Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > વોટ્સએપ પર હવે જૂનામાં જૂનો મેસેજ પણ સરળતાથી મળશે, લૉન્ચ થયું ધમાકેદાર ફીચર

વોટ્સએપ પર હવે જૂનામાં જૂનો મેસેજ પણ સરળતાથી મળશે, લૉન્ચ થયું ધમાકેદાર ફીચર

30 January, 2023 12:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ફીચરની મદદથી તમે તારીખના આધારે સર્ચ કરીને ખૂબ જૂના મેસેજ પણ સરળતાથી શોધી શકો છો. આ ફીચર iOS પર નવીનતમ WhatsApp 23.1.75 અપડેટ સાથે રજૂ કરવામાં આવ્યું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વોટ્સએપે (WhatsApp) હાલમાં જ તેના યુઝર્સ માટે નવું `સર્ચ બાય ડેટ` (Search By Date) ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની (WhatsApp New Feature) ખાસિયત એ છે કે આની મદદથી તમે તારીખના આધારે સર્ચ કરીને ખૂબ જૂના મેસેજ પણ સરળતાથી શોધી શકો છો. આ ફીચર iOS પર નવીનતમ WhatsApp 23.1.75 અપડેટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ લેખમાં, અમે તમને જણાવીશું કે તમે તમારા iPhone પર આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. જોકે, આ ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે તમે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યું હશે.

તારીખ દ્વારા કઈ રીતે શોધવો મેસેજ?



  • તમારા iPhone પર WhatsApp ઑપન કરો.
  • હવે, કોઈપણ ચેટ ઑપન કરો જેમાં તમે કોઈ મેસેજ શોધવા માગો છો.
  • હવે કૉન્ટેક્ટના નામ પર ટેપ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. અહીંથી તમે કોઈપણ મેસેજ સર્ચ કરી શકો છો. તમારે તે મેસેજના કીવર્ડ્સ દાખલ કરવા આવશ્યક છે.
  • જો તમે કોઈ ચોક્કસ તારીખે મોકલેલા સંદેશને શોધવા માગતા હો, તો તમને તમારી સ્ક્રીનના જમણા ખૂણે કેલેન્ડર આઇકોન દેખાશે.
  • કેલેન્ડર આઇકોન પર ટેપ કરવાથી તારીખ સિલેક્શન ટૂલ આવશે. તમે જે મેસેજ શોધી રહ્યાં છો તે શોધવા માટે વર્ષ, મહિનો અને તારીખ પસંદ કરો અને તે તારીખની ચેટ ખૂલી જશે.

આ પણ વાંચો: Google Doodle: ગણતંત્ર દિવસના અવસરે ગૂગલે શૅર કર્યું ભારતની છબી દર્શાવતું ડૂડલ

WhatsApp ઘણા અપડેટ્સ લાવ્યું છે


WhatsApp તેના પ્લેટફોર્મને બહેતર બનાવવા માટે નવા-નવા ફીચર્સ લાવતું રહે છે. તારીખ દ્વારા સર્ચ કરવા ઉપરાંત વોટ્સએપ વધુ એક ઉપયોગી ફીચર પણ લાવ્યું છે, જેમાં તમે પોતાને મેસેજ કરી શકો છો. આ ફીચરનું નામ છે મેસેજ યોરસેલ્ફ. આ ફીચરની મદદથી તમે વોટ્સએપ પર જ મહત્વપૂર્ણ નોટ્સ બનાવી અને સ્ટોર કરી શકો છો. વધુમાં, તમારે ઓનલાઈન દેખાવું છે કે નહીં તે પણ તમે સેટ કરી શકો છો. હવે એ તમારા હાથમાં છે કે તમને ‘ઓનલાઈન’ કોણ જોઈ શકશે. એટલું જ નહીં, હવે WhatsApp એક નવા ફીચર પર પણ કામ કરી રહ્યું છે, જેના પછી તમે ઓરિજિનલ ક્વૉલિટીમાં મીડિયા ફાઇલ્સ શૅર કરી શકશો.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2023 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK