Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પેરન્ટ્સે ટીનેજ સંતાનોના મોબાઇલ શું કામ નિયમિત ચેક કરતા રહેવું જોઈએ?

પેરન્ટ્સે ટીનેજ સંતાનોના મોબાઇલ શું કામ નિયમિત ચેક કરતા રહેવું જોઈએ?

17 June, 2024 07:25 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

આ પેરન્ટ્સની જવાબદારી છે અને એમાંથી છટકવા માટે પ્રાઇવસીનું બહાનું આપીને પેરન્ટ્સ સારા દેખાવાની કોશિશ કરે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ઘટના હૈદરાબાદની છે, પણ એની ઇમ્પૅક્ટ યુનિવર્સલ છે એટલે એના વિશે તમારી સાથે વાત કરવી છે. બન્યું એવું કે પંદરેક વર્ષની દીકરીએ સુસાઇડ કર્યું. એજ્યુકેશનના ભાર વચ્ચે તેણે આવું પગલું ભરવું પડ્યું હશે એવું માનીને કોઈ લાંબી કાર્યવાહી થઈ નહીં અને દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા. હું વાત કોઈ ક્રાઇમ કેસની નથી કરતો એટલે એવું માનતા નહીં. આપણે વાત કરવાની છે ટીનેજનાં બાળકોમાં કેવા ઇશ્યુઝ હોય છે એની. બધી વિ​ધિ પૂરી થયા પછી પંદરેક દિવસે તેના પેરન્ટ્સ દીકરીનો મોબાઇલ હાથમાં લીધો. પહેલાં પણ લીધો હતો, પણ તેમને અમુક ટેક્નિકની ખબર નહોતી. આ વખતે મોબાઇલ હાથમાં લીધા પછી તેમના ધ્યાનમાં આવ્યું કે દીકરીના સોશ્યલ મીડિયા પર એક રિયલ અને એક ફેક એમ બે અકાઉન્ટ હતાં. જે ફેક નામનું આઇડી હતું એ અકાઉન્ટ પરથી તે અમુક લોકો સાથે ચૅટ કરતી, જે ધીમે-ધીમે સેક્સમાં કન્વર્ટ થતી. પેલા લોકોએ પણ કંઈ તે છોકરીને બ્લૅકમેઇલ કરી હોય એવું પણ નહોતું, પણ છોકરીના ન્યુડ ફોટોગ્રાફ્સ જોઈ લીધા પછી, ઇલ્યુઝરી-પ્લેઝર ભોગવી લીધા પછી એ લોકોએ ચૅટ કરવાનું બંધ કરી દીધું હતું અને છોકરી એ બે-ત્રણ અકાઉન્ટ સતત ચેઝ કરતી રહી, જેને લીધે કદાચ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.


મારો આજનો મુદ્દો એ છે કે આજના પેરન્ટ્સમાંથી કેટલા પેરન્ટ્સ એવા છે જે પોતાની ટીનેજ દીકરી કે દીકરાના મોબાઇલ ચેક કરતા હશે? એક પેરન્ટ્સને મેં આ જ વાત કરી ત્યારે તેમણે એવી દલીલ કરી કે એ તો તેની પ્રાઇવસી પર તરાપ કહેવાય. ધૂળ તરાપ. આ પેરન્ટ્સની જવાબદારી છે અને એમાંથી છટકવા માટે પ્રાઇવસીનું બહાનું આપીને પેરન્ટ્સ સારા દેખાવાની કોશિશ કરે છે. દસમાંથી આઠ ટીનેજ સંતાનો પણ પોતાના મોબાઇલ પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખે છે. હું ઘણી સ્કૂલ-કૉલેજમાં લેક્ચર માટે જતો હોઉં છું ત્યારે કહેતો હોઉં છું કે જો તમે સાચા હો, જો તમે કંઈ ખોટું ન કરતા હો તો તમારે એવું કોઈ પ્રોટેક્શન મોબાઇલમાં રાખવાની જરૂર નથી, પણ તમને ખબર છે કે તમે ખોટું કરો છો એટલે જ તમારે પાસવર્ડ રાખવો પડે છે.



ટીનેજ એક એવી ઉંમર છે જે દરમ્યાન હૉર્મોન્સમાં ખાસ્સો મોટો બદલાવ આવતો હોય છે. આ સમયે ઑપોઝિટ અટ્રૅક્શન થાય જ. એ ન થાય તો નવાઈ! આ સમયે પેરન્ટ્સ તેની આસપાસ હોય એ બહુ જરૂરી છે, ખાસ કરીને દીકરીના પેરન્ટ્સ. સોશ્યલ મીડિયાના સમયમાં પેરન્ટ્સ પણ દીકરીના ઑફિશ્યલ અકાઉન્ટ સાથે જોડાયેલા હોવાથી છોકરીઓ ફેક અકાઉન્ટ બનાવે છે અને ઑપોઝિટ કૅરૅક્ટર શોધે છે જે હકીકતમાં શરીરમાં થતા સેક્સ્યુઅલ હૉર્મોનલ ચેન્જિસની અસર છે.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2024 07:25 AM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK