સામાન્ય રીતે બન્ને કાનમાં સેમ જ ઇઅર-રિંગ્સ પહેરવામાં આવતી હોય છે. ઘણી વાર એક કાનની ઇઅર-રિંગ ખોવાઈ ગઈ હોય કે ડૅમેજ થઈ ગઈ હોય
મિસમૅચ્ડ ઇઅર-રિંગ્સ
સામાન્ય રીતે બન્ને કાનમાં સેમ જ ઇઅર-રિંગ્સ પહેરવામાં આવતી હોય છે. ઘણી વાર એક કાનની ઇઅર-રિંગ ખોવાઈ ગઈ હોય કે ડૅમેજ થઈ ગઈ હોય તો આપણે બીજા કાનની ઇઅર-રિંગ પણ ફેંકી દેતા હોઈએ છીએ. જોકે આજકાલ તો બે અલગ-અલગ ડિઝાઇનની ઇઅર-રિંગ્સ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
મિસમૅચ્ડ ઇઅર-રિંગ્સ પહેરવી એ વ્યક્તિની બોલ્ડ ફૅશન ચૉઇસને દર્શાવે છે. બે કાનમાં અલગ-અલગ ઇઅર-રિંગ પહેરીને મહિલાઓ તેમના લુકને યુનિક બનાવી શકે છે. ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં આજકાલ મૅચિંગ કરતાં કૉન્ટ્રાસ્ટને વધુ સ્ટાઇલિશ માનવામાં આવે છે. એમ પણ જેન-ઝીને હટકે ફૅશન બહુ ગમે છે. એવામાં મિસમૅચ્ડ ઇઅર-રિંગ્સ પહેરવાના ટ્રેન્ડ સાથે તેમની વાઇબ મૅચ થઈ રહી છે. ઘણી સેલિબ્રિટીઝ, મૉડલ, ફૅશન-ઇન્ફ્લુઅન્સર મિસમૅચ્ડ ઇઅર-રિંગ્સનો ટ્રેન્ડ ફૉલો કરી રહી હોવાથી યંગ ગર્લ્સમાં એ લોકપ્રિય બન્યો છે.
ADVERTISEMENT
મિસમૅચ્ડ ઇઅર-રિંગ્સ પહેરવાનો ટ્રેન્ડ ફૉલો કરવામાં વાંધો નથી પણ એને અજમાવતાં પહેલાં કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીંતર એ ક્લાસી લાગવાને બદલે ઇમ્પ્રેશન ડાઉન કરી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમને બે અલગ-અલગ વસ્તુને મિસમૅચ કેમ કરવી એનો વધારે આઇડિયા ન હોય.
સ્ટાઇલિંગ ટિપ્સ
ઇઅર-રિંગ્સની સાઇઝના હિસાબે એને સ્માર્ટ્લી મિસમૅચ કરો. એક કાનમાં સ્ટડ કે હૂપ પહેર્યું હોય તો બીજા કાનમાં લાંબું લટકણ પહેરી શકો.
ઇઅર-રિંગ્સની સ્ટાઇલ અને શેપ ભલે અલગ હોય, પણ જો કલર સિમિલર હોય એટલે કે બન્ને ઇઅર-રિંગ ગોલ્ડ અથવા તો બન્ને સિલ્વર હોય તો વધારે સારી અને ક્લાસી લાગે.
મિસમૅચ્ડ ઇઅર-રિંગ્સમાં કોઈ એક એલિમેન્ટ કૉમન હોવું જોઈએ. જેમ કે એક ઇઅર-રિંગ ફ્લોરલ થીમ પર છે તો બીજા ઇઅર-રિંગની થીમ પણ ફ્લોરલ જ હોવી જોઈએ. એની ડિઝાઇન અલગ હોય એ ચાલે.
તમારી ઇઅર-રિંગ્સ બોલ્ડ અને મિસમૅચ્ડ હોય ત્યારે આઉટફિટ સિમ્પલ રાખો. એવા આઉટફિટ પહેરો જે વધુ પ્રિન્ટેડ અને કલરફુલ ન હોય. એટલે લોકોનું ફોકસ તમારી ઇઅર-રિંગ્સ પર રહે.
મિસમૅચ્ડ ઇઅર-રિંગ્સ પહેરી હોય ત્યારે હેરસ્ટાઇલમાં અંબોડો કે પોની કરો. એટલે બન્ને કાનની ઇઅર-રિંગ્સ સરખી રીતે દેખાય. ખુલ્લા વાળમાં એ છુપાઈ શકે છે.
તમને જાતે મિસમૅચ્ડ ઇઅર-રિંગ્સ સેટ ક્રીએટ કરીને પહેરવામાં કૉન્ફિડન્સ ન આવતો હોય તો તમે જાતે પણ રેડીમેડ મિસમૅચ્ડ ઇઅર-રિંગ સેટ ઑનલાઇન ખરીદી શકો. એ સમજીવિચારીને અને પહેરવામાં સારી લાગે એ રીતે ક્રીએટ થયેલી હોય છે.


