તમારો ફોન કોઈ જોતું હોય તો પણ ટેન્શન લેવાની નહીં પડે જરુર : જાણી લો ‘ચેટ લૉક’ કઈ રીતે એક્ટિવ કરવું
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
શું તમે તમારો ફોન કોઈને આપતી વખતે તમને ડર લાગે છે? તમારા પ્રાઇવેટ ચેટ કોઈ વાંચી લેશે તેનો ડર સતાવે છે? સામેની વ્યક્તિ તમારા મેસેજ જોઈ લેશે તો? પણ હવે તમારે ચિંતા કરવાની જરુર નથી. વોટ્સએપ (WhatsApp) તમારી આ પ્રકારની ચિંતાઓનું સમાધાન કરવા માટે એક નવું ફીચર લઈને આવ્યું છે. પોતે જ આ ચિંતાનું સમાધાન કર્યું છે. હવે વૉટ્સએપ પર એક ફીચર વું આવ્યું છે જેમાં તમે તમારી પ્રાઈવેટ ચેટ્સને લોક કરી શકો છો. આ ચેટ્સ પાસવર્ડ કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન વગર ખોલી શકાતી નથી. આ ફિચર છે ‘ચેટ લૉક’ (Chat Lock).
ચેટ લૉક ફીચરની આ સુવિધા એન્ડ્રોઇડ અને આઇફોન્સમાં પહેલેથી જ છે કે તમે એપ્લિકેશનને લોક કરી શકો છો અને તેને પિન વડે સુરક્ષિત કરી શકો છો. આ ફીચરથી વોટ્સએપને લોક પણ કરી શકાય છે. પરંતુ નવું ફીચર વોટ્સએપમાં જ કોઈ ચોક્કસ ચેટને લોક કરવાની સુવિધા આપે છે. એટલું જ નહીં, આ ચેટ્સ એક અલગ ફોલ્ડરમાં સેવ કરવામાં આવશે. આ સાથે જ નોટિફિકેશનમાં મેસેજ મોકલનારનું નામ અને મેસેજ બંને છુપાવવામાં આવશે. તે ત્યારે જ દેખાશે જ્યારે યુઝર તેને અંકિત કરશે. એટલે હવે તમારે તમારી પ્રાઇવેટ ચેટ્સ વિશે બેફિકર રહેવાની જરુર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો – વૉટ્સઍપથી બદલી શકાશે તમારા ફેસબુકની સ્ટોરી
વોટ્સએપની માલિકીની કંપની મેટા (META)ના સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg)એ ફેસબુક (Facebook) પોસ્ટમાં ચેટ લૉક ફીચરની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘WhatsAppમાં નવી લૉક કરેલી ચેટ્સ તમારી વાતચીતને વધુ ખાનગી એટલે કે વધુ સુરક્ષિત બનાવશે. આ ફીચર તમારી સંપૂર્ણ ચેટને પાસવર્ડ દ્વારા સુરક્ષિત કરશે. તે આ બધી માહિતી એક અલગ ફોલ્ડરમાં રાખશે. જ્યારે કોઈ તમને મેસેજ કરે છે અને તમે ચેટ લૉક કરો છો, ત્યારે મોકલનારનું નામ અને મેસેજ બન્ને છુપાવવામાં આવશે. જો તમે કોઈ ચેટને લૉક કરો છો તો તેને ફક્ત પાસવર્ડ કે બાયોમેટ્રિક દ્વારા જ જોઈ શકાશે. આ ફીચર ચેટને નોટિફિકેશનમાંથી પણ હટાવી દેશે. એટલે કે, તમે કોઈની સાથે ચેટ લોક કરી દીધી છે, પછી જો કોઈ બીજાના હાથમાં ફોન હશે તો પણ તેઓ તેને જોઈ શકશે નહીં. ઉપરાંત, આ ચેટ સંબંધિત કોઈ સૂચના આવશે નહીં.’
‘આ ફીચર એવા લોકો માટે લાભદાયી છે જેઓ પોતાનો ફોન એક યા બીજા કારણોસર અન્ય લોકોને આપે છે. ફોન પણ પરિવારના સભ્યો સાથે શેર કરવાનો હોય છે. આવી સ્થિતિમાં તેની અંગત બાબતો હંમેશા ખાનગી રહેશે. આ ચેટ લૉક ફીચરના ઉપયોગ માટે ફોનમાં લૉક રાખવું જરુરી નથી. માત્ર ચેટ લૉક કરી શકાશે.’, એમ ઝકરબર્ગે ઉમેર્યું હતું.
આ પણ વાંચો – WhatsApp હવે ચલાવી શકાશે એકસાથે ચાર મોબાઈલ પર
વોટ્સએપ પર ‘ચેટ લૉક’ કઈ રીતે એક્ટિવ કરશો?
- સૌ પ્રથમ, તમારે પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર જઈને તમારું વોટ્સએપ અપડેટ કરવું પડશે
- આ પછી WhatsApp ખોલો
- તમે લૉક કરવા માંગો છો તે ચેટ ખોલો
- પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો
- આ પછી, તમને ડિસઅપિયરિંગ મેસેજ મેનૂ હેઠળ ચેટ લૉકનો વિકલ્પ દેખાશે તેને એક્ટિવ કરો
- તે પછી પાસવર્ડ અથવા બાયોમેટ્રિકની મદદથી તેને ઑથેન્ટિક કરો
- આમ એક ચોક્કસ ચેટ લૉક થઈ જશે
- લૉક કરેલી ચેટને ઍક્સેસ કરવા માટે, તમારે વોટ્સએપ હોમ પેજ પર સ્વાઇપ ડાઉન કરવું પડશે, જ્યાં લૉક કરેલી ચેટ્સનું લિસ્ટ દેખાશે