આજે વિલન ગણાતી હાઈ હીલ્સ કેટલીક તકલીફોમાં સારવારનું કામ કઈ રીતે કરે છે એની વાતો કરવી છે. પણ હા, આ વાત દરેક વ્યક્તિને લાગુ નથી પડતી એટલું યાદ રાખવું
હાઈ હીલ્સ પે નચ્ચે, તૂ બડી જચ્ચે!
ઊંચી એડીનાં જૂતાં મૉડર્ન લુક આપવાની સાથે બીજી અનેક ઉપાધિઓ પણ આપે છે એવું તો તમે ઘણી વાર સાંભળ્યું હશે, પણ આજે વિલન ગણાતી હાઈ હીલ્સ કેટલીક તકલીફોમાં સારવારનું કામ કઈ રીતે કરે છે એની વાતો કરવી છે. પણ હા, આ વાત દરેક વ્યક્તિને લાગુ નથી પડતી એટલું યાદ રાખવું
ફ્લૅટ શૂઝ, બેલે શૂઝ, ફ્લિપફ્લૉપ્સ ટોટલી અવૉઇડ કરવાં જોઈએ. જેમાં આર્ચને સપૉર્ટ ન મળે અને વેઇટ ડિસ્ટ્રિબ્યુટ ન થાય એવાં ફ્લિપફ્લૉપ પણ નુકસાન કરી શકે છે. ઘરમાં એકાદ ઇંચવાળાં ચંપલ કે ક્રૉક્સ પગ માટે આરામદાયક નીવડે છે.
ડૉ. વિધિ પટેલ, ફિઝિયોથેરપિસ્ટ
ADVERTISEMENT
લાંબો સમય હીલ્સ પહેરવાથી પગના સ્નાયુઓ તંગ થઈ જાય છે. એને કારણે લાંબા ગાળે હીલ વિના ચાલવામાં તકલીફ પડે છે અને હીલ સાથે ચાલવાથી કમરમાં દુખાવો થાય છે.
શું તકલીફ થાય?
પગનાં હાડકાંને સ્નાયુ સાથે મજબૂત રીતે બાંધી રાખનાર અકિલિસ નામનો ટેન્ડન સામાન્ય રીતે ફલેક્સિબલ હોય છે. હીલ ન હોય એવાં ચંપલ પહેરવાથી આ ટેન્ડનની સ્ટ્રેચિંગ મૂવમેન્ટ થાય છે, પરંતુ હીલ પહેરવાથી આ રજ્જુની મૂવમેન્ટ શૉર્ટ થઈ જાય છે. નિયમિત રીતે દોઢથી ત્રણ ઇંચ સુધીની હીલવાળાં
જૂતાં પહેરવાથી આ રજ્જુ ટૂંકા થઈને એની મૂવમેન્ટ ખૂબ જ ઓછી થઈ જાય છે. આ જ કારણસર પછી આવી વ્યક્તિઓ હીલ વિનાનાં જૂતાં નથી પહેરી શકતી અને પહેરવાનો પ્રયત્ન કરે તો પણ એનાથી પગની પિંડીઓમાં પુષ્કળ પીડા થાય
છે. તકલીફ એટલી વકરે છે કે હીલ પહેરે તો કમરનો દુખાવો રહે છે અને ન પહેરે તો પગની પિંડીઓ અને એડીનો. આમ બેમાંથી કોઈ પણ પરિસ્થિતિ લાંબા ગાળે કમ્ફર્ટેબલ નથી
રહી શકતી.
હાઇટથી પંજા પર પ્રેશર આવે?
ઊંચી એડી પહેરવાથી પગના આગળના ભાગ પર શરીરનું વજન વધારે આવે છે. જેટલી ઊંચી હીલ એટલું વધુ પ્રેશર પગના પંજા પર આવે. એકાદ ઇંચની હીલથી બાવીસ ટકા, બે ઇંચની હીલથી ૫૭ ટકા અને ત્રણ ઇંચની હીલથી ૭૬ ટકા જેટલું વધુ પ્રેશર પગના પંજા પર આવે છે. એડી ઊંચી રહેવાને કારણે ઘૂંટી પર ક્યારેક સપોર્ટ લઈ શકાય છે તો ક્યારેક નહીં.
ઘૂંટણ જલદી ઘસાય
પેન્સિલ જેવી પાતળી હીલવાળાં જૂતાં પહેરીને બૅલૅન્સ રાખવા માટે બૉડીને આગળની તરફ નમવું પડે છે. એને કારણે જે ભાર પગની ઘૂંટી પર લઈ શકાતો હતો એ ઘૂંટણની અંદરની તરફ આવે છે. હાઈ હીલ પહેરીને લાંબું ચાલવાનું કે ઊભા રહેવાનું થતું હોય તો એ આર્થ્રાઇટિસ તેમ જ ઘૂંટણમાં જૉઇન્ટ ડીજનરેટિવ ડિસીઝ થવાનું રિસ્ક વધારે છે.
પૉશ્ચર બગડે
સપાટ જૂતાં હોય તો ખભા, ગરદન, કમર, થાપા, ઘૂંટણ અને ઘૂંટી બધું જ એક રેખામાં રહે છે. હાઈ હીલ પહેરવાથી આ રેખા સીધી ન રહેતાં કર્વેચરવાળી થઈ જાય છે. આને કારણે ખભા, થાપા અને ઘૂંટણની સાઇઝમાં પણ પ્રપોર્શન નથી જળવાતું અને ફિગર બગડે છે.
આપણા ડૉક્ટર્સ, પોડિયાટ્રિસ્ટ્સ, ‘આપકે પાંવ ઝમીં પર ના રખેં’વાળા આપણા પગપ્રેમીઓએ વારંવાર કહ્યું જ છે, અનુભવે પણ તમને સમજાઈ તો ગયું જ હશે કે લાંબો સમય પૅન્સિલ હીલ પહેરીને તમે ફરો તો લોઅર બૅક, ઘૂંટણ, ઘૂંટી અને પગના અંગૂઠા પાસેના સાંધામાં અનઈઝીનેસ વર્તાવા જ લાગે છે. આમ છતાંય કેટલીક એવી કન્ડિશન્સ છે જેમાં પોડિયાટ્રિસ્ટ કે ઑર્થોટિક્સ હીલ્સ પહેરવાનું સજેસ્ટ કરે છે. ચાલો જોઈએ, વટ પાડવા સિવાય હીલ્સનો શેમાં ઉપયોગ થાય છે.
હીલ્સના આમ તો કોઈ બેનિફિટ જ નથી હોતા. શોખ ખાતર પણ પહેરવી જ હોય તો તમારે એને ગ્રૅજ્યુઅલી અડૅપ્ટ કરવી પડે એમ જણાવતાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિધિ પટેલ કહે છે, ‘તમે હીલ્સ પહેરો એ પહેલાં તો પોડિયાટ્રિસ્ટ કે ઑર્થોટિક્સને બતાવવું જોઈએ. ડૉક્ટર્સ તમારી એજ, હાઇટ ટુ બૉડી રેશિયો, કાઇનૅટિક ચેઇન, પ્રી-એક્ઝિસ્ટિંગ ફિઝિકલ કન્ડિશન વગેરે ચેક કર્યા બાદ તમને અનુકૂળ આવે એવી હીલ્સ સજેસ્ટ કરશે. પહેલા દિવસે ૩૦ મિનિટ, પછીના દિવસે એકાદ કલાક, એના પછી અમુક દિવસો બે કલાક વગેરે. હીલ્સ ત્રણ કે ચાર મહિનાથી વધુ ન પહેરવી જોઈએ. વધી વધીને છ મહિના.’
હીલ્સ પહેરવાના અમુક ફાયદાઓમાં એનાં ઍસ્થેટિક રીઝન્સ છે. જેમ કે હાઇટ સારી દેખાય, લોકો સામે કૉન્ફિડન્સ સારો દેખાય, ટટ્ટાર પૉશ્ચર આપે, વગેરે. બાકી હીલ્સથી થતાં નુકસાન તો ઘણાંબધાં છે એમ જણાવતાં ડૉ. વિધિ કહે છે, ‘હાઈ હીલ્સ શૂઝ પગની સમસ્યાઓનું કારણ બની શકે છે. બૅકપેઇન, મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઑર્ડર, કાફ ટાઇટનેસ, પ્રોટ્રુડિંગ વેઇન્સ વગેરેનું જોખમ વધી જાય છે. હૅમર ટો અને બુનિયનવાળાને નુકસાનકારી છે. આમ છતાંય અમુક કન્ડિશન્સમાં
એમને હીલ્સ સજેસ્ટ કરી શકાય છે. આ ઉપરાંત હીલ્સને લીધે બૅક આર્ચ વધુ ટિલ્ડ થાય છે, જેને ‘લમ્બર લોર્ડોસિસ’ તરીકે ઓળખવામાં આવે છે.
તેથી એ પીઠ અને ઘૂંટણમાં દુખાવો પણ કરી શકે છે. એના લીધે ઇન્ટીરિયર પેલ્વિક ટિલ્ડ થાય છે. હીલ્સને લીધે હિપના ફ્લેકસાર મસલ્સની વારંવારની મૂવમેન્ટ્સને લીધે હિપ પેઇન અને ઇન્જરી થઈ શકે છે. ક્યારેય મિસલાઇન્ડ પૉશ્ચરને લીધે બૅલૅન્સ બગડી જાય છે.’
ક્યારે હીલ્સ પહેરાય?
હીલ્સ પહેરવાના આવા ગેરફાયદાઓ વિશે આપણે અજાણ નથી જ. આવા ગેરફાયદાઓ વચ્ચે પણ અમુક કન્ડિશન્સ એવી છે જેમાં ડૉક્ટર્સ સામે ચાલીને ટેમ્પરરી લેવલ પર પેશન્ટને હીલ્સ પહેરવાનું સજેસ્ટ કરતા હોય છે. ડૉ. વિધિ પટેલથી જાણીએ આવી કેટલીક કન્ડિશન્સ.
અકિલિસ ટેન્ડનઃ જ્યારે અકિલિસ ટેન્ડન બહુ જ લેકસીટ કે રબરી હોય છે ત્યારે સ્લીપ થવાના ચાન્સિસ વધી જાય છે. એટલે એને ટાઇટ કરવા માટે હીલ્સ સજેસ્ટ કરવામાં આવે છે. લગભગ દોઢ કે બે ઇંચની હીલ્સ સજેસ્ટ કરવામાં આવે છે. હીલને લીધે કાફ મસલ્સનો સ્ટ્રેચ ઘટે છે.
ક્રૉનિક ઍન્કલ ઇન્સ્ટેબિલિટીઃ આ કન્ડિશનમાં ઍન્કલ ગિવ વેની ફીલિંગ આપે. આપણને લાગે કે ઍન્કલમાં મૂવમેન્ટ્સ ખૂબ જ વધારે છે. ઍન્કલ ટર્ન થયા કરે. ઊભા હોય તો પણ વળી જાય. એવા પેશન્ટ માટે દોઢ કે બે ઇંચની હીલ્સ સજેસ્ટ કરાય છે. એ લોકોને અનઈવન સર્ફેસ પર ચાલવાનો કૉન્ફિડન્સ નથી આવતો. એટલે હીલ્સ એમની ઇન્સ્ટેબિલિટી ઓછી કરે છે. પેશન્ટની એજ જો પંચાવનથી વધુ હોય તો ન પહેરાય. ગામડાંની સ્ત્રીઓ જે રોજ પાણી ભરવા જતી હોય એને એના હિસાબે પ્રિસ્ક્રાઇબ કરવું પડે.
મોર્ટોન્સ ન્યુરોમાઃ આ એક પેઇનફુલ કન્ડિશન છે જેમાં ફૂટના બૉલમાં પેઇન અને ડિસકમ્ફર્ટ થાય છે. ખાસ કરીને ત્રીજી અને ચોથી આંગળી વચ્ચે થાય. એવું લાગે કે પથ્થર પર ઊભા છીએ. આમાં અલગ-અલગ ટાઇપની હીલ્સ સજેસ્ટ કરાય છે. બ્લૉક હીલ્સ અને કિટન હીલ્સ પહેરવાથી પેઇન ઓછું થાય છે. જોકે આ બધું પણ તમારાં હૉર્મોન્સ અને લિગામેન્ટ કન્ડિશન પર આધાર રાખે છે.
ફ્લૅટ ફીટઃ અમુક લોકોને ફૂટમાં ગૅપ હોતો જ નથી. એ લોકોને પગમાં વચ્ચે જે આર્ચ હોય છે એ હોતી જ નથી. એમને મીડિયલ આર્ચ સપોર્ટ અને હીલ સ્ટેબિલાઇઝેશન આપવા હીલ્સ સજેસ્ટ કરાય છે જેથી બૅલૅન્સ બરાબર થઈ શકે અને આર્ચ ડેવલપ થાય. આમાં પણ ફ્લેક્સિબલ ફીટ હોય તો જ સજેસ્ટ કરાય. જો રિજિડ ફ્લૅટ ફીટ હોય તો હીલ્સ જનરલી અવૉઇડ કરાય છે.
બુનિયનઃ અંગૂઠાના બેઝ જૉઇન્ટ પર બમ્પ ફૉર્મેશન થાય છે. આવા લોકોને લોઅર હીલ્સ કે બ્લૉક હીલ સજેસ્ટ કરવામાં આવે છે જેથી એમનું વેઇટ ડિસ્ટ્રિબ્યુશન બરાબર થાય. એમને વાઇડ બૉક્સવાળા શૂઝ અપાય છે.
ક્લો ટો/ મેલે ટો/ હૅમર ટોઃ આવા પેશન્ટ્સને ડીપ અને વાઇડ ટો બૉક્સિસવાળાં શૂઝ આપવામાં આવે છે. એમાં એક, બે કે અઢી ઇંચ જેટલી હીલ્સ સજેસ્ટેબલ
છે. એમાં એક્સ્ટ્રા સપોર્ટ માટે કુશનિંગ હોય છે અને સૉફ્ટ લેધરવાળાં શૂઝ જ પ્રિફર કરાય છે.


