Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: તરબૂચની છાલના કોફતા

આજની રેસિપી: તરબૂચની છાલના કોફતા

Published : 06 April, 2026 12:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો તરબૂચની છાલના કોફતા

તરબૂચની છાલના કોફતા

તરબૂચની છાલના કોફતા


સામગ્રી : ૧ કપ તરબૂચના છીલકાંનું છીણ, બે ચમચા ચણાનો લોટ, અ‍ડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણાજીરું, પા ચમચી  હળદર, ૧ ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ - તળવા માટે

ગ્રેવી માટેની સામગ્રી : ૨ - ટમેટાંની પેસ્ટ, ૧ - ડુંગળીની પેસ્ટ, ૧ ચમચી આદું-લસણની પેસ્ટ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી કસૂરી મેથી, અડધી ચમચી જીરું, ૬-૭ કાજુ, ૧-૧ તજ અને તમાલપત્ર, બે ચમચી તેલ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી – જરૂર મુજબ, કોથમરી - ઉપર સજાવટ માટે



રીત : એક મિક્સર જારમાં ટમેટાં અને કાજુ ઉમેરીને પેસ્ટ બનાવવી. છીણેલા તરબૂચનાં છીલકાંને એક કપડામાં રાખીને બધું પાણી કાઢી નાખવું. કપડામાંથી છીણ કાઢીને એક બાઉલમાં લેવું. હવે કોફતાની બધી સામગ્રી ભેગી કરીને કોફતા વાળી લેવા. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. પછી કોફતાને ગોલ્ડન બ્રાઉન તળી લેવા. હવે કઢાઈમાં બે ચમચા તેલ રાખીને બીજું તેલ કાઢી લેવું. હવે જીરું, તજ, તમાલપત્ર ઉમેરવું.


હવે ડુંગળીની પેસ્ટ ઉમેરીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી. પછી આદું-લસણની પેસ્ટ ઉમેરીને અડધી મિનિટ શેકવું. હળદર, લાલ મરચું, ધાણાજીરું ઉમેરીને ધીમી આચ પર અડધી મિનિટ શેકવું. હવે ટમેટાં અને કાજુની પેસ્ટ ઉમેરીને તેલ છોડે ત્યાં સુધી શેકવું. હવે જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી મિક્સ કરવું. એ પછી મીઠું ઉમેરી દસ મિનિટ ઊકળવા દેવું. હવે એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરીને બે મિનિટ થવા દેવું. પછી ગૅસ બંધ કરી દેવો. કોથમરી ઉમેરીને મિક્સ કરવું. એ પછી એમાં કોફતા ઉમેરીને મિક્સ કરીવું અને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરવું. ગરમાગરમ તરબૂચના છીલકાના કોફતા તૈયાર છે. તમે એને રોટી, નાન, પરાઠા, રાઇસ પૂરી બધા સાથે સર્વ કરી શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK