દેવર્ષી શાહને શોપિંગમાં નથી બહુ રસ
_d.jpg)
દેવર્ષિ શાહ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
ગત વર્ષે આવેલી ફિલ્મ ‘રાડો’ ફૅમ અભિનેતા દેવર્ષી શાહ (Devarshi Shah)એ ‘રિશ્તો કા ચક્રવ્યુહ’, ‘યે ઉન દિનો કિ બાત હૈ’ હિન્દી સિરિયલમાં અને ‘હાર્દિક અભિનંદન’, ‘બહુ ના વિચાર’ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : હું મોર્ડન સ્ટાઇલનું સ્લાઇડિંગ ડૉરવાળું વૉર્ડરૉબ વાપરું છું.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : પ્રિન્ટેડ શર્ટનો ભંડાર જ્યાં જોવા મળે એ મારું વૉર્ડરૉબ.
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : લગભગ મહિનામાં બે વાર.
આ પણ વાંચો – વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : આમ તો ૧૫ દિવસે હું વૉર્ડરૉબ અરેન્જ કરતો હોઉં છું. પણ જો મને જ્યારે એમ લાગેને કે હવે આ મારું વૉર્ડરૉબ બહુ મેસી લાગે છે એટલે તરત જ ગોઠવવાનું શરુ કરી દઉં.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : જે કપડાં હું અવારનવાર પહેરતો હોઉં તે ઉપરની બાજુએ રાખુ. બાકી કેઝ્યુલ-ઍથનિક એ રીતે જુદી-જુદી થપ્પીઓ કરીને રાખું છું.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : તમે કપડાંની જરુરિયાત કેટલી છે એ પ્રમાણે જો કપડાંની ગોઠવણી કરો તો ગોઠવાઈ પણ જલ્દી જાય અને જ્યારે તમે કપડાં પહેરવા માટે કબાટ ખોલો ત્યારે શોધવાની વધુ મહેનત પણ ન કરવી પડે.
આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : આજ સુધી ઘણીવાર મેં મારા મિત્રોના જૅકેટ્સ પહેર્યા છે. તો મારું વૉર્ડરૉબ મારે કોઈની સાથે શૅર કરવું પડે તો મને જરાય વાંધો નથી.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : ના ક્યારેય નહીં. પણ જો હા, પ્રિન્ટેડ શર્ટ્સની વાત કરું તો લગભગ ૧૪થી ૧૬ છે. કારણકે પ્રિન્ટેડ શર્ટ્સનો મને બહુ શોખ છે એટલે એનો કાઉન્ટ મેં રાખ્યો છે. બાકી ક્યારેય ગણતરી કરી નથી.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : સૌથી મોંધી તો ઘડિયાળ છે. બાકી કપડાં પાછળ હું એટલા પૈસા નથી ખર્ચતો. મને શોપિંગનો કંટાળો આવે. જ્યારે કોઈ પ્રસંગ માટે કપડાંની જરુર હોય ત્યારે નાછૂટકે ખરીદી કરવા જાઉં.
અને હા, સસ્તામાં તો જ્યારે હું ડાન્સ કરતો હતો ત્યારે સ્ટ્રિટ શોપિંગ બહુ કરતો. ત્યારે ૧૦૦-૧૫૦-૨૦૦ના અનેક લૂઝ ટી-શર્ટ ખરીદ્યાં છે.
આ પણ વાંચો – વૉર્ડરૉબ અરેન્જ કરવામાં મને મમ્મીની મદદ તો જોઈએ જ: જાનકી બોડીવાલા
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : વૉર્ડરૉબ ખોલો અને સામે જે વચ્ચેનો ભાગ દેખાયને એ મને બહુ ગમે. કારણકે જે તમને સામે દેખાય એ જ સામાન્ય રીતે પહેરીલો એટલે બહુ મગજમારીનો સવાલ જ નહીં.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : બ્લેક અને વાઇટ ટી-શર્ટ, બ્લેક અને વાઇટ શર્ટ, બ્લૂ જીન્સ અને ટ્રાઉઝર હોય એટલે નૈયા પાર.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : હું કમ્ફર્ટને.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : ના હું ટ્રેન્ડ્સ ફૉલૉઅર નથી. એકદમ રસપ્રદ લાગે કોઈ ટ્રેન્ડ તો જ હું એ ફૉલૉ કરું. બાકી મારી સ્ટાઇલ હું કેઝ્યુલ કહીશ. મને ઑવરસાઇઝ્ડ અને કમ્ફર્ટેબલ કપડાં પહેરવા વધુ ગમે છે.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : ના રિયલ લાઈફમાં એવું કંઈ ખાસ નહીં. પણ આ હા રિલમાં એટલે કે શૂટિંગ સમયે કોઈકવાર તમે કોઈક કૉસ્ચ્યૂમમાં કમ્ફર્ટેબલ ન હોવ તો પણ તમે કંઈ ન કરી શકો, કારણકે તમારી પાસે વિકલ્પ જ નથી હોતો.
આ પણ વાંચો – રામ મોરીનું વૉડરૉબ હોય કે સ્ટાઇલ દરેકમાં જોવા મળશે સંસ્કૃતિની છાંટ
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : કમ્ફર્ટ અને સ્ટાઇલનું બેલેન્સ જે તમારી પર્સનાલિટીને રિફલેક્ટ કરે.