પાલકની પેસ્ટમાં રવો, ચણાનો લોટ અને મીઠું ઉમેરો. પાણી થોડું-થોડું ઉમેરતાં જતાં બૅટર તૈયાર કરો. મિશ્રણને ઢાંકી ૨૦ મિનિટ પલાળવા દો.
પાલક બટન ઇડલી
સામગ્રી: બૅટર બનાવવા માટે, ૮થી ૧૦ પાલકનાં પાન, બે લીલાં મરચાં, અડધી ટીસ્પૂન સમારેલું આદું, પોણો કપ રવો (સૂજી), એક ટેબલસ્પૂન ચણાનો લોટ, અડધી ટીસ્પૂન મીઠું, અડધો કપ પાણી, ૧/૮ ટીસ્પૂન બેકિંગ સોડા, ઘી અથવા બટર
વઘાર માટે : સમારેલાં કૅપ્સિકમ, ગાજર અને લીલી ડુંગળી, ૨ ટીસ્પૂન તેલ, અડધી ટીસ્પૂન જીરું, ૧/૮ ટીસ્પૂન હિંગ, ૧/૮ ટીસ્પૂન હળદર, ૧/૪ ટીસ્પૂન મીઠું, મૅગી મૅજિક મસાલો, ટમૅટો સૉસ, ૧ ટીસ્પૂન સફેદ તલ
ADVERTISEMENT
બનાવવાની રીત : સૌપ્રથમ પાલકનાં પાન, લીલાં મરચાં અને આદું મિક્સરમાં પાણી ઉમેરી પીસી લો. બનેલી પેસ્ટને મોટા બાઉલમાં કાઢી લો.
પાલકની પેસ્ટમાં રવો, ચણાનો લોટ અને મીઠું ઉમેરો. પાણી થોડું-થોડું ઉમેરતાં જતાં બૅટર તૈયાર કરો. મિશ્રણને ઢાંકી ૨૦ મિનિટ પલાળવા દો.
લીલી ડુંગળી, ગાજર અને કૅપ્સિકમને નાનાં સમારી લો.
પલાળેલું બૅટર ફૂલી ગયું હોય ત્યારે એમાં બેકિંગ સોડા ઉમેરો. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી ઇડલી જેવું બૅટર બનાવો.
ગૅસની મીડિયમ ફ્લેમ પર નૉનસ્ટિક પૅન અથવા તો તવો ગરમ થાય એટલે થોડું ઘી લગાડો. નાના ચમચાથી ગરમ તવા પર સમાય એટલી બટનની સાઇઝની ઇડલી પાડવી.
ઢાંકણ ઢાંકીને આ ઇડલી સ્ટીમ થવા દો. આ રીતે સ્ટીમરના ઉપયોગ વગર બટન ઇડલી બનાવી શકાય છે.
હવે ગૅસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા પૅનમાં ધીમા તાપે તેલ ગરમ કરો. એમાં જીરું, હિંગ, સમારેલી શાકભાજી, હળદર અને મીઠું ઉમેરી બધું મિક્સ કરો. ત્યાર બાદ તૈયાર કરેલી ઇડલી ઉમેરો. ઉપરથી મૅગી મસાલા છાંટો. બધું સારી રીતે મિક્સ કરો.
છેલ્લે ટમૅટો સૉસ અને સફેદ તલ ઉમેરો અને ફરીથી હળવેથી મિક્સ કરો.
તો તૈયાર છે બાળકો માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લંચ-બૉક્સ વાનગી પાલક બટન ઇડલી.

