એમ કરવાથી ત્વચાના ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. એવામાં આપણે સાબુની જગ્યાએ કયો વિકલ્પ અપનાવી શકીએ કે પછી સાબુ જ વાપરવો હોય તો શું કરી શકાય જેથી કોઈ સમસ્યા ન થાય એ જાણીએ.
પ્રતીકાત્મક તસવીર
ઉનાળામાં ગરમી, પરસેવાને કારણે શરીર ચિપચિપુ લાગતું હોય છે એટલે સાબુ ઘસી-ઘસીને બધા નહાતા હોય છે, પણ શું તમને ખબર છે કે પરિવારના બધા જ સભ્યોએ એક જ સાબુથી નહાવાનું ટાળવું જોઈએ? આપણાં ભારતીય ઘરોમાં તો એક સાબુથી પરિવારના બધા જ સભ્યો નહાતા હોય એ ખૂબ કૉમન વસ્તુ છે. જોકે નિષ્ણાતો જનરલી એક સાબુથી નહાવાની સલાહ આપતા હોતા નથી.
કેમ સાબુ શૅર ન કરાય?
સાબુમાં બૅક્ટેરિયા અને જર્મ્સ જમા થતા હોય છે એટલે પરિવારના બધા સભ્યો જો એક જ સાબુનો ઉપયોગ કરતા હોય તો જર્મ્સ અને બૅક્ટેરિયા એકથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે. એને કારણે સ્કિન-ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. ખાસ કરીને ઘરમાં કોઈને સ્કિન-ઇન્ફેક્શન થયું હોય કે શરીરમાં કોઈ ઘાવ હોય તો એવા કેસમાં બીજા લોકો તેણે યુઝ કરેલો સાબુ વાપરે તો સમસ્યા થઈ શકે છે. એ સિવાય દરેક વ્યક્તિની સ્કિન-ટાઇપ અલગ હોય છે. એટલે કે કોઈની ત્વચા ઑઇલી હોય તો કોઈની ત્વચા ડ્રાય હોય. એથી વ્યક્તિ તેની ત્વચાની જરૂરિયાત મુજબનો સાબુ વાપરે તો એ વધુ સારું કહેવાય. હાઇજીનની દૃષ્ટિએ પણ બધા જ સભ્યો પોતપોતાનો સાબુ વાપરે એ વધુ સારું કહેવાય.
ઉપાય શું?
જો તમને એવું હોય કે ક્યાં બધાના અલગ-અલગ સાબુ ખરીદવાની અને પછી બાથરૂમમાં અલગથી રાખવાની માથાકૂટમાં પડવું? તો એવામાં તમે સાબુને બદલે બૉડીવૉશનો ઉપયોગ કરી શકો. જો બધાએ એક જ સાબુનો ઉપયોગ કરવો હોય તો નહાયા બાદ સાબુને પાણીથી ધોઈને પછી જ મૂકો. બીજી વ્યક્તિ નહાવા જાય તેણે પણ સાબુને પાણીથી ધોઈને પછી જ પોતાના શરીર પર ઘસવો. બધા જ લોકોનું નહાવાનું પતી જાય એ પછી સાબુને એવી જગ્યાએ મૂકી દો જ્યાં એ ડ્રાય રહે. તમારો સાબુ ભીનો ને ભીનો જ રહે તો એમાં બૅક્ટેરિયાનો ગ્રોથ વધુ થયા કરે.

