અહીં શીખો ખારેક મુખવાસ
ખારેક મુખવાસ
સામગ્રી : ખારેક (સૂકાં ખજૂર) ૨૫૦ ગ્રામ, કાશ્મીરી ચટણી અડધી ટીસ્પૂન, કેસર, મૅન્થોલની રેડીમેડ મસાલા ચટણી એક ટેબલસ્પૂન (કોઈ પણ પાનવાળાને ત્યાં મળી જશે), બદામ ચારથી પાંચ (બારીક કાપેલી), કાશ્મીરી સુગંધી અડધી ટીસ્પૂન
બનાવવાની રીત : સૌપ્રથમ ખારેકને સારી રીતે ધોઈ લો. એને કૂકરમાં મૂકીને ચારથી પાંચ સીટી સુધી વરાળમાં બાફો. ગૅસ બંધ કરી ખારેકને ઠંડી થવા દો. ઠંડી થયા પછી ખારેકમાંથી બી કાઢી નાખો. હવે ખારેકને નાના-નાના પીસમાં કાપી લો. એમાં કાપેલી બદામ ઉમેરો. હવે એમાં મીનાક્ષી ચટણી, કાશ્મીરી ચટણી અને કાશ્મીરી સુગંધી ઉમેરો. બધી સામગ્રીને હાથથી સારી રીતે મિક્સ કરો. તૈયાર મિશ્રણને એક બાઉલમાં ભરીને ફ્રિજમાં એક દિવસ રાખો. બીજા દિવસે ફરીથી સારી રીતે મિક્સ કરશો એટલે હેલ્ધી અને ટેસ્ટી મુખવાસ તૈયાર થઈ ગયો. એને ઍરટાઇટ કાચની બૉટલમાં સ્ટોર કરો.
