Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > વારંવાર થાય છે કૉમ્પ્યુટર હેન્ગ? મિનિટોમાં થઈ જશે સુપરફાસ્ટ, જાણો ટ્રિક

વારંવાર થાય છે કૉમ્પ્યુટર હેન્ગ? મિનિટોમાં થઈ જશે સુપરફાસ્ટ, જાણો ટ્રિક

12 November, 2021 04:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેટલાય લોકો લેપટૉપ અને કૉમ્પ્યુટરની ખરાબ સ્પીડ થકી હેરાન થતા હોય છે. અનેક વાર આ મુશ્કેલી એટલી વધી જાય છે કે સિસ્ટમ સંપૂર્ણ રીતે હેન્ગ થઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અનેક વાર આ પ્રકારના આર્ટિકલ દ્વારા તમારી સાથે માહિતી શૅર કરવામાં આવે છે કે કેવી રીતે સ્માર્ટફોનની સ્પીડ વધારી શકાય છે. આ ટ્રિક્સ ફોલો કર્યા પછી કદાચ જ તમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય. પણ જરૂરી નથી કે ફોનની મુશ્કેલીમાંથી છૂટ્યા બાદ હવે કૉમ્પ્યુટરની મુશ્કેલીમાંથી પણ છૂટકારો મળી ગયો. કેટલાય લોકોને કૉમ્પ્યુટર અને લેપટૉપના પ્રોસેસિંગ સ્પીડમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલ આ ખૂબ જ સામાન્ય મુશ્કેલી બની ગઈ છે. કેટલાય લોકો લેપટૉપ અને કૉમ્પ્યુટરની ખરાબ સ્પીડ થકી હેરાન થતા હોય છે. અનેક વાર આ મુશ્કેલી એટલી વધી જાય છે કે સિસ્ટમ સંપૂર્ણ રીતે હેન્ગ થઈ જાય છે.

આ મુશ્કેલીથી છૂટકારો મેળવવા માટે આપણે સિસ્ટમ બંધ કરવી પડે છે. તો, અનેકવાર સિસ્ટમ રિબૂટ પણ કરવી પડે છે. આથી સિસ્ટમ હેન્ગ ઇશ્યૂ તો ઉકેલાઇ જાય છે પણ ઘણીવાર આપણું કામ પણ ડિલીટ થઈ જાય છે. જોકે, દરવખતે આવું નથી થતું. એવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ જોવા જઈએ તો સિસ્ટમ હેન્ગ થવાની મુશ્કેલી ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આથી લોકોનો માત્ર સમય જ નહીં પણ કામ ડિલીટ કરવાની મુશ્કેલી પણ સાથે આવી છે.



જો તમે પણ આ મુશ્કેલીથી કંટાળ્યા છો તો આજે અહીં તમારી માટે એક એવી ટ્રિક શૅર થઈ રહી છે જે તમને આ મુશ્કેલીથી છૂટકારો અપાવશે. આ ટ્રિકનો ઉપયોગ કરીને તમને કૉમ્પ્યુટર કે લૅપટૉપમાં હેન્ગ થવાના ઇશ્યૂ નહીં આવે. જાણો આ ટ્રિક...


જણાવવાનું કે કોઈપણ લેપટૉપ કે કૉમ્પ્યુટર ત્યારે જ હેન્ગ થશે જો તેમાં મોટી સંખ્યામાં જન્ક ફાઇલ્સ સ્ટોર થઈ જતી હોય. એવામાં તેમને ડિલીટ કરવી ખૂબ જ મહત્વની હોય છે. આ ટ્રિકની મદદથી તમે બધી જ નકામી ફાઇલ્સ પોતાના લેપટૉપ કે કૉમ્પ્યુટરમાંથી ડિલીટ કરી શકશો અને આની પ્રોસેસિંગ સ્પીડ વધારી શકશો. ફૉલો કરો આ સ્ટેપ્સ...

આ માટે તમારે સૌથી પહેલા કમાન્ડ પ્રૉમ્પ્ટ તમારી સિસ્ટમમાં શરૂ કરવી પડશે.
તમારી સિસ્ટમમાં સૌથી નીચેની તરફ વિન્ડોની બાજુમાં Command prompt લખીને સર્ચ કરવું.
ત્યાર બાદ એક વિન્ડો ઓપન થશે. આ ટેમ્પરરી વિન્ડો હોય છે. 
અહીં તમે જન્ક ફાઇલને ડિલીટ કરવા માટે એક કોડ નાખવાનો હોય છે. આ કોડ છે %SystemRoot%\explorer.exe %temp%\
જેવું તમે આ કોડ નાખીને એન્ટર થશો તો તમારી સામે એક વિન્ડો બીજી ખુલશે જેમાં બધી જ જન્ક ફાઇલ્સ હશે.
ત્યાર પછી તમારે ctrl A કરીને બધું જ સિલેક્ટ કર્યા બાદ બધી ફાઇલ્સ ડિલીટ કરી શકશો.


તમે ઇચ્છો તો Delete key અથવા shift + Delete પણ કરી શકો છો. આથી આ ફાઇલ્સ રિસાઇકલ બિનમાં પણ નહીં જાય.
જણાવવાનું કે આ સિવાય આ પ્રક્રિયા માટે તમારે del %temp%\. /s /q કમાન્ડનો ઉપયોગ કરવાનો રહેશે.
જ્યારે આ પ્રૉસેસ પૂરી થઈ જશે તો તમારા સિસ્ટમમાં જે-જે જન્ક ફાઇલ્સ છે તે ડિલીટ થઈ જશે.
આમ કરવાથી તમારી જરૂરી ફાઇલ્સ જેમની તેમ જળવાઇ રહેશે.
જન્ક ફાઇલ્સ જિલીટ કરીને કોઇ ડિસ્કની સ્પેસ પણ ખાલી કરી શકાય છે. આ માટે તમારે લોડિસ્ક કમાન્ડનો ઉપયોગ કરવાનો રહેશે. આ કમાન્ડ cleanmgr /lowdisk /e છે.
આ પ્રોસેસ પછી લેપટૉપ કે કૉમ્પ્યુટરમાંથી નકામી ફાઇલ્સ ડિલીટ થઈ જશે. 
આ આખી પ્રૉસેસ પછી તમારી સિસ્ટમ સુપરફાસ્ટ થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2021 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK