવવા છતાં તે બીજાને બ્લેમ કરે છે

ઘણા લોકો હોય છે જે હાથે કરીને જીવન ખરાબ કરે છે, દુખી થાય છે અને પોતે કેટલા દુખી છે એના ગાણાં ગાઈને જ જીવન વ્યતીત કરે છે

15 October, 2021 07:04 IST | Mumbai | Sejal Patel
સેક્સ એન્ડ રિલેશનશિપ

ઇન્દ્રિયની ડાબી બાજુ સોપારી જેટલો ભાગ ઊપસી આવ્યો છે

બાકી બ્લડ-પ્રેશર સિવાય બીજી કોઈ તકલીફ નથી. હસ્તમૈથુન દરમ્યાન જ મને ખબર પડે છે કે ઇન્દ્રિયની ડાબી તરફ ગાંઠ જેવું ઊપસેલું છે. હસ્તમૈથુનની આ આડઅસર હોય એવું બને ખરું?

13 October, 2021 07:38 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

મૅસ્ટરબેશનને કારણે સેક્સનો આનંદ ઓછો થઈ જાય?

 સિંગલ હોય કે મૅરિડ, સેક્સ એ એક નૅચરલ પ્રોસેસ છે એટલે એના આવેગને ક્યાંય ઊતરતું ગણવું નહીં. તમે તમારી જાતને પ્લેઝર આપો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી

12 October, 2021 12:41 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK