પ્રેગ્નન્સી ન રહેવા પાછળ સ્ટ્રેસ પણ કારણભૂત હોઈ શકે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ત્રીસ વર્ષની છે. મારાં મૅરેજને સાત વર્ષ થયાં છે અને મને ચાર વર્ષની એક દીકરી છે. ત્રણ વર્ષ પહેલાં મેં ક્યુરેટિન કરાવ્યું હતું. હવે હું અને મારા હસબન્ડ બીજું બાળક પ્લાન કરીએ છીએ અને ત્રણ મહિનાથી કોઈ જાતના પ્રિકૉશન વિના સેક્સ કરીએ છીએ, પણ પ્રેગ્નન્સી રહેતી નથી. એવું થવાનું કારણ શું હશે? અમારે ટેસ્ટિંગ કરાવવું જોઈએ? દહિસર
ત્રણ મહિના બહુ ઓછો સમય છે. આટલી ઝડપથી કોઈ એક મત પર પહોંચવું ન જોઈએ. બીજા ત્રણ મહિના જવા દો અને જુઓ કે એ દિવસો દરમ્યાન પ્રેગ્નન્સી રહે છે કે કેમ? આ ત્રણ મહિના દરમિયાન તમે તમારી મેન્સ્ટ્રુઅલ સાઇકલ આવ્યા પહેલાં અને આવ્યા પછી એમ બે વીક છોડીને વચ્ચેનાં જે બે વીક હોય એ દરમ્યાન એકાંતરે સેક્સ કરશો તો પૉઝિટિવ પરિણામ મળી શકે છે. બાળકનું પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે સેક્સ દરમ્યાન કોઈ જાતનું ઓઇન્ટમેન્ટ વાપરવું નહીં. ઓઇન્ટમેન્ટને કારણે સ્પર્મ ગતિહીન થઈ જતા હોય છે અને ગતિહીન સ્પર્મને કારણે પ્રેગ્નન્સી રહેતી નથી.
ADVERTISEMENT
ઋષિ વાત્સ્યાયનનું સૂચન છે કે પ્રેગ્નન્સીમાં પૉઝિટિવ રિપોર્ટ જોઈતો હોય તો સેક્સ પછી ફીમેલે પોતાના બન્ને પગના ઘૂંટણ છાતી સુધી લાવીને એ જ અવસ્થામાં પંદર મિનિટ રહેવું જોઈએ. આ આસનને લીધે સ્પર્મ વધુ ઉપર જાય છે, જેને કારણે પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધે છે.
ક્યુરેટિનને કારણે પ્રેગ્નન્સી રહેવામાં પ્રૉબ્લેમ થાય એવું જોવા મળ્યું નથી એટલે એ તમારા મનનો ભ્રમ છે. પ્રેગ્નન્સી ન રહેવા પાછળ સ્ટ્રેસ પણ કારણભૂત હોઈ શકે છે. જો તમારા હસબન્ડ સ્ટ્રેસમાં હોય તો પણ એની સીધી અસર સ્પર્મની ગતિશીલતા પર પડી શકે છે અને એવું જ તમારા કેસમાં પણ બની શકે છે. એટલે જરા પણ સ્ટ્રેસ ન રાખો અને કોઈ જાતના તનાવ વિના જ સેક્સની પ્રોસેસનો આનંદ માણો. આ આનંદ માણતી વખતે પણ મનમાં એક જ વાત રાખો કે તમે માત્ર આનંદ માટે જ સેક્સ માણી રહ્યા છો અને એવી જ રીતે સાથે રહો કે તમે પહેલું જ બાળક પ્લાન કરો છો. તમે સેક્સની અલગ-અલગ ફૅન્ટસીનો પણ ઉપયોગ કરીને સેક્સ-ડ્રાઇવને વધારે રોમાંચક બનાવી શકો છો. જો ત્રણ મહિના પછી પણ રિઝલ્ટ ન આવે તો તમે ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને રિપોર્ટ કરાવી શકો છો.

