સૌથી સારી બાબત એ કહી શકાય કે અહીં ફક્ત શાકાહારી ભોજન જ પીરસાશે એટલે અંધારામાં તમે ભૂલથી નૉન-વેજ ઉઠાવી લો એવી કોઈ શક્યતા જ નથી. આ ભોજનના રાઉન્ડ પછી જોક્સનું એક સેશન પણ હશે. લગભગ દોઢ-બે કલાકનો આ અનુભવ નવો છે. ટ્રાય ચોક્કસ કરી શકાય.
પ્રતીકાત્મક તસવીર
ફૂડ એક સેન્સરી અનુભવ છે. આપણે આંખોથી જોઈએ, નાકથી સૂંઘીએ અને જીભથી સ્વાદ લઈએ એમ જુદા-જુદા અનુભવો વડે ખોરાકનો આનંદ માણી શકાય છે. પણ જો અંધારામાં કશું ખાવું પડે તો? એટલે કે તમે ખોરાકને જોઈ ન શકો, પણ બસ સૂંઘીને કે ચાખીને જ માણવાનો રહે તો આ અનુભવ ઘણો જુદો હોઈ શકે છે. આ વિચાર સાથે બાંદરામાં ડોરેન્ગોસ હૉલમાં રવિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે તમને એકદમ અંધારામાં એક કલાક બેસાડવામાં આવશે. કેટલાક ભૂતિયા અવાજો તમને ડરાવશે પણ ખરા અને એની વચ્ચે તમને બાઇટ સાઇઝ ડિશીસ ટ્રાય કરવા મળશે. અંધારામાં ખાવાનો આ નવીન અનુભવ કરવા જેવો ખરો. સૌથી સારી બાબત એ કહી શકાય કે અહીં ફક્ત શાકાહારી ભોજન જ પીરસાશે એટલે અંધારામાં તમે ભૂલથી નૉન-વેજ ઉઠાવી લો એવી કોઈ શક્યતા જ નથી. આ ભોજનના રાઉન્ડ પછી જોક્સનું એક સેશન પણ હશે. લગભગ દોઢ-બે કલાકનો આ અનુભવ નવો છે. ટ્રાય ચોક્કસ કરી શકાય.
ક્યારે? : ૪, ૧૧, ૧૮, ૨૫ જૂન - દર રવિવારે
સમય : સવારે ૧૧.૩૦
ક્યાં? : ડોરેન્ગોસ હૉલ ટૂ, બાંદરા
કિંમત : ૯૯ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : insider.in

