નિતારી લીધા પછી તેલને ગરમ કરી ઠંડું કરી દો. પછી લસણ અને કેરીના મિશ્રણમાં મેથિયો મસાલો મિક્સ કરીને ઢાંકી દો.
કેરી-લસણનું અથાણું
સામગ્રી : ૨૫૦ ગ્રામ નંગની ૧ નંગ તોતાપુરી/ રાજાપુરી/ લાડવા કેરી કોઈ પણ ૧ કેરીને મીડિયમથી નાના પીસ ૧ બાઉલ જેટલા, દેશી નાની કળીનું ફોલેલું લસણ ૧ બાઉલ, મેથિયા મસાલો, ૧ મોટો ચમચો વજનમાં ૧૦૦ ગ્રામ ઘરમાં જે તેલ વાપરતા હોય એ, ૧૦૦ ગ્રામ = ૧/૨ વાટકી, મીઠું સ્વાદ અનુસાર, કાચી વરિયાળી, આખાં મરી, હિંગ વઘાર માટે, ૧/૨ ચમચી વરિયાળી, મરી, હળદર ૧ ચમચી.
રીત : કાચી કેરી અને લસણ બન્નેને હળદર અને મીઠું નાખી ઓવરનાઇટ રાખી દો. પછી સવારે બરાબર મિક્સ કરી કેરનું જે પાણી હોય એને નિતારી લો. પછી પાછું રાખી, મિક્સ કરી બે-ત્રણ કલાક સુધી રાખી પાછું જે પાણી હોય એને નિતારી લો અથવા ચારણ કે કોઈ પણ કાણાવાળા વાસણમાં પાણી નીતરવા રાખી દો. તોતાપુરી કેરી હશે તો પાણી બહુ નહીં નીકળે. નિતારી લીધા પછી તેલને ગરમ કરી ઠંડું કરી દો. પછી લસણ અને કેરીના મિશ્રણમાં મેથિયો મસાલો મિક્સ કરીને ઢાંકી દો. પછી તેલ ઠંડું થાય એટલે એને અથાણામાં મિક્સ કરી હલાવો. પછી આ મિશ્રણને બે દિવસ એ જ વાસણમાં રાખી ૨-૨ કલાકે ચમચાથી હલાવતા રહેવું અને બે દિવસ પછી મસ્ત મજાનું લસણિયું અથાણું તૈયાર થઈ જશે અને પછી એને કાચની સ્વચ્છ બરણીમાં ભરી ખાવાનું સ્ટાર્ટ કરી શકો છો. આ અથાણું ઉનાળા કરતાં ચોમાસા-શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે.
ADVERTISEMENT
એને વરસતા વરસાદમાં અને શિયાળાની ઋતુમાં ખીચડી, ભાખરી, રોટલા, થેપલાં સાથે ખાવાનો આનંદ જ કંઈક અલગ આવે છે. ટેસ્ટી અને હેલ્ધી લસણિયું અથાણું તૈયાર છે.
-મમતા જોટણિયા
કિચન ટિપ્સ
કઈ રીતે કરશો ગૅસના બર્નરની સાફસફાઈ?
રસોઈ કરતી વખતે ગૅસ-સ્ટવ પર ખોરાક ઢોળાય છે. જો એ બર્નરના કાણામાં જાય તો સૌથી પહેલાં એક બાઉલમાં પાણી લઈને એમાં અડધો કપ વિનેગર નાખો અને બર્નરને ૧૫ મિનિટ સુધી એમાં રહેવા દો. પછી બ્રશથી સાફ કરીને પાણીમાં ધોઈ નાખો.
બે ચમચી બેકિંગ સોડામાં એક ચમચી જેટલું લીંબુ નિચોવીને પેસ્ટ બનાવો. એનાથી બર્નર પર ઘસીને ગરમ પાણીથી ધોઈ લો.
ઊકળતા ગરમ પાણીમાં વૉશિંગ પાઉડર નાખીને અડધો કલાક સુધી બર્નરને પલળવા દો અને પછી બ્રશથી સાફ કરો.
લાઇટ ક્લીનિંગ માટે ટૂથપેસ્ટ બર્નર પર ઘસીને પાણીથી ધોઈ લો.
બર્નર ડ્રાય કરવું બહુ જરૂરી છે. ભેજ ન રહે એનું ખાસ ધ્યાન રાખો.
સફાઈ પછી થોડું તેલ લગાવવું, જેથી બર્નર જલદી કાળાં ન પડે.

