Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પેઇનકિલર બની શકે છે મ્યુઝિક

પેઇનકિલર બની શકે છે મ્યુઝિક

20 November, 2023 04:57 PM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

મુકેશ કે જગજિતનાં સૅડ સૉન્ગ્સ હોય કે મૂડને સ્વિફ્ટ કરી આપતાં ટેલર સ્વિફ્ટનાં સૉન્ગ્સ હોય, મ્યુઝિકની જાદુગરી દરેક વખતે કામ લાગે છે.

પેઇનકિલર બની શકે છે મ્યુઝિક

હેલ્થ ઇઝ વેલ્થ

પેઇનકિલર બની શકે છે મ્યુઝિક


મુકેશ કે જગજિતનાં સૅડ સૉન્ગ્સ હોય કે મૂડને સ્વિફ્ટ કરી આપતાં ટેલર સ્વિફ્ટનાં સૉન્ગ્સ હોય, મ્યુઝિકની જાદુગરી દરેક વખતે કામ લાગે છે. મ્યુઝિકની જાદુઈ શક્તિ દરદીઓનું દર્દ ઓછું કરવામાં મદદ કરે છે એ વાત પણ નવી નથી રહી. આવો જાણીએ કઈ રીતે શારીરિક અને માનસિક પીડા હરવામાં ઇફેક્ટિવ થાય છે

ફાઇબ્રોમાયેલ્જિયા, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, કૅન્સર, ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ જેવી બીમારીઓમાં થતા ક્રૉનિક અને ઍક્યુટ પેઇનમાં સંગીત સુકૂન આપે છે.‘એક બાર વર્ષની છોકરીને એન્સેફેલાઇટિસ નામની ગંભીર બીમારી થયેલી. તેના મગજ પર એટલી હદે અસર થયેલી કે તેની આંખો ફક્ત સીલિંગને જ તાકતી રહેતી અને તેનું બૉડી આખું સ્ટિફ રહેતું. તેના ઑપરેશન પછી તેને મલ્ટિપલ થેરપી સજેસ્ટ કરાયેલી, જેમાંની એક મ્યુઝિક થેરપી પણ હતી. પહેલી વખતે પિસ્તાળીસ મિનિટના મ્યુઝિક થેરપી સેશનમાં એ છોકરી જરાય હલવાનું નામ નહોતી લેતી, પણ છેલ્લી દસ મિનિટમાં તેના પગનો અંગૂઠો સહેજ હલવા લાગ્યો. આ પછીના સેશનમાં તેણે હાથ હલાવ્યો અને આમ કરતાં ચોથા સેશન સુધીમાં એ લગભગ ૮૦ ટકા જેટલી રિસ્પૉન્ડ કરતાં થઈ ગયેલી. આજે એ છોકરી સ્વિમિંગ શીખી રહી છે. મ્યુઝિકમાં આવો જાદુ છે.’ 


આ વાત કરતાં ટેડેક્સ સ્પીકર તથા મ્યુઝિક થેરપિસ્ટ તરીકે છેલ્લાં ૧૮ વર્ષોથી કાર્યરત રોશન મનસુખાની કહે છે, ‘ધારો કે આપણે આંખો બંધ કરીને અડધો કલાક આપણને ગમે એવું સંગીત સાંભળીએ. વોકલ-ઇન્ટ્રુમેન્ટલ, લોકલ કે ફૉરેન મ્યુઝિક કાંઈ પણ સાંભળીએ. એ પૂરું થશે પછી થોડા સમયમાં જ આપણે પાછા એ જ લાઇફમાં આવીએ છીએ જેમાં આપણે ઍક્ચ્યુઅલી એક્ઝિસ્ટ કરીએ છીએ. આપણી તબિયત અને રિયલિટી જેવી હોય એવી આપણે એમાંથી પાસ થવું પડે છે. અહીં પેઇન પણ પાછું આવે છે અને જીવનની જે-તે તકલીફો, ટૉક્સિસિટી પણ સાથે આવે છે. આ ફેરને દૂર કરે છે મ્યુઝિક થેરપી. જોકે મ્યુઝિક થેરપી કંઈ રિયલિટી ચેન્જ નથી જ કરતી, પણ એને લીધે રિયલિટીનો સ્વીકાર કરવાની ક્ષમતાઓ ખૂબ જ વધી જાય છે. આપણે મ્યુઝિક ઇન્ટરવેન્શનથી એ જ શીખવવાનું છે કે વધુને વધુ દરેક પરિસ્થિતિને સ્વીકારીએ. ટૉલરન્સ અને કૉન્ફિડન્સ વધે તો ક્ષમતાઓ પણ વધે છે.’
પેઇન અને મ્યુઝિકનો સંબંધ 

એક રિસર્ચમાં એવું તારણ મળ્યું છે કે વિવિધ પ્રકારના ક્રૉનિક પેઇનમાં મ્યુઝિકલ ઇન્ટરવેન્શનને લીધે સેલ્ફ-અડૉપ્ટેડ ક્રૉનિક પેઇન અને અસોસિએટેડ ડિપ્રેસિવ સિમ્પ્ટમ્સમાં ઘટાડો થાય છે. આ રિસર્ચમાં કૅન્સર, ફાઇબ્રોમાયેલ્જિયા, મલ્ટિપલ સ્ક્લેરોસિસ અથવા ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ જેવી બીમારીઓમાં થતા ક્રૉનિક અને ઍક્યુટ પેઇનમાં મ્યુઝિકની અસર તપાસવામાં આવેલી. તારણમાં મળ્યું કે મ્યુઝિક સેલ્ફ-અડૉપ્ટેડ પેઇન અને ક્રૉનિક પેઇન સાથે સંકળાયેલી કૉમન કોમૉર્બિડિટીઝને ઘટાડે છે.


આ વાત સાથે સહમત થતાં રોશન મનસુખાની કહે છે, ‘મ્યુઝિકનો મૂડ સાથેનો સંબંધ જૂનો અને જાણીતો છે. એનાથી થતા અઢળક ફાયદાઓમાંનો એક ફાયદો છે કે એ પેઇન રિડ્યુસ કરવામાં મદદરૂપ થાય છે. મ્યુઝિક પર થયેલા અનેક રિસર્ચ દરમિયાન અલગ-અલગ સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ધરાવતા અનેક દરદીઓના ઍક્યુટ અને ક્રૉનિક પેઇન પર મ્યુઝિકની અસર તપાસવામાં આવી અને એકંદર પુરાવાઓમાં સાબિત થયું છે કે દરદીઓ પર મ્યુઝિકનું ઇન્ટરવેન્શન ન કેવળ એમના પેઇનની ઇન્ટેન્સિટી ઘટાડે છે, પણ પેઇનને લીધે બૉડીમાં ઊભા થતા સ્ટ્રેસને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. મ્યુઝિક થેરપિસ્ટનું કામ એક હીલર કરતાં હોલિસ્ટિક કાઉન્સેલિંગનું વધુ હોય છે. આપણા જે-તે પેઇનનું સિગ્નલ મગજમાંથી આવતું હોય છે. એક નાનકડા એવા પેટ દર્દનું સિગ્નલ પણ મગજ આપે છે. એવા સમયે સિમ્પ્ટમ્સ પાછળ દોડવા કરતાં એનાં ટ્રિગર શું છે એ જાણવું જરૂરી થઈ જાય છે. ફિઝિકલ પેઇનમાં પણ મગજથી બૉડીમાં જે સ્ટ્રેસ જનરેટ થાય છે એ પેઇનની ઇન્ટેન્સિટી વધારી દે છે. કોઈનો ઍક્સિડન્ટ થાય, હાડકાં ભાંગ્યાં હોય ત્યારે તેને તકલીફ થાય જ પણ એ સમયે તેનું બૉડી સ્ટ્રેસમાં આવીને તકલીફ વધારે નહીં ત્યાં મ્યુઝિક થેરપિસ્ટનું કામ આવે.’

કઈ રીતે થાય આ કામ?
છેલ્લાં સાત વર્ષમાં ૩૪ લોકોને મ્યુઝિક થેરપી આપીને સુસાઇડલ થૉટ્સમાંથી બહાર કાઢનારા રોશન મનસુખાની કહે છે, ‘સામાન્ય રીતે મગજમાંથી ડોપામીન નામનો ન્યુરોટ્રાન્મીટર રિલીઝ થાય છે જે ખુશી, સહાનુભૂતિ, વિશ્વાસ, ઉન્માદ, સ્વતંત્રતાનો અહેસાસ અપાવે છે. જ્યારે આ ન્યુરોટ્રાન્સમીટરનું લેવલ ઘટે છે ત્યારે ડિપ્રેશન પણ આવે છે. ઘણા લોકો ડ્રગ્સ લઈને કૃત્રિમ રીતે ડોપામીન લેવલ વધારીને હૅપી ફીલ કરે છે, જે નુકસાનકારક નીવડે છે. એને બદલે મ્યુઝિક થેરપીમાં મ્યુઝિકનાં પ્રી-રેકૉર્ડેડ સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે જે દરદીઓને દરેક સેશનમાં સંભળાવવામાં આવે છે. પહેલાં પંદર મિનિટથી લઈને પિસ્તાળીસ મિનિટ સુધીમાં દરદીઓ રિલૅક્સ ફીલ કરે છે. કેટલાય લોકો બોલી નથી શકતા. એમને બોલતા કરવા પણ જરૂરી છે. એ કામ આવાં સેશન્સમાં થાય છે. ક્યારેક તો મ્યુઝિકથી હટીને લોકો વાત જ કરવા માંડે છે એ પણ પેઇન ઘટાડે છે. કોઈ પણ પેઇનફુલ સિચુએશનમાં લડવાનું મૂળ હથિયાર કૉન્ફિડન્સ છે અને મ્યુઝિક સેશન્સ એને બૂસ્ટ કરવાનું કામ કરે છે. બીજું કે આપણા પેઇનમાં સૌથી વધુ તકલીફ આપણું પેઇન માટેનું પર્સેપ્શન આપે છે. ’

કેવું સંગીત હોય?
આપણે બધા મ્યુઝિક માટે વાયર્ડ છીએ એમ જણાવતાં રોશનભાઈ કહે છે, ‘એટલે બધા જ પ્રકારનું સંગીત થેરપી માટે વપરાય છે. દરેક પેશન્ટની જરૂરિયાત અલગ-અલગ હોય છે. દસેક મિનિટનું સિતાર સૌને ગમે પણ એ જ વસ્તુ જો લાંબી ચાલે તો શક્ય છે કે પેશન્ટને અસહ્ય લાગવા માંડે. એટલે દરેક પ્રકારના મ્યુઝિકનું મિક્સ રાખવામાં આવે છે એ ટ્રૅકમાં. મ્યુઝિકનાં જે સ્ટ્રક્ચર તૈયાર થાય છે એમાં દરેક વખતે પેશન્ટની જરૂરિયાત અલગ-અલગ હોય છે. એવું નથી કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નુકસાન કરે છે, કારણ કે આ વસ્તુ સીધી એમની કન્ડિશન અને મૂડ સાથે જોડાયેલી છે. યંગ બાળકોને ક્લાસિકલ સંગીત ન સંભળાવી શકાય. એ જ રીતે ઍડલ્ટ્સને બધા પ્રકારનું સંગીત ફાવતું નથી. એમને સ્પિરિચ્યુઅલ મ્યુઝિક ફાવે છે.’

આ મનોરંજન નથી, થેરપી છે
મ્યુઝિક થેરપી ખાલી મનોરંજન માટે નથી હોતી. એમ જણાવતા મ્યુઝિક થેરપિસ્ટ રોશનભાઈ કહે છે, ‘દરદીને એમાંથી આનંદ મળવો જ જોઈએ એવું મારુ માનવું છે. એન્ટરટેઇનમેન્ટ માટેનું મ્યુઝિક ટેમ્પરરી ફાયદો કરે છે, જ્યારે થેરપીનું એક ચોક્કસ ધ્યેય હોય છે - દરદીના પેઇનની ઇન્ટેન્સિટી ઓછી કરવાનું. આ એક હોલિસ્ટિક અપ્રોચ છે જે મેડિકલ ટ્રીટમેન્ટને ફાસ્ટ અને અસરકારક બનવા હેલ્પફુલ થાય છે. મોટા ભાગે દરદીની પસંદગી અને કન્ડિશન બેયને ઑબ્ઝર્વ કર્યા પછી ચોક્કસ મ્યુઝિક ટ્રૅક આપવામાં આવે છે પણ ઘણી વાર ખોટા સંગીતનો ઉપયોગ નુકસાનકારક નીવડે છે. સંગીતની પસંદગી અત્યંત વ્યક્તિગત છે. એની સાથે મેમરીનું સીધું કનેક્શન હોય છે. કોઈ સંગીત બૅડ મેમરી ટ્રિગર કરે તો વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય. ટ્રિગર પર તો થેરપીની મુખ્ય ભૂમિકા બંધાયેલી છે. એક ટ્રેઇન્ડ થેરપિસ્ટ દરદીઓની પ્રતિક્રિયાઓને ફિગર આઉટ કરી એના પર કામ કરે છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2023 04:57 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK