પાણી બિલકુલ ન નાખવું. ત્યાર બાદ એક કડાઈમાં ૧ ચમચી તેલ નાખી ચપટી હિંગ નાખી પીસેલી અડદ દાળ નાખી હલાવવું જેથી પાણી બળી જાય
રાધાવલ્લભી પૂરી
સામગ્રી : પૂરી માટેની : ૧/૨ કપ ચારથી પાંચ કલાક પલાળેલી અડદની દાળ, ૧ ટેબલસ્પૂન આખું જીરું, ૧ ટેબલસ્પૂન કાચી વરિયાળી, ૧ ટુકડો જાયફળનો, મીઠું સ્વાદ અનુસાર , ઘઉંનો લોટ બે કપ
બનાવવાની રીત : સૌપ્રથમ રાધાવલ્લભી પૂરી બનાવવા આપણે બે કપ લોટમાં ચપટી મીઠું નાખી રોટલીનો લોટ બાંધીએ એમ લોટ બાંધવો.
ADVERTISEMENT
એક કડાઈમાં આખું જીરું, વરિયાળી અને જાયફળ કોરેકોરાં ધીમા તાપે શેકીને પીસી લેવાં. પલાળેલી અડદની દાળમાંથી પાણી કાઢી મિક્સરમાં પીસી લેવી. પાણી બિલકુલ ન નાખવું. ત્યાર બાદ એક કડાઈમાં ૧ ચમચી તેલ નાખી ચપટી હિંગ નાખી પીસેલી અડદ દાળ નાખી હલાવવું જેથી પાણી બળી જાય અને જે મસાલો તૈયાર કર્યો હતો જીરું, વરિયાળી, જાયફળને પીસીને અડદની દાળ સાથે મિક્સ કરી લેવું. સ્વાદ અનુસાર મીઠું નાખવું. ત્યાર બાદ રોટલી કરતાં થોડું મોટો લૂઓ લઈ પૂરી જેટલું વણવું અને એમાં અડદની દાળનું સ્ટફિંગ ભરી લેવું અને હળવે હાથે જાડી પૂરી વણી તેલમાં તળી લેવી.
તો તૈયાર છે ગરમાગરમ રાધાવલ્લભી પૂરી. બટાટાના રસાવાળા શાક સાથે સર્વ કરો.

