એકલી વ્યક્તિ માટે મૅસ્ટરબેશન એક સારી આદત સમાન છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૨૮ વર્ષની છે. લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનમાં છું, જેને કારણે બૉયફ્રેન્ડને છ-આઠ મહિને માંડ એક વાર મળવાનું બને છે. લૉકડાઉનમાં મને ગંદી આદત પડી છે. એ સમયે મળી શકાતું નહોતું એટલે ફિઝિકલ નીડને કારણે હું મૅસ્ટરબેશન કરવા માંડી. એમાં મજા આવવા લાગી અને એ પછી એક્સપરિમેન્ટ તરીકે મેં પ્રાઇવેટ પાર્ટમાં પેનિસ સાઇઝની ચીજવસ્તુ ઇન્સર્ટ કરવાની શરૂ કરી. એમાં મને કૅન્ડલમાં બહુ મજા આવી એટલે મેં કૅન્ડલને જ પેનિસનો શેપ આપીને રેગ્યુલર ઇન્સર્શન શરૂ કર્યું. જોકે હવે મને એના વિચારોથી સંકોચ થવા માંડ્યો છે. મારે આ આદત છોડવી છે. ગોરેગામ
જુઓ, મનમાંથી એક વાત કાઢી નાખો કે આ ખરાબ આદત છે. એકલી વ્યક્તિ માટે મૅસ્ટરબેશન એક સારી આદત સમાન છે. ઉત્તેજના વચ્ચે માણસ બીજા તરફ જલદી આકર્ષાઈ જતો હોય છે. બીજા તરફ માત્ર શારીરિક આકર્ષણના આધારે ખેંચાવું એ સામાજિક દૃષ્ટિકોણથી પણ ખોટું છે. આપણે એવા સંબંધોને સ્વીકારી નથી શકતા એટલે મૅસ્ટરબેશન ખરાબ છે એવું ધારવું નહીં.
ADVERTISEMENT
મૅસ્ટરબેશનને લીધે તમે આવેગોને સંતોષી લો છો અને ફિઝિકલ રિલેશનનો ભ્રામિક આનંદ લો છો એ મહત્ત્વનું છે એટલે સૌથી પહેલી સલાહ એ કે મૅસ્ટરબેશનને ખરાબ માનવાનું છોડી દો અને એનો કોઈ ભય ન રાખો. મૅસ્ટરબેશન ખરાબ નથી, પણ એ ઘણી વાર તમને ખરાબ કે પછી ઑકવર્ડ પરિસ્થિતિમાં મુકાવાથી બચાવવાનું કામ કરી જાય છે. વાત રહી પ્રાઇવેટ પાર્ટમાં કૅન્ડલ કે એવી પછી એવી ચીજવસ્તુ ઇન્સર્ટ કરવાની જે તમને પેનિસની ફીલ આપે.
તમે કૅન્ડલનો ઉપયોગ કરો છો તો ઘણાં કેળાં-કાકડીનો ઉપયોગ કરે છે, પણ એક ઍડ્વાઇઝ છે કે એનો સીધો ઉપયોગ કરવાને બદલે એના પર કૉન્ડોમ ચડાવો, જેથી ઇન્ફેક્શન લાગે નહીં. આવી ચીજવસ્તુ ડાયરેક્ટ્લી વાપરવી ન જોઈએ. તમે વાઇબ્રેટર પણ લઈ શકો છો, જેમાં ચોક્કસપણે વધારે મજા આવશે. વાઇબ્રેટર હવે ઑનલાઇન પણ મળે છે એટલે બહારથી ખરીદવાનો સંકોચ પણ રહેશે નહીં. વાઇબ્રેટરમાં પણ મોટી રેન્જ છે અને રિમોટ વાઇબ્રેટર પણ આવે છે, જેનાથી તમે સ્પીડ કન્ટ્રોલ કરી શકશો. આખી વાતનું મૉરલ એટલું કે મૅસ્ટરબેશનને ખરાબ કે ખોટું માનો નહીં.


