નાળામાં સફેદ જાંબુ (White Jamun) ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ ફળમાં રહેલા વધુ પાણીના પ્રમાણેને કારણે તે વૉટર એપલ તરીકે પણ જાણીતું છે
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
ચોમાસામાં જ્યારે કાળા જાંબુ (Black Jamun) ખાવાના જેમ અઢળક ફાયદા છે. આ જ રીતે ઉનાળામાં સફેદ જાંબુ (White Jamun) ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ ફળમાં રહેલા વધુ પાણીના પ્રમાણેને કારણે તે વૉટર એપલ તરીકે પણ જાણીતું છે. ગરમીની ઋતુમાં જ્યારે ફળોના રાજાનું આગમન થાય છે, ત્યારે જાંબુના આ નાના ફળને ફળોના રાજકુમાર કહીએ તો ખોટું નહીં હોય.
સફેદ જામુન ખાવાના લાભ (White Jamun Health Benefits)
ADVERTISEMENT
હેલ્થસાઇટ ડૉટ કૉમન એક અહેવાલ મુજબ, સફેદ જાંબુમાં વિટામિન C અને A, ડાયેટરી ફાઇબર, કેલ્શિયમ, થાઇમીન, નિયાસીન અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
જાંબુમાં રહેલું રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ત્વચાને કોમળ રાખવામાં માટે મદદ કરે છે.
ડાયાબિટીસને કંટ્રોલ કરે છે
સફેદ જામુનમાં રહેલું ડાયેટરી ફાઇબર વજનને અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયેટરી ફાઇબર અને તેમાં રહેલું પાણીનું પ્રમાણ સામાન્ય પાચન સમસ્યાઓ ટાળવામાં પણ પણ મદદ કરે છે.
તમને હાઇડ્રેટેડ રાખે છે
સફેદ જાંબુમાં લગભગ 93 ટકા પાણી હોય છે, જે ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ રાખે છે. તેથી તેનો ઉપયોગ હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચવા માટે પણ થાય છે.
હૃદયના સ્વાસ્થ્યને સારું કરે છે
સફેદ જાંબુમાં ડાયેટરી ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકે છે, જે અન્યથા હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને આમંત્રણ આપે છે. એમ ઑન્લી માય હેલ્થનો એક અહેવાલ સૂચવે છે.
ઇન્ફેકશનથી બચાવે છે
આ ફળમાં રહેલા એન્ટિ-ફંગલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ, શરીરને ઇન્ફેકશનથી પણ બચાવે છે.
આ પણ વાંચો: Summer Special: રોજ એક કેરી ખાવાથી પણ દૂર રહેશે ડૉક્ટર, જાણો કેરી ખાવાના અદ્ભુત ફાયદા
લીવર, કીડની સાફ કરે છે
જાંબુનો રસ લીવર અને કિડનીમાં રહેલા ઝેરી પદાર્થોને સાફ કરવામાં ઉપયોગી છે. તે અંગની કામગીરીમાં સુધારો કરવા અને એકંદર તેનું આરોગ્ય જાળવવામાં મદદરૂપ થાય છે. એમ અન્ય એક હેલ્થ વેબસાઇટ સૂચવે છે.


