સામાન્ય રીતે કમળો થયા પછી ખાવા-પીવાની કે સિગારેટ-તમાકુની ઇચ્છા ન થવી એ મુખ્યત્વે છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઉંમર ૬૧ વર્ષની છે. થોડા સમય પહેલાં મને કમળો થયો હતો, પણ અઠવાડિયા પહેલાં જ મારો એ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હવે મને વીકનેસ પણ નથી. મારે જાણવું એ છે કે હવે હું સેક્સ કરું તો મારી વાઇફને કોઈ વાંધો આવે કે નહીં? કમળો થયો હતો એ દરમ્યાન મેં બે-ત્રણ વખત હસ્તમૈથુન કર્યું હતું. એ સમયે મારા ધ્યાનમાં આવ્યું કે મારા વીર્યમાં પીળા રંગની છાંટ વધારે હતી. એવું બને કે પછી એ મારો ભ્રમ હશે? વસઈ
કમળો થયો હોય એ દરમ્યાન કેટલીક બાબતોમાં અરુચિ આવી જાય છે. સામાન્ય રીતે કમળો થયા પછી ખાવા-પીવાની કે સિગારેટ-તમાકુની ઇચ્છા ન થવી એ મુખ્યત્વે છે. આ જ કારણે તમાકુનું વ્યસન હોય એવા ૧૦માંથી ૪ના વ્યસન કમળાની સારવાર દરમ્યાન છૂટી જતા હોય છે.
ADVERTISEMENT
અરુચિ આવી જાય એવી ઇચ્છાઓમાં સેક્સ પણ છે. એ દરમ્યાન કામવિષયક વાતો પ્રત્યે પણ અરુચિ આવી જતી હોય છે અને એમ છતાં ધારો કે કોઈને ઇચ્છા થાય અને હસ્તમૈથુન કરે તો એમાં કોઈ નુકસાન થતું નથી; પણ હા, સંભોગ કરવામાં નિષેધ ખરો. જો કમળો હેપેટાઇટિસ-બી પ્રકારનો હોય તો તમે અજાણતા જ પાર્ટનરને ચેપ આપો છો. ધારો કે એ પછી પણ સેક્સ કરવામાં આવે તો એ સમયે કૉન્ડોમનો વાપરવું વધારે ઉચિત છે અને લિપ્સ-ટુ-લિપ્સ કિસ ન કરવાનો નિયમ પણ પાળવો ખૂબ જરૂરી છે. કમળાની અસર હોય ત્યાં સુધી સેક્સની બાબતમાં પૂર્ણવિરામ મૂકવું વધારે યોગ્ય અને ઉચિત છે.
આ પણ વાંચો : પ્રાઇવેટ પાર્ટમાં ચીજો ઇન્સર્ટ કરવાની આદત પડી ગઈ છે, શું કરવું?
આમ છતાં જો તીવ્ર કામેચ્છા થાય અને તમે હસ્તમૈથુન કરો તો એનાથી તમારું લીવર વધારે નથી બગડવાનું. કમળો થયો હોય ત્યારે આંખોમાં અને પેશાબમાં પીળાશ દેખાય છે. એવી જ રીતે વીર્ય પણ નૉર્મલ કરતાં વધારે પીળું દેખાય એ પણ સામાન્ય છે. આ સમયમાં બાળકનું પ્લાનિંગ કરવું નહીં. જોકે તમારા કેસમાં એ વાત લાગુ નથી પડતી એટલે એની ચિંતા કરવાની જરૂર નથી, પણ અન્ય લોકોની જાણ ખાતર આ વાતની સ્પષ્ટતા કરી છે. અમુક બીમારી એ પ્રકારની હોય છે જે દરમ્યાન પ્રેગ્નન્સી વિશે વિચારવું હિતાવહ નથી હોતું. કૅન્સરની સારવાર દરમ્યાન તો આ વાત ખાસ લાગુ પડે છે.
તમારો કમળાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે એટલે હવે તમે કોઈ જાતનો સંકોચ નહીં રાખો તો ચાલશે.


