ઘણા વૉકિંગ અને રનિંગ બન્ને સાથે કરે છે. એટલે કે થોડી વાર ચાલે, પછી દોડે, પછી ફરી ચાલે, ફરી દોડે. આ એક્સરસાઇઝ બેસ્ટ ગણાય
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયામાં કોઈ એક પ્રકારની રીલ ચાલુ થાય એટલે દરેક વ્યક્તિ એ જ વાત કરીને પોતાની રીલ મૂકતી થઈ જાય છે. એવી જ એક વાત ફિટનેસ વર્લ્ડના ઇન્ફ્લુઅન્સર કરતા થઈ ગયા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ફૅટ ઓછી કરવી હોય તો ચાલવું જોઈએ, દોડવું ન જોઈએ. તેમનું વૈજ્ઞાનિક એક્સપ્લેનેશન તેઓ એમ આપે છે કે આપણે જ્યારે ચાલીએ ત્યારે બૉડી ફૅટને બાળીને એનર્જી લે છે, જ્યારે આપણે દોડીએ ત્યારે બૉડી ગ્લુકોઝ વાપરીને એનર્જી લે છે જે કાર્બોહાઇડ્રેટ્સમાંથી મળે છે. એટલે તેમના મતે દોડવા કરતાં ચાલવું વધુ સારું છે. એના સિવાય પણ અમુક કારણો તેઓ આપી રહ્યા છે. ઇન્ફ્લુઅન્સર્સની ખાસિયત એ હોય છે કે તેઓ જે રીતે વાત કરે છે લોકોને એ સાચી લાગવા લાગે છે અને એટલે કેટલા બધા લોકો એ વાત માની પણ લે છે. આવી જ કોઈ રીલના ઇન્ફ્લુઅન્સમાં આવીને તમે માની લો કે દોડવા કરતાં ચાલવું વધુ સારું એ પહેલાં પૂરી માહિતી મેળવવી જરૂરી છે.




