મેલ્ટેડ ચૉકલેટમાંથી બે ચમચી ચૉકલેટ કેકના ભુક્કામાં નાખી મિક્સ કરો. બાકી રહેલી મેલ્ટેડ ચૉકલેટ કેકસિકલના મોલ્ડમાં એકદમ પાતળું થર કરો
કેકસિકલ
સામગ્રી : ૧ ડાર્ક ચૉકલેક સ્લૅબ, હનીબેલ કેકનાં ચાર પૅકેટ, અમૂલ બટર ૧૦૦ ગ્રામ
સજાવટ માટે : એડિબલ ગોલ્ડન, સિલ્વર સ્પ્રિંકલ્સ સેટિન રિબિન બાંધવા માટે
ADVERTISEMENT
બનાવવાની રીત : પ્રથમ ડાર્ક ચૉકલેટના બે સ્લૅબને ૫૦ ગ્રામ બટર સાથે ડબલ બોઇલ કરી ચૉકલેટને મેલ્ટ કરો. હનીબેલ કેકનાં ચાર પૅકેટમાંથી બે પૅકેટનો ભુક્કો કરો. મેલ્ટેડ ચૉકલેટમાંથી બે ચમચી ચૉકલેટ કેકના ભુક્કામાં નાખી મિક્સ કરો. બાકી રહેલી મેલ્ટેડ ચૉકલેટ કેકસિકલના મોલ્ડમાં એકદમ પાતળું થર કરો અને આઇસક્રીમ-સ્ટિક ફિક્સ કરો. પછી ૧૦ મિનિટ માટે ફ્રીઝ કરો. એક થર સેટ થાય પછી એના પર કેકનો ભુક્કો પાથરો. પછી એના પર ફરીથી મેલ્ટેડ ચૉકલેટના થર પાથરો. પાછું ફ્રિજમાં ૧૦ મિનિટ માટે સેટ કરવા મૂકો. એક વાર કેકસિકલ સેટ થઈ જાય પછી એને સાવચેતીથી અનમોલ્ડ કરો.
કેકસિકલ સજાવટ : મેલ્ટેડ ચૉકલેટને પાઇપિંગ બૅગમાં ભરીને સજાવટ કરી શકો અને એના પર ગોલ્ડન-સિલ્વર સ્પ્રિંકલ્સ છાંટી શકો (જન્મદિવસ, કિટી પાર્ટી તેમ જ ડિનરમાં ડિઝર્ટ તરીકે સર્વ કરી શકો). દેખાવમાં જેટલી આકર્ષક છે એટલી જ સ્વાદમાં ટેસ્ટી છે.
નોંધ : આ માપથી ચાર કેકસિકલ બનાવી શકો
-ચંદન દેઢિયા


