ચુસ્ત ધાર્મિક પરિવારોમાં હજી પણ પિરિયડ્સ માટે નકારાત્મક વિચારો છે અને એને અપશુકન તરીકે જોવામાં આવે છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૨૭ વર્ષની છે અને હું અત્યંત ચુસ્ત ધાર્મિક પરિવાર સાથે સંકળાયેલી છું. મારાં મૅરેજને અઢી વર્ષ થયાં છે. અમારે હજી બાળકો નથી. મારે જાણવું છે એ કે પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરવું કેટલું સેફ છે? ઍક્ચ્યુઅલી, અમારી ફૅમિલીમાં આજે પણ પિરિયડ્સ દરમ્યાનના જે જૂના નિયમો પાળવામાં આવે છે. મને પિરિયડ દરમ્યાન સેક્સની ખૂબ ઇચ્છા થાય છે, પરંતુ સાથે-સાથે ડર પણ લાગે છે કે એ અવસ્થામાં હસબન્ડ સાથે રિલેશનશિપ બાંધવાથી કોઈ અપશુકન થશે અને અમારી ફૅમિલી પર એની આડઅસર દેખાશે તો? મારી આ ઇચ્છા દબાવવા માટે શું કરવું જોઈએ? બોરીવલી
મનમાંથી આવી જુનવાણી વાતો કાઢવી એ જ એનો ઇલાજ છે. ચુસ્ત ધાર્મિક પરિવારોમાં હજી પણ પિરિયડ્સ માટે નકારાત્મક વિચારો છે અને એને અપશુકન તરીકે જોવામાં આવે છે. જોકે હું કહીશ કે જો પુખ્ત વયની છોકરીને પિરિયડ્સ ન આવે તો આ જ ફૅમિલીઓને ખબર પડે કે કેવી તકલીફો જીવનમાં આવે. પિરિયડ્સ ખરાબ નથી. એ એક શારીરિક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા જ પુરવાર કરે છે કે તમારે ત્યાં જન્મેલી દીકરીમાં કોઈ જાતની શારીરિક ખોડખાંપણ નથી. મારી તમને અંગત સલાહ છે કે જે જૂની અને ખોટી માન્યતાઓ છે એને ફૉલો ન કરો અને ધારો કે તમારામાં એનો વિરોધ કરવાની ક્ષમતા ન હોય તો ઍટ લીસ્ટ એટલું નક્કી કરજો કે તમારે ત્યાં દીકરી આવે તો તેના મનમાં એ વાતો ઠસાવતાં નહીં અને તેના જન્મથી આખી ફૅમિલીને નવી અને સાચી દિશામાં આગળ લઈ જજો.
ADVERTISEMENT
આ પણ વાંચો : ક્યુરેટિન પછી બીજી પ્રેગ્નન્સીમાં પ્રૉબ્લેમ થાય છે, શું કરીએ?
પિરિયડ્સ દરમ્યાન સેક્સની ઇચ્છા થવી સ્વાભાવિક છે. એ સમયે શરીરમાં હૉર્મોન્સ ચરમસીમા પર હોય છે જેને લીધે સેક્સની ઇચ્છા થાય છે. જોકે એ સમયે કરવામાં આવતું સેક્સ હાઇજીન હોય એ આવશ્યક છે. કૉન્ડોમ સાથે તમે સેક્સ કરો તો ઉત્તમ. નહીં તો ફિઝિકલ રિલેશન બાંધ્યા પછી તરત પ્રાઇવેટ પાર્ટ બરાબર ક્લીન કરી લેવામાં આવે એ જરૂરી છે. પિરિયડ્સ દરમ્યાન સેક્સ માણવામાં ક્ષોભ ન રાખો. હા, એ સમયે ઓરલ સેક્સ કે પછી ઓરલ સેક્સનું અન્ય કોઈ આસન કરવું નહીં. મહદંશે એવું પણ જોવામાં આવ્યું છે કે પિરિયડ્સ દરમ્યાન કરવામાં આવેલા સેક્સથી બ્લીડિંગ-ફ્લો વધારે સરળ રીતે થાય છે અને પિરિયડ્સના પેઇનમાંથી પણ રિલીફ મળે છે.


