Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જીવનની હાફ સેન્ચુરી વટાવ્યા પછી બૉડી ચેકઅપ કરાવો છોને નિયમિત?

જીવનની હાફ સેન્ચુરી વટાવ્યા પછી બૉડી ચેકઅપ કરાવો છોને નિયમિત?

Published : 13 September, 2024 12:20 PM | IST | Mumbai
Rajul Bhanushali

જો ન કરાવતા હો તો વર્ષમાં એક વાર કોણે કઈ ટેસ્ટ કમ્પલ્સરી કરાવવી એ વિશે નિષ્ણાત શું કહે છે એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે ત્યાં મોટા ભાગના લોકો કોઈ પણ પ્રકારનું ચેકઅપ કરાવતાં ડરે છે. પરંતુ સત્ય તો એ છે કે ૫૦ વર્ષની ઉંમર પછી લગભગ દરેક વ્યક્તિએ બની શકે તો દર વર્ષે અને નહીં તો ઑલ્ટરનેટ વર્ષે સંપૂર્ણ બૉડી પ્રોફાઇલ ચેક કરાવતા રહેવું જોઈએ. કોઈ પણ રોગની શરૂઆત હોય ત્યારે જ જો આપણે એનાં લક્ષણો અને કારણો શોધી શકીએ તો એનો ઉપાય વધુ સારી રીતે કરી શકીએ. સ્ત્રી હોય કે પુરુષ, બન્ને માટે અમુક કૉમન ટેસ્ટ છે અને એ ઉપરાંત એવી પણ અમુક ટેસ્ટ છે જે સ્ત્રી અને પુરુષ માટે અલગ-અલગ સજેસ્ટ કરવામાં આવે છે.


છેલ્લાં ચાલીસ વર્ષથી જરનલ ફિઝિશ્યન તરીકે પાર્લામાં પ્રૅક્ટિસ કરતા ડૉ. પરિમલ જરીવાલા કહે છે, ‘નિયમિત ચેકઅપ કરાવતા રહેવાથી સ્વાસ્થ્યને સમયસર સંભાળી શકાય છે. થોડીક આળસ અને બેદરકારી કે પછી ડરીને અથવા પરિણામો શું આવશે એ વિચારીને જે લોકો એ બેદરકારી કરે છે એ પછીથી પોતાના સ્વાસ્થ્યની બહુ મોટી કિંમત ચૂકવતા જોવા મળે છે. એક વાર તમે જીવનના પાંચ દાયકા વટાવી દો એટલે અમુક ટેસ્ટ વર્ષમાં એક વાર તો ફરજિયાતપણે કરાવવી જ જોઈએ.’



ફિફ્ટી પ્લસની વ્યક્તિએ કરાવવા જેવી જનરલ ટેસ્ટ


  • કમ્પ્લીટ લિપિડ પ્રોફાઇલ, કાર્ડિયોગ્રાફી, ડાયાબિટીઝ પ્રોફાઇલ જેવી ટેસ્ટ કરાવવી જરૂરી છે.
  • ૫૦ વર્ષની ઉંમર પછી બ્લડ-પ્રેશર પણ રેગ્યુલર ચેક કરાવતા રહેવું જોઈએ.
  • જો બ્લડ-પ્રેશર હાઈ રહેતું હોય તો કિડની પ્રોફાઇલ પણ રેગ્યુલરલી ચેક કરાવવું જરૂરી છે.
  • શુગર હાઈ હોય તો ઘણી વખત બહુ જ ઝીણા-ઝીણા ફેરફાર થતા હોય છે, જેમ કે ખૂબ તરસ લાગવી, કોઈ પણ ઘા થાય તો રુઝ આવવામાં સમય લાગવો જેવાં લક્ષણોને ગંભીરતાથી લેવાં. એ ડાયાબિટીઝની નિશાની હોઈ શકે.
  • જો આલ્કોહોલ લેવાની આદત હોય તો લિવર પ્રોફાઇલ ચેક કરાવવું જરૂરી છે.
  • અમુક વખત અમુક પર્ટિક્યુલર વ્યક્તિને સ્ટ્રેસ-ટેસ્ટ પણ કરાવવાની સલાહ ડૉક્ટર આપતા હોય છે.
  • આંખોની હેલ્થ પણ સાચવવી જરૂરી છે. જો કોઈને ડાયાબિટીઝ હોય તો એની અસર આંખો પર થવાના ચાન્સ છે. ડાયાબિટીઝને કારણે રેટિનામાં ચેન્જિસ આવી શકે છે. ગ્લોકોમા પણ ઘણાં વર્ષો સુધી સાઇલન્ટ રહે છે અને જ્યારે ખબર પડે ત્યારે મોડું થઈ ગયું હોય એવું પણ બને. એટલા માટે જો તમે ડાયાબેટિક છો તો આંખોનું ચેકઅપ પણ રેગ્યુલરલી કરાવતા રહેવું જોઈએ.

સ્ત્રીઓ માટે જરૂરી છે આ ટેસ્ટ


સ્ત્રીઓને ૫૦ વર્ષ પછી મેનોપૉઝ આવી જતો હોય છે. મેનોપૉઝ બાદ કાર્ડિઓવૅસ્ક્યુલર સિસ્ટમ પર નજર રાખવી જરૂરી છે. એ જ પ્રમાણે દર વર્ષે મૅમોગ્રાફી કરાવવી પણ હિતાવહ છે. દર મહિને ફિઝિકલ એક્ઝામિનેશન પણ કરવું, જે જાતે કરી શકાય છે. પોતાના ફૅમિલી ડૉક્ટરને મળીને શીખી લેવું જોઈએ. એ ઉપરાંત સર્વાઇકલ કૅન્સર માટેની પૅપ સ્મીઅર ટેસ્ટ પણ દર વર્ષે કે પછી દર બે વર્ષે કરાવતા રહેવું જોઈએ.

પુરુષો માટે જરૂરી છે આ ટેસ્ટ

  • પુરુષો ડ્રિન્ક કરતા હોય તો લિવર પ્રોફાઇલ અને જો સ્મોક કરતા હોય તો રેગ્યુલરલી ENT ચેકઅપ એટલે કે થ્રૉટ એક્ઝામિનેશન કરાવતા રહેવું ખૂબ જરૂરી છે.
  • અમેરિકા જેવા દેશમાં લોકો દર ત્રણ વર્ષે કોલોનોસ્કોપી કમ્પલ્સરી કરાવતા હોય છે. આપણે ત્યાં પણ કરાવવું જોઈએ. જો કોલોનોસ્કોપી ન કરાવવી હોય તો સ્ટૂલનું પરીક્ષણ કરી શકાય, જેથી આંતરડાં સંબધિત કંઈ જ કૉમ્પ્લીકેશન હોય તો ચેતી જવાય.
  • ૫૦ પછી પુરુષોએ PSA એટલે કે પ્રોસ્ટેટ સ્પેસિફિક ઍન્ટિજન ટેસ્ટ પણ રેગ્યુલર કરાવતા રહેવું જોઈએ. આ સમસ્યા પણ આજકાલ પુરુષોમાં ઘણી દેખાય છે.
Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 12:20 PM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK