અમુક બાળકો રાત્રે ઊંઘમાં દાંત કચકચાવે છે. ઘણાંને ખૂબ ભૂખ લાગે તો ઘણાં બાળકોની ભૂખ મરી જાય છે
પ્રતીકાત્મક તસવીર
મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે જે વ્યક્તિ વધુ ગળ્યું ખાતી હોય તેને કરમિયા થઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે ગળ્યું ખાવાથી કરમિયા થતા નથી, પરંતુ જે વ્યક્તિને કરમિયા થયા હોય તે વ્યક્તિ વધુ ગળ્યું ખાતી હોય છે, કારણ કે કરમિયા પોતાનો ખોરાક વ્યક્તિના શરીરમાંથી મેળવતા હોય છે. કરમિયા થવાનું મૂળ કારણ ઇન્ફેક્શન જ છે, બીજું કાંઈ નહીં.




