પૅન્ટ-શર્ટના ફૉર્મલવેઅરમાં કેટલાક રંગોનું કૉમ્બિનેશન ક્લાસિક છે તો કેટલાકમાં તમારી સ્ટાઇલિંગની હિંમતની કસોટી થાય છે. એટલે જો ફૅશન-ફિયાસ્કો ન થાય એવું ઇચ્છતા હો તો કેટલાંક કલર કૉમ્બિનેશનથી તો દૂર જ રહેજો

પ્રતીકાત્મક તસવીર
થોડા દિવસ પહેલાં આપણે વાત કરેલી ફૉર્મલ ઑફિસવેઅરમાં ઑલટાઇમ હિટ ગણાય એવા પૅન્ટ-શર્ટના રંગોનાં કલર કૉમ્બિનેશનની. આજે વાત કરીશું થોડાક અનયુઝ્અલ અને રૅર કલર કૉમ્બિનેશનની. એવા કલર કૉમ્બિનેશનની જે ક્લાસિક નથી પણ એકદમ યુનિક છે અને જો યોગ્ય રીતે પહેરવામાં આવે તો આંખે ઊડીને વળગે એવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપે છે. એટલે જો તમે ઑફિસમાં પણ સુષ્ટુ-સુષ્ટુ લુકને બદલે તમારી ફૅશનસેન્સ વાપરીને સેન્ટર ઑફ અટ્રૅક્શન બનવાના શોખીન હો તો ડિફરન્ટ કલર્સ ટ્રાય કરવાથી ડરવું નહીં. બધાથી થોડાક અલગ તરી આવવાની ઇચ્છા હોય તો તમે આ યુનિક કૉમ્બિનેશન ટ્રાય કરી શકો છો. આ કૉમ્બિનેશન્સ શું છે એ જણાવતાં બોરીવલી-વેસ્ટના મેન્સ ફૅશન-ડિઝાઇનર અલ્પેશ ચૌહાણ કહે છે, ‘હવે મેન્સમાં પણ અમુક વર્ગ એવી ચૉઇસ ધરાવે છે જેમને કોઈ ન પહેરતું હોય એવાં આઉટફિટ્સ પહેરવાં છે, જેઓ ફૅશન એક્સપરિમેન્ટ કરવા તૈયાર રહે છે અને નવાં કૉમ્બિનેશન્સ ટ્રાય કરવાની હિંમત પણ બતાવે છે. એટલે અમે એકદમ અનયુઝ્અલ લાગે પણ સરસ લુક આપે એવાં યુનિક કૉમ્બિનેશન્સ પણ ઑફર કરીએ છીએ.’
ફૅશન સ્ટેટમેન્ટ યુનિક કૉમ્બિનેશન્સ
ADVERTISEMENT
બેજ ટ્રાઉઝર અને મરૂન શર્ટ| એકદમ લાઇટ બૉટમ અને બ્રાઇટ ટૉપ એકદમ સ્ટૅન્ડઆઉટ લુક આપે છે અને તરત બધાનું ધ્યાન ખેંચે છે. સાથે જ જો મરૂન રંગના શર્ટમાં બેજ રંગનાં ફૅન્સી બટન હોય તો લુકને વધુ ફૅન્સી બનાવે છે.
બ્લૅક ટ્રાઉઝર કે જીન્સ અને ઑલિવ ગ્રીન શર્ટ| આ કૉમ્બિનેશન ડિફરન્ટ બોલ્ડ અને કૅર-ફ્રી સ્ટાઇલ ક્રીએટ કરે છે જે ધીરે-ધીરે બહુ પૉપ્યુલર બની રહી છે.
ડાર્ક ગ્રે ટ્રાઉઝર અને નેવી બ્લુ શર્ટ| આ યુનિક કૉમ્બિનેશન સ્ટૅન્ડઆઉટ લુક આપે છે.
મિલિટરી ગ્રીન ટ્રાઉઝર અને બ્લૅક શર્ટ| આ કૉમ્બિનેશન યુનિક છે અને એમાં પણ મિલિટરી ગ્રીન પ્લેન અથવા સેલ્ફ-પ્રિન્ટેડ ટ્રાઉઝર અને એના પર બ્લૅક શાઇની શર્ટ તો એકદમ બોલ્ડ પાર્ટી-લુક છે.
બ્રાઉન ટ્રાઉઝર અને નેવી બ્લુ શર્ટ| આ કૉમ્બિનેશન અલ્ટ્રા-કૉન્ટ્રાસ્ટ છે. બે ડાર્ક કલરને એકસાથે પહેરવામાં આવે છે જે નૉર્મલ કૉમ્બિનેશન રૂલથી અલગ છે.
મરૂન ટ્રાઉઝર અને ટૅન બ્રાઉન શર્ટ| આ કૉમ્બિનેશન સરસ લાગે છે. કૅર-ફ્રી ફૅન્સી લુક આપે છે.
રૉયલ બ્લુ અને ઑરેન્જ શર્ટ| આ કૉમ્બિનેશન કૅરી કરવા માટે એક્સ્ટ્રા કૉન્ફિડન્સની જરૂર પડે છે. ઑરેન્જ શર્ટ એકદમ યુનિક દેખાવ આપે છે અને એ રૉયલ બ્લુ પૅન્ટ સાથે તો એકદમ સ્ટૅન્ડઆઉટ લુક આપે છે. આ શર્ટને ક્રીમ, ખાખી કે બ્લૅક શર્ટ સાથે પણ પેર-અપ કરી શકાય છે.
આ ઉપરાંત ખાખી યલો ટ્રાઉઝર અને રૉયલ બ્લુ શર્ટ, સ્ટીલ ગ્રે ટ્રાઉઝર અને સી ગ્રીન શર્ટ, ડાર્ક પર્પલ ટ્રાઉઝર, ગ્રે ટ્રાઉઝર અને પિન્ક શર્ટ અને લાઇટ પર્પલ શર્ટ પણ યુનિક કૉમ્બિનેશન છે જે તમને સ્ટૅન્ડઆઉટ ફૅશન-લુક આપે છે.
ફૅશન-ફિયાસ્કો
મેન્સ ફૅશનનો ૨૦થી વધારે વર્ષનો અનુભવ ધરાવતા અલ્પેશ ચૌહાણ કહે છે, ‘ઘણી વાર એકદમ યુનિક અને અલગ પહેરવાની ઇચ્છા ઘેલછા સાબિત થાય છે. અમુક કૉમ્બિનેશન્સ એકદમ રૉન્ગ કૉમ્બિનેશન છે અને ફૅશન-ફેલ્યર બની શકે છે. આવું પહેરીને તમે હાસ્યાસ્પદ દેખાઈ શકો છો. આવાં અમુક કૉમ્બિનેશન્સ ટ્રાય કરવાથી હંમેશાં દૂર જ રહેવું.’
નેવી બ્લુ ટ્રાઉઝર અને ક્રીમ શર્ટ : કહેવાય છે કે ક્રીમ કે સફેદ શર્ટ કોઈ પણ ટ્રાઉઝર સાથે પહેરી શકાય, પણ ક્રીમ શર્ટ નેવી બ્લુ ટ્રાઉઝર સાથે સારું લાગતું નથી
બ્લૅક ટ્રાઉઝર અને પીચ શર્ટ: પીચ અને બ્લૅકનું મૅચિંગ એકદમ કૉન્ટ્રાસ્ટ છે. બ્લૅક જોડે બધા રંગ સારા લાગે છે એમ માનવામાં આવે છે, પણ બ્લૅક સાથે પેસ્ટલ કલર પીચ બિલકુલ શોભતો નથી.
લાઇટ ગ્રે ટ્રાઉઝર અને ગ્રીન શર્ટ : આ બે કલર એકસાથે કો-ઑર્ડિનેટ થતા નથી.
ગ્રીન પૅન્ટ અને યલો શર્ટ : બંને રંગ બહુ જ બ્રાઇટ હોવાથી સાથે સારા લાગતા નથી.
બ્રાઉન ટ્રાઉઝર અને ઑરેન્જ શર્ટ : બે ડાર્ક રંગ એકસાથે સારો નહીં પણ ખરાબ લુક આપે છે.
પર્પલ અને યલો, બે નિયોન બ્રાઇટ રંગ, પર્પલ અને રેડ આ બધાં પણ બિગ નો-નો કૉમ્બિનેશન છે જેનાથી હંમેશાં દૂર જ રહેવું.

