મૅકૅરોન્સ માટે જાણીતી Le15 પૅટિસરીએ મૅકૅરોન અને મોદકને મિક્સ કરીને એક નવી જ ફ્યુઝન સ્વીટ તૈયાર તૈયાર કરી છે
મોદક મૅકૅરોન
ગનુબાપ્પાને પ્રિય મોદકમાં પણ હવે તો ફ્યુઝન ખૂબ થવા લાગ્યું છે. ચૉકલેટ, કેક અને બ્રાઉનીના ફૉર્મમાં મોદકનું ફ્યુઝન ખાઈને હવે કંઈક નવું ખાવાની ઇચ્છા થઈ હોય તો એમાં નવો ઉમેરો થયો છે મૅકૅરોનનો. આમ તો આ ફ્રેન્ચ ડિઝર્ટ વાનગી એગલેસ ફૉર્મમાં બહુ ઓછી જગ્યાએ મળે છે. ઈંડાં વિના સૉફ્ટ મૅકૅરોન બનાવવાનું અઘરું હોવા છતાં હવે એમાંથી મિની મૅકૅરોન્સ બનવા લાગ્યાં છે. મૅકૅરોન્સ માટે જાણીતી Le15 પૅટિસરીએ મૅકૅરોન અને મોદકને મિક્સ કરીને એક નવી જ ફ્યુઝન સ્વીટ તૈયાર તૈયાર કરી છે જે મૅકૅરોન સ્ટાઇલમાં જ પીરસાય છે, પરંતુ એમાં સ્વાદ મોદકનો આવે છે. આ મિની મૅકૅરોન છે જેની અંદર કોપરું અને ગોળમાંથી બનેલો ગનાશ ભરેલો છે અને ઉપરથી છીણેલું રોસ્ટેડ કોપરું છાંટેલું છે જે ઉકડી ચે મોદક જેવો જ સ્વાદ આપે છે. આ પૅટિસરીએ મિની મોદક મૅકૅરોન્સની જાર બહાર પાડી છે. એક જારમાં આવાં ૨૪ મૅકૅરોન્સ હોય છે અને હા, એ એગલેસ છે કેમ કે ભગવાનને ધરાવવા હોય તો એ ધરાવી શકાય. આ સ્વીટ ફ્યુઝન માત્ર ગણેશોત્સવ દરમ્યાન જ મળે છે.
ક્યાં મળે?: le15.com
કિંમતઃ ૩૯૯ રૂપિયા એક જારના
ક્યાં સુધી?: ૨૮ સપ્ટેમ્બર સુધી


