Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > વાઇફની ઇચ્છા થાય એ માટે ટ્રાય કરું ત્યાં મારો મૂડ ઓસરી જાય છે

વાઇફની ઇચ્છા થાય એ માટે ટ્રાય કરું ત્યાં મારો મૂડ ઓસરી જાય છે

12 April, 2023 05:11 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

વાત્સાયને કહ્યું છે કે પુરુષ અને સ્ત્રીને પોતાના પાર્ટનરની ઉત્તેજના માટે તેના ગણા-અણગમા જાણી લેવા જરૂરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર કામવેદ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મારી ૫૮ અને વાઇફની ૫૪ વર્ષ છે. પહેલાં તેને સેક્સમાં રસ પડતો, પણ છેલ્લા એકાદ વર્ષથી તેની ઇચ્છા સાવ મરી ગઈ છે. હું પહેલ કરું તો પણ તે પીઠ ફેરવીને સૂઈ જાય. જોકે એ પછી હું તેના શરીર પર ગમતી જગ્યાઓએ ધીમે-ધીમે હાથ ફેરવું એટલે તે તૈયાર થઈ જાય. મને તે હસ્તમૈથુન પણ કરી આપે. પણ હમણાંથી મને શારીરિક પ્રૉબ્લેમ દેખાય છે. હવે ઉત્તેજનામાં તકલીફ પડે છે. પત્ની ઓરલ સેક્સ કરી આપે તો કડકાઈ આવે, પણ તેને ખૂબ મનાવવી પડતી હોવાથી મારું મન મરી જાય અને પછી મારાથી ગુસ્સે થઈ જવાય. કાં મારો કાં મારી પત્નીનો ઇલાજ કરવો પડશે એવું લાગે છે. મારે શું કરવું જોઈએ? વિરાર

યુવાનીમાં વિચાર માત્રથી ઉત્તેજના આવે અને આખા શરીરમાં કરન્ટ પસાર થઈ જાય, પણ યુવાની અસ્ત થયા પછી કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે, જેનું કારણ છે હૉર્મોન્સમાં આવતી ઓટ. આ એક બહુ નૉર્મલ પ્રક્રિયા છે, જેની માટે ઇલાજની કોઈ જ જરૂર નથી. કામુક કલ્પનાઓથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો તો અડધી સમસ્યા મટી જશે. 


હવે સફળ સમાગમ માટે માત્ર કલ્પના જ નહીં, હળવો-ગમતો સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોનો ઉપયોગ કરો. તમે પોતે જ કહો છો કે વાઇફને તમે ગમતી જગ્યાએ હળવો સ્પર્શ કરો તો તે ઉત્તેજિત થવા માંડે છે. વાત્સાયને કહ્યું છે કે પુરુષ અને સ્ત્રીને પોતાના પાર્ટનરની ઉત્તેજના માટે તેના ગણા-અણગમા જાણી લેવા જરૂરી છે. આ ઉંમરે હવે ફોરપ્લે બેસ્ટ ઇલાજ બની શકે છે. તેને ગમતી જગ્યાએ, ગમતી રીતે સ્પર્શ કરવાથી ઉત્તેજનામાં સારો એવો વધારો થશે. વધતી ઉંમર જોડે જાતીય ઉત્તેજનાને કોઈ જ લેવાદેવા નથી. 


સંભોગ પહેલાંની સંવનનની ક્રિયા એટલે કે ફોરપ્લેમાં થોડો વધુ સમય આપવો પડે એ એક નૉર્મલ પ્રક્રિયા છે. સંભોગ એ બન્ને પક્ષે થતો સમાન ભોગ છે. તમે વાઇફના મૂડને કેવી રીતે રોમૅન્ટિક બનાવવો એ સમજી લેશો તો તેને ઉત્તેજિત કરીને ઇન્ટિમસી માટે તૈયાર કરવામાં વાંધો નહીં આવે. જો તે ખુશ હશે તો સામેથી તમને ગમતી ક્રિયાઓથી આપમેળે સંતોષ આપશે. સમજણ અને સહકાર સિવાય બીજા કોઈ ઇલાજની જરૂર નથી એટલે ખોટી દિશામાં ભાગદોડ કરતા નહીં.


12 April, 2023 05:11 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK