Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > વાઇફ સાથે કપડાં વિના સૂવાની એવી આદત છે

વાઇફ સાથે કપડાં વિના સૂવાની એવી આદત છે

01 February, 2023 04:17 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

આદતને છોડવાની ત્યારે જ જરૂર પડે જ્યારે બેમાંથી એક વ્યક્તિ એનો સ્વીકાર પરાણે કે પછી કમને કરી રહી હોય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કામવેદ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મારી ઉંમર ૬૧ વર્ષની છે અને મારી પત્ની મારાથી એક વર્ષ નાની એટલે કે ૬૦ વર્ષની છે. ૩પ વર્ષનું સુખી દામ્પત્યજીવન છે. બાળકોનાં પણ લગ્ન થઈ ગયાં છે અને તેઓ પણ તેમના ઘરે સુખેથી જીવે છે. લૉકડાઉનથી મને એક વિચિત્ર આદત પડી છે. મને પત્નીનાં બ્રેસ્ટ પકડી એની નિપલ મોઢામાં રાખીને એક પણ કપડા વિના નગ્ન સૂવાની આદત પડી છે તો પત્નીને પણ મારી ઇન્દ્રિય પકડીને સૂવાની આદત પડી છે. લૉકડાઉનમાં તો કોઈ એકબીજાને ત્યાં અવરજવર નહોતું કરતું એટલે અમે આ અવસ્થાનો ભરપૂર આનંદ લેતાં, પણ પછી બધું શરૂ થયું એટલે મને થયું કે મારી આવી આદતમાં સુધારો કરવો જોઈએ. અમે ટ્રાય કરીએ છીએ, પણ આદત એવી પડી છે કે આજે દોઢેક વર્ષ પછી પણ એ રીતે ન સૂઈએ તો બેમાંથી કોઈને ઊંઘ નથી આવતી. શું આદત અયોગ્ય અને અસામાન્ય છે જો હા, તો કેવી રીતે એ છોડવી? મીરા રોડ

આ પણ વાંચો : ચેસ્ટ સાવ ફ્લૅટ છે, બ્રેસ્ટ ભરાવદાર કરવા શું કરવું?



પતિ-પત્ની વચ્ચેની કોઈ પણ ક્રિયા જો બન્નેની અનુમતિથી થતી હોય તો એ આવકારવા યોગ્ય છે. એનો વિરોધ કરવાની કે પછી એના માટે મનમાં કુશંકાઓ લાવવાની કોઈ જરૂર નથી. આદતને છોડવાની ત્યારે જ જરૂર પડે જ્યારે બેમાંથી એક વ્યક્તિ એનો સ્વીકાર પરાણે કે પછી કમને કરી રહી હોય. તમારી વાત વાંચતાં એવું લાગતું નથી કે બેમાંથી કોઈ કમને એવું કરી રહ્યાં છો એટલે એના માટે છોછ રાખવાની જરૂર નથી. રિટાયરમેન્ટ પછી સ્વાભાવિક રીતે હવે તમે સ્ટ્રેસમાંથી મુક્ત થઈ ગયા છો એટલે તમે તમારી લાઇફ તમારી ઇચ્છા મુજબ જીવો એમાં ખોટું શું છે? ખાસ કરીને ત્યારે, જ્યારે એ કોઈને નડતર બનનારી સ્ટાઇલ નથી. તમે અને તમારાં પત્ની જે કરો છો એ અસામાન્ય કે અયોગ્ય નથી એટલે બન્નેને પસંદ હોય તો એ બંધ કરવાની જરૂર નથી. સેક્સને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી એટલે તમારી આ રીતભાતને ઉંમર સાથે જોડો એ યોગ્ય નથી. વાત્સ્યાયન પણ કહે છે કે પતિ-પત્ની રાજી હોય તો તેમને ગમે એ ક્રિયા સુખેથી કરી શકે છે. એકલા જ રહો છો તો મનમાંથી આ ગેરસમજ કાઢીને તમારું અંગત જીવન જીવી શકો છો. હા, આ આદતને તમારા એકાંત સુધી સીમિત રાખજો. કોઈને ત્યાં જાઓ ત્યારે એની જરૂર ન રહે એનું ધ્યાન રાખજો.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 04:17 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK