Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > વેબ-સિરીઝમાં હતું કે પ્રેગ્નન્સી ઓરલ સેક્સથી રહે, એવું બને?

વેબ-સિરીઝમાં હતું કે પ્રેગ્નન્સી ઓરલ સેક્સથી રહે, એવું બને?

16 March, 2021 01:24 PM IST | Mumbai
Pratik Ghogare

બીજી વાત, ઓરલ સેક્સ સમયે અમે બન્ને એ ક્રિયા સાથે કરીએ તો એનાથી મારા હસબન્ડને એઇડ્સ કે ઇન્ફેક્શન થઈ શકે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હું બાવીસ વર્ષની પરિણીત યુવતી છું, મારા મૅરેજ હજી ત્રણ મહિના પહેલાં જ થયાં છે. લૉકડાઉનના કારણે લગ્નજીવનની જે બેઝિક વાતો હોય એ હું મારી ફ્રેન્ડસ પાસેથી જાણી નથી શકી, જેને લીધે મને મનમાં મૂંઝવણ બહુ રહ્યા કરે છે. અમને બન્નેને સેક્સના
અલગ-અલગ પ્રકાર ગમે છે, પણ મને જાણવું એ છે કે ઓરલ સેક્સ સમયે જો સ્પર્મ સ્ત્રી ગળી જાય તો પ્રેગ્નન્સીનો પ્રશ્ન રહે કે નહીં? મેં એક વેબ સિરીઝમાં આવું જોયું હતું એટલે મને કન્ફર્મ કરવું છે. બીજી વાત, ઓરલ સેક્સ સમયે અમે બન્ને એ ક્રિયા સાથે કરીએ તો એનાથી મારા હસબન્ડને એઇડ્સ કે ઇન્ફેક્શન થઈ શકે? - બોરીવલીના રહેવાસી

ઓરલ સેક્સ દરમ્યાન જો સ્પર્મ ગળી જવામાં આવે તો એનાથી સ્ત્રીને પ્રેગ્નન્સી આવવાની કોઈ સંભાવના રહેતી નથી. બહુ બેઝિક બાયોલૉજી છે આ. સ્પર્મ અને સ્ત્રીબીજને મળવાનો કોઈ ડાયરેક્ટ રસ્તો છે જ નહીં. શરીરમાં જે-જે રસ્તાઓ ખુલ્લા છે ત્યાં બધે જ નો એન્ટ્રી છે એટલે એ બાબતમાં જરા પણ ગંભીર થવાની જરૂર નથી. એક અંગત અૅડ્વાઇઝ, વેબ-સિરીઝ જુઓ પણ તમે જે વેબ સિરીઝ જોઈ એવી વાહિયાત અને હકીકતથી જોજનો દૂર કહેવાય એવી વેબ સિરીઝ જોવાનું છોડી દો તો એ તમારા હિતમાં છે. સેક્સની બાબતમાં સત્ય કરતાં પણ ભ્રમણા વધારે જોખમી હોય છે. એટલે જો લગ્નજીવનને દુખી ન કરવું હોય તો બહેતર છે કે ક્વૉલિટી પ્લૅટફૉર્મની વાજબી વેબ સિરીઝ જુઓ અને આવી ખોટી વાતોનો ભરોસો કરવાનું બંધ કરો.
પરસ્પર ઓરલ સેક્સની ક્રિયાને વાત્સ્યાયને કાકિલ તરીકે વર્ણવી છે. કાકિલ પ્રક્રિયા આજના સમયમાં જોખમી છે, જો સ્ત્રી અને પુરુષ મલ્ટિપલ પાર્ટનર્સ ધરાવતા હોય તો. સ્ત્રી જ નહીં પણ પુરુષને પણ આ જ વાત લાગુ પડે. જો સ્ત્રી કે પુરુષને એચઆઇવી હોય અને એનું દ્રવ્ય જો પુરુષના મુખવાટે શરીરમાં જાય તો એઇડ્સ કે ઇન્ફેકશન થવાની શક્યતા રહે છે, માટે જો તમે તમારા પાર્ટનરને બરાબર ન ઓળખતાં હો કે તે અજાણ્યો હોય તો તેની સાથે કોઈ પણ પ્રકારનો સેક્સ સંબંધ સેફ્ટીના ઉપયોગ વિના બાંધવો નહીં.



સુરતસ્થિત લેખક જાણીતા સેક્સોલૉજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ અને કવિ છે. તેમને સવાલ પૂછવા સબ્જેક્ટમાં કામવેદ લખીને અહીં સંપર્ક કરી શકો છો. askgmd@mid-day.com


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2021 01:24 PM IST | Mumbai | Pratik Ghogare

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK