તમને અત્યારે તમારી ફ્રેન્ડ્સના પ્રાઇવેટ પાર્ટ્સ ટચ કરવાની મજા આવે છે એ ઍક્ચ્યુઅલી ક્યુરિયોસિટી છે, બાયો-સેક્સ્યુઅલિટી નહીં
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
કૉલેજના ફર્સ્ટ યરમાં ભણું છું. અમારા ગર્લ્સ ગ્રુપમાં અમે બોલ્ડ કહેવાય એવા સબ્જેક્ટ્સ પર વાતો કરીએ છીએ. કોઈક છોકરા પરના ક્રશ અને સેક્સ્યુઅલ કલ્પનાઓની વાતો એમાં વધારે હોય છે. મારી બે ફ્રેન્ડ્સ સાથે કૉલેજના વૉશરૂમમાં અમે ઉઘાડા પણ થઈ શકીએ છીએ. મને મારી ફ્રેન્ડ્સના બ્રેસ્ટ ટચ કરવાનું ગમે છે. જોકે અમે ક્યારેય ટચથી આગળ વધ્યા નથી. એ ટચ પછી મારું એક્સાઇટમેન્ટ છતું થઈ જતું હોવાથી એ ફ્રેન્ડ્સ હવે મને લેસ્બો કહીને મજાક પણ કરે છે. જોકે સિક્સ-પૅક્સ ઍબ્સવાળા મૉડલ જોઈને પણ મને એક્સાઇટમેન્ટ આવે છે. મારી બીજી ફ્રેન્ડ્સની સરખામણીએ મારા બ્રેસ્ટની સાઇઝ નાની છે. મારે જાણવું છે કે હું લેસ્બિયન છું કે નૉર્મલ એ કેવી રીતે ખબર પડે? બીજું, બ્રેસ્ટની સાઇઝ વધારવા મારે શું કરવું જોઈએ.
ઘાટકોપર
કૉલેજનું ફર્સ્ટ યર એટલે ટીનેજમાંથી જસ્ટ યંગ એજ તરફ વધ્યાનો પિરિયડ. આ સમયમાં સેક્સ-લાઇફના અધૂરા નૉલેજને કારણે આવી મૂંઝવણો ઊભી થાય એ સ્વાભાવિક છે અને તમારા કેસમાં પણ એ જ બન્યું છે.
ADVERTISEMENT
બ્રેસ્ટની બાબતમાં એક વાત કહીશ કે સાઇઝ બાબતે તમે ખોટી ચિંતાઓ ઊભી ન કરો. મોટા ભાગે બીજાની સાથે સરખામણી કરવાથી જ આ પ્રશ્ન ઊભો થતો હોય છે. સુડોળ અને ભરાવદાર બ્રેસ્ટ નૅચરલી સારાં લાગે, પણ જો એવું ન હોય તો પણ સેક્સલાઇફને એનાથી કોઈ વિપરીત અસર થતી નથી. અમુક એવી એક્સરસાઇઝ અને યોગનાં અમુક આસનો એવાં છે જે બ્રેસ્ટને ભરાવદાર બનાવી શકે છે. પ્રોટીન ડાયટ અને ફૅટફુલ ડાયટ પણ બ્રેસ્ટની સાઇઝ વધારવામાં હેલ્પફુલ છે. આ ઉપરાંત હવે ઇનર-ગાર્મેન્ટ્સ એવાં આવે છે જે આર્ટિફિશ્યલી બ્રેસ્ટનો ઉભાર દેખાડવામાં મદદરૂપ થાય છે. તમે એનો પણ ઉપયોગ કરી શકો છો.
બીજું, તમને અત્યારે તમારી ફ્રેન્ડ્સના પ્રાઇવેટ પાર્ટ્સ ટચ કરવાની મજા આવે છે એ ઍક્ચ્યુઅલી ક્યુરિયોસિટી છે, બાયો-સેક્સ્યુઅલિટી નહીં. તમારે બૉયફ્રેન્ડ્સ ન હોય તો એની પાછળ તમારો શરમાળ સ્વભાવ જવાબદાર હોઈ શકે. તમે જેટલું કહ્યું છે એના આધારે જરા પણ માની ન શકાય કે તમે બાયો છો એટલે તમે એ બાબતમાં નચિંત થઈ જાઓ.
