Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > હવે રાહ જોઈશ તો પૂરતી ચૉઇસ નહીં મળે

હવે રાહ જોઈશ તો પૂરતી ચૉઇસ નહીં મળે

12 May, 2023 03:43 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

મને વિકલ્પો નહીં મળે એવી નકારાત્મકતા મનમાંથી કાઢી નાખવી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

કામવેદ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


એક વાર આ જ કૉલમમાં તમે કોઈ છોકરીને ડેસ્પરેશનમાં આવીને નવી રિલેશનશિપમાં ન જોડાવાની સલાહ આપેલી. એ મને બહુ કામ લાગેલી. એ વખતે હું પણ ઝટપટ કોઈ કમ્પૅન્યન હોવી જોઈએ એવી માનસિક અવસ્થામાં હતો અને જરાય કમ્પૅટિબિલિટી ન હોય એવી છોકરી સાથે ગમેએમ કરીને ચોકઠું ગોઠવવા મથી રહ્યો હતો. મારું ડેસ્પરેશન છે એ સમજાતાં મને વાર લાગી, પણ સમજાયા પછી હું સ્વસ્થ થયો. આ વાતને છ મહિના થઈ ગયા અને નાઉ આઇ ઍમ સ્ટેબલ. હવે મારામાં ડેસ્પરેશન નથી, પણ મને લાગે છે કે હવે જો હું વધુ રાહ જોઈશ તો મારી આસપાસના વિકલ્પો ઘટતા જશે. મને જેની પર ક્રશ હોય અથવા તો જેની સાથે મને થોડુંક ફાવતું હતું એવી છોકરીઓ પણ કાં તો પરણી ગઈ છે અને કાં ઍન્ગેજ્ડ છે. હું ૨૬ વર્ષનો છું અને મને લાગે છે કે જો હવે હું ગંભીર રિલેશનશિપમાં નહીં આવું તો કદાચ પછી પૂરતી ચૉઇસ નહીં મળે. 

મને સારા વિકલ્પો નહીં મળે માટે હું જે સામે આવે છે એમાંથી પસંદગી કરી લઉં એવી ઉતાવળ ફીલ થવી એ એક પ્રકારની નેગેટિવ ફીલિંગ જ છે. બીજી તરફ આપણે હજી સારું પાત્ર મળશે એમ વિચારીને વધુ ‘ચૉઇસીસ’ એક્સપ્લોર કરતા રહીએ એ પણ ઠીક નથી જ. 



મને વિકલ્પો નહીં મળે એવી નકારાત્મકતા મનમાંથી કાઢી નાખવી. સામાન્ય રીતે ટીનેજ પતે અને યુવાનીમાં પ્રવેશ થાય એ સમયગાળા દરમ્યાન વ્યક્તિ ઘણીબધી ચૉઇસીસ એક્પ્લોર કરવામાં લાગેલી હોય છે. તમે જોશો તો ૨૦થી પચીસ વર્ષ દરમ્યાન તમારી ઘણીબધી વિજાતીય વ્યક્તિ સાથે દોસ્તી થાય છે. એ પછી તમે કહ્યું એમ લોકો ઠરીઠામ થવા લાગ્યા હોય છે. હું એવું માનું છું કે પચીસેક વર્ષ પછી જ તમે તમારા જીવનના ગોલ્સ, લાઇફસ્ટાઇલ, ગમા-અણગમા બાબતે સ્પષ્ટ થતા હોવ છો અને એટલે તમે તમારા રસના વિષયોમાં ઊંડા ઊતરો છો અને ત્યાં તમને લાઇક-માઇન્ડેડ લોકો મળે છે. આ સમય છે જેમાં સંબંધોને લઈને મૅચ્યોરિટી પણ આવવા લાગી હોય છે. જીવનમાં શું જોઈએ છે એની સમજણ ડેવલપ થતી હોય છે. રહી જવાશે એવી ઍન્ગ્ઝાયટીને બદલે લાઇક-માઇન્ડેડ વ્યક્તિ ચોક્કસ મળશે જ એવા મેન્ટલ સ્ટેટમાં હશો તો નૅચરલી જ પૉઝિટિવ રિલેશનશિપ આકાર લેશે. 


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2023 03:43 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK