° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને મનાવો: હૅપીવાલી દિવાલી

09 November, 2020 03:43 PM IST | Mumbai | Varsha Chitalia

વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને મનાવો: હૅપીવાલી દિવાલી

 ફેસ્ટિવ સીઝનને સેલિબ્રેટ કરવાનો તમારો પણ મૂડ ન હોય તો હવે બનાવી લેજો.

ફેસ્ટિવ સીઝનને સેલિબ્રેટ કરવાનો તમારો પણ મૂડ ન હોય તો હવે બનાવી લેજો.

કોરોના સંક્રમણના કારણે સર્જાયેલી આર્થિક તંગી, કૅન્સલ થયેલા વેકેશન પ્લાન અને ઘરમાં કેદ થઈ ગયેલી લાઇફના કારણે આ વખતે દિવાળીનો ઉત્સાહ ઓછો દેખાઈ રહ્યો છે. ફેસ્ટિવ સીઝનને સેલિબ્રેટ કરવાનો તમારો પણ મૂડ ન હોય તો હવે બનાવી લેજો. ઓછા ખર્ચે ઘરને કઈ રીતે સજાવવું કે પ્રકાશ પર્વનો માહોલ જામે અને ફીલગુડ ફૅક્ટર ઉમેરાય એ માટે નિષ્ણાતોએ શૅર કરેલા આઇડિયાઝમાં તમારી ક્રીએટિવિટી ઉમેરી આ દિવાળીને હટકે સ્ટાઇલમાં સેલિબ્રેટ કરવા તૈયાર થઈ જાઓ

દિવાળીનું પર્વ દર વર્ષે જોમ અને ઉત્સાહ લઈને આવે છે. ફેસ્ટિવ સીઝનને વધાવવા ઘરની સજાવટ માટેનું એક્સાઇટમેન્ટ ટૉપ પર હોય છે. જોકે ઘરની શોભા વધારવાનો અને મહેમાનોની સરભરા કરવાનો ઉત્સાહ કોરોના સંક્રમણના કારણે આ વર્ષે મોળો પડી ગયો છે. બાળકો પણ લાંબા સમયથી ઘરમાં હોવાથી કંટાળ્યાં છે. દિવાળી વેકેશનમાં ફરવા જવાના પ્રોગ્રામો કૅન્સલ થઈ ગયા છે. આર્થિક તંગી અને ચાર દીવાલમાં કેદ થઈ ગયેલી લાઇફના લીધે એન્ટરટેઇનમેન્ટ અને સેલિબ્રેશનનો મૂડ નથી એવું પણ ઘણાને લાગી રહ્યું છે. જોકે દિવાળીમાં મૂડ નથી કહીને બેસી રહો એવું તો ન જ ચાલે. ઓછા ખર્ચે ઘરને કઈ રીતે સજાવવું કે પ્રકાશ પર્વનો માહોલ જામે અને ફીલગુડ ફૅક્ટર ઉમેરાય એ માટે નિષ્ણાતોએ શૅર કરેલા આઇડિયાઝ આપ સૌને ચોક્કસ ગમશે.
હૅન્ડમેડ ડેકોરેશન
પ્રીદિવાલી સેલિબ્રેશનમાં ઘરની સજાવટ મુખ્ય આકર્ષણ હોય છે. કાંદિવલીની હોમ ડેકોરેટર કિન્નરી કાપડિયા કહે છે, ‘સામાન્ય રીતે દિવાળીમાં આપણે રંગરોગાન કરાવતા હોઈએ છીએ. મધ્યમ વર્ગના પરિવારોનું સેવિંગ ખર્ચ થઈ ગયું હોવાથી આ વખતે દિવાળી વખતે ઘરમાં રિનોવેશનના કામ થયાં નથી. જોકે નિરાશ થવાની જરૂર નથી, આપણી પાસે ઘણાબધા ઑપ્શન છે. લૉકડાઉનની આખી સીઝનમાં મોટા ભાગના લોકોએ કુકિંગ, પેઇન્ટિંગ અને આર્ટ વર્કમાં સમય વિતાવ્યો છે અને હવે તો બધા એક્સપર્ટ થઈ ગયા છે. આ દિવાળીએ તમારા ઘરની દીવાલને જાતે રંગો. લિવિંગ રૂમની એક દીવાલને ફ્રી કરી એના પર હાથેથી પેઇન્ટિંગ કરો. બાળકોનો અલાયદો રૂમ હોય તો બેસ્ટ છે. પોતાના રૂમની સજાવટ અને દીવા બનાવવાનું કામ બાળકોને કરવા દો. વપરાયેલા વૅક્સને રીયુઝ કરવાના પણ અનેક તરીકાઓ છે. એમાં કલર ઍડ કરી ઘરમાં જ કલરફુલ કૅન્ડલ બનાવો. ઓપન સ્પેસ હોય તો મહેમાનો આવવાના છે એવી ફીલિંગ સાથે એક્સ્ટ્રા ચૅર ગોઠવી ઘરમાં પ્રસંગ હોય એવો માહોલ ઊભો કરો અથવા મોટી રંગોળી બનાવી ઘરને ભરી દો. ઘણી ગૃહિણીઓ વિચારતી હશે કે મહેમાનોની અવરજવર રહેવાની નથી તો નવી ક્રૉકરી નથી કાઢવી. અરે, કબાટમાં સંગ્રહી રાખેલી બધી વસ્તુને તમારા માટે બહાર કાઢો. દર વર્ષની જેમ ટેબલ પર મીઠાઈઓ અને નાસ્તાની ટ્રે મૂકી એની આસપાસ આર્ટિસ્ટિક ડેકોરેશન કરી શકાય. વેસ્ટમાંથી બેસ્ટ બનાવો અને બેસ્ટને વાપરવા કાઢો. દિવાળીમાં ઘરસજાવટનો આ સિમ્પલ ફન્ડા છે.’
હાલમાં ઑનલાઇન સ્ટડીઝથી મોટા ભાગના બચ્ચાઓ કંટાળેલાં છે એવામાં તેમને દિવાળી સેલિબ્રેશનમાં પાર્ટિસિપેટ કરવા મોટિવેટ કરવાં જોઈએ એમ જણાવતાં ભાઈંદરના આર્ટ ઍન્ડ ક્રાફ્ટ ટીચર જયેશ સોલંકી કહે છે, ‘હોમમેડ ડેકોરેશનમાં આર્ટ ઍન્ડ ક્રાફ્ટ સસ્તો અને અટ્રૅક્ટિવ ઑપ્શન છે. સ્ટાર્સ વગર દિવાળીનું ડેકોરેશન અધૂરું કહેવાય. આઇસક્રીમ સ્ટિક અથવા ઝાડુની સળી વડે નાની સાઇઝના ઘણાબધા સ્ટાર બનાવી લો. એના પર ગ્લુ લગાવી અડધો કલાક જરીમાં ડુબાડો. સુકાઈ જાય પછી આભલાં કે મોતી ચીપકાવી શકાય. ઘરની તમામ વિન્ડોમાં થોડા-થોડા અંતરે સ્ટારને ટિંગાડી દો. રાતના સમયે એનો ઝગમગાટ સુંદર લાગે છે. આ વર્ષે પ્લાસ્ટિકનાં ફૂલોને સાઇડ ટ્રૅક કરી પેપરનાં ફૂલોથી ડેકોરેટ કરો. જુદા-જુદા રંગ અને આકારનાં ફૂલો આંખોને જોવા ગમે છે. રાતના સમયે દીવડા પ્રગટાવો ત્યારે દીવા નીચે ફૂલ ગોઠવવાથી પ્રકાશ અને કલર્સનું મજાનું કૉમ્બિનેશન બને છે. ફ્લોટિંગ દીવાની આજુબાજુ પણ પેપર ફ્લાવરનું ડેકોરેશન કરી શકાય. એમાંથી તોરણ બનાવી શકાય. પેપર ઉપરાંત જૂના દુપટ્ટા અને સાડીઓમાંથી આકર્ષક વસ્તુ બનાવી શકાય છે. રેડીમેડ પ્રોડક્ટ કરતાં હાથે બનાવેલી વસ્તુથી ઘરની સજાવટ કરવાથી માઇન્ડ ડાઇવર્ટ થશે અને મજા આવશે.’
સેલિબ્રેશનનો મૂડ બનાવો
હોમ ડેકોરેશનમાં બ્લુ અને ગ્રે કલરનો મહત્તમ ઉપયોગ કરવાથી સેલિબ્રેશનનો મૂડ બને છે. આઇડિયાઝ શૅર કરતાં કિન્નરી કહે છે, ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી દિવાળી વેકેશનમાં બહારગામ ફરવા જવાનો ટ્રેન્ડ બની ગયો છે. આ દિવાળીએ વેકેશન માણવા નથી જઈ શક્યા તો કંઈ વાંધો નહીં, ઘરમાં એવો માહોલ ઊભો કરો કે મિસિંગ થયા જેવું ન લાગે. પરંપરાગત ઉજવણી તો આપણે હંમેશાંથી કરતા આવ્યા છીએ. આ વખતે થીમ બેઝ્ડ દિવાળી સેલિબ્રેશનમાં ઇન્ડો-વેસ્ટર્ન કલ્ચરનું મિક્સમૅચ કરવાથી નવું લાગશે. દાખલા તરીકે હિલ સ્ટેશનનો પ્લાન કૅન્સલ થયો હોય તો એક દિવસ માટે લિવિંગ રૂમમાં એ સ્થળની ખાસિયત પ્રમાણે થોડા ફેરફાર કરો. ઘરમાં ઍરોપ્લેન જેવાં ટૉય હોય તો એને ગોઠવી દો. ફરવા તો પ્લેનમાં જ જશોને! ડિનરમાં ત્યાંની સ્પેશ્યલિટી બનાવી શકાય. ગૃહિણીઓ અહીં ટ્વિસ્ટ ઉમેરી શકે છે. ડાઇનિંગ ટેબલ પર હાથેથી બનાવેલું મેનુ કાર્ડ મૂકો. આ પ્રયોગ રોજ કરી શકાય. પરિવારના સભ્યોને નાસ્તા પીરસતી વખતે મહેમાનગતિ જેવું ફીલ કરાવો. સિનિયર સિટિઝન્સ માટે એક દિવસ વિન્ટેજ થીમ રાખો. નવાં પરણેલાં કપલ્સ કૅન્ડલ લાઇટ ડિનરની જગ્યાએ દીવડાના પ્રકાશમાં ડિનરનો આનંદ
ઉઠાવી શકે છે. પાંચ દિવસની પાંચ
ડિફરન્ટ થીમ પ્લાન કરી શકાય. આમ તો દિવાળીમાં આપણે ટ્રેડિશનલ વેઅર પ્રિફર કરીએ છીએ, પરંતુ થીમ બેઝ્ડ સેલિબ્રેશનમાં ડ્રેસકોડ સાથે છૂટછાટ લેવાથી દિવાળી અને વેકેશન સાથે સાથે માણવાનો આનંદ અનુભવાશે.’
હૅપિનેસ કા ફન્ડા
કિચન, હાઉસવાઇફ, નેચર અને મ્યુઝિક સાથે-સાથે રહે તો હૅપિનેસ ફીલ થાય છે. કિન્નરી કહે છે, ‘કેટલીક મહિલાઓને રસોઈ બનાવવાનો ખૂબ શોખ હોય છે તો દુનિયામાં એવી મહિલાઓ પણ છે જેને રસોડામાં કામ કરવું ગમતું નથી. કિચનમાં બધી જ વસ્તુ આર્ટિફિશ્યલ ન હોવી જોઈએ. આ જગ્યાને જીવંત રાખવા ગ્રીન કલરના પ્લાન્ટ્સ ઇન્સ્ટૉલ કરવા. રસોડાની સાફ-સફાઈ અને દિવાળીના નાસ્તા બનાવતી વખતે મ્યુઝિક વાગતું હોય તો કંટાળો ભાગી જાય છે હૅપિનેસ માટે મ્યુઝિક બેસ્ટ થેરપી છે. મૉડર્ન ઑર્ગેનાઇઝ્ડ કિચનમાં લાઇવ વાસણો લટકાવવાનો ટ્રેન્ડ પૉપ્યુલર છે. અટ્રૅક્ટિવ ડિઝાઇનવાળાં વાસણોને ખાનામાં ગોઠવવાની જગ્યાએ ડિસ્પ્લેમાં રાખવાથી કિચનમાં પોતીકાપણાની ફીલિંગ આવે છે. મમ્મીની હૅપિનેસ માટે ગ્રીન કલર છે તો કિડ્સ માટે બ્લુ કલર સુપર ચૉઇસ કહેવાય. આપણે કહીએ છીએને કે સ્કાય ઇઝ ધ લિમિટ. આકાશ અને પાણી અનંત છે અને એનો કલર બ્લુ છે. આ કલર બાળકોને મેસેજ આપે છે કે ઓપન અપ થાઓ, તમારી પાસે કરવા માટે ઘણુંબધું છે. તમારા અને પરિવારના સભ્યોની પસંદગી પ્રમાણે હૅપિનેસના આવા ફન્ડા શોધી દિવાળીની પર્વને સુખમય બનાવો. અને હા, મહિલાઓએ બ્યુટિફુલ દેખાવામાં કૉમ્પ્રોમાઇઝ બિલકુલ ન કરવું, કારણ કે દિવાળીની ઉજવણીમાં તમારી ભૂમિકા સૌથી મહત્ત્વની છે.’
લક્ષ્મી પૂજન અને ચોપડાપૂજનનું આપણે ત્યાં ખાસ મહત્ત્વ છે. જયેશભાઈ કહે છે, ‘લક્ષ્મી પૂજન વખતે બાજોઠ અને પાટલાની સજાવટમાં બાળકોના આઇડિયાઝને અનુસરો. બાજોઠની આગળ સુગંધિત ફૂલોની રંગોળી કરો. ચોપડાપૂજનમાં બાળકોના સ્ટડી ડેસ્કને રેશમી દુપટ્ટાથી સજાવી તેમનાં મનગમતાં પુસ્તકો ગોઠવો. પપ્પાનું જોઈને તેઓ પુસ્તકોની પૂજાનું મહત્ત્વ સમજશે. હૅપિનેસનો સાચો અર્થ છે સંતાનો ઇન્ડિયન કલ્ચરને અડૅપ્ટ કરતાં શીખે. નાની-નાની આવી અનેક ખુશીઓને ઉમેરી દિવાળીને પ્રકાશમય બનાવી શકો છો.’

હોમમેડ ડેકોરેશનમાં આર્ટ ઍન્ડ ક્રાફ્ટ સસ્તો અને અટ્રૅક્ટિવ ઑપ્શન છે. આઇસક્રીમ સ્ટિક વડે ડેકોરેટિવ સ્ટાર બનાવી ઘરની તમામ વિન્ડોમાં ટિંગાડી દો. રાતના સમયે એનો ઝગમગાટ સુંદર લાગે છે. આ વર્ષે પ્લાસ્ટિકનાં ફૂલોને સાઇડ ટ્રૅક કરી પેપરના ફૂલોથી ડેકોરેટ કરો. રાતના સમયે દીવડા પ્રગટાવો ત્યારે દીવા નીચે ફૂલ ગોઠવવાથી પ્રકાશ અને કલર્સનું મજાનું કૉમ્બિનેશન બને છે. હૅપિનેસનો સાચો અર્થ છે સંતાનો ઇન્ડિયન કલ્ચરને અડૅપ્ટ કરતાં શીખે. બાળકોના સ્ટડી ડેસ્કને રેશમી દુપટ્ટાથી સજાવી તેમનાં મનગમતાં પુસ્તકો ગોઠવી ચોપડાપૂજનમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી દિવાળીને પ્રકાશમય બનાવો
- જયેશ સોલંકી, આર્ટ ઍન્ડ ક્રાફ્ટ ટીચર

વેસ્ટમાંથી બેસ્ટ બનાવો અને બેસ્ટને વાપરવા કાઢો. દિવાળીમાં ઓછા ખર્ચે ઘરસજાવટનો આ સિમ્પલ ફન્ડા છે. લિવિંગ રૂમની એક દીવાલને ફ્રી કરી એના પર હાથેથી પેઇન્ટિંગ કરો. મહેમાનો ભલે ન આવવાના હોય તેમ છતાં દર વર્ષની જેમ ટેબલ પર મીઠાઈઓ અને નાસ્તાની ટ્રે મૂકી એની આસપાસ આર્ટિસ્ટિક ડેકોરેશન કરો. મૉડર્ન ઑર્ગેનાઇઝ્ડ કિચનમાં ગ્રીન પ્લાન્ટ્સ અને લાઇવ વાસણો લટકાવવાનો ટ્રેન્ડ ચાલે છે એને અપનાવો. હૅપિનેસ અને વેકેશન મૂડ માટે ઇન્ડો-વેસ્ટર્ન કલ્ચરના મિક્સ મૅચ સાથે થીમ બેઝ્ડ દિવાળી પ્લાન કરી શકાય
- કિન્નરી કાપડિયા, હોમ ડેકોરેટર

09 November, 2020 03:43 PM IST | Mumbai | Varsha Chitalia

અન્ય લેખો

ફેશન ટિપ્સ

તમારી મેકઅપ કિટને રાખો વાઇરસ-ફ્રી

કોરોનાકાળમાં લાંબા સમયથી આઇલાઇનર, લિપસ્ટિક, કાજલ, કૉમ્પૅક્ટ જેવી પ્રોડક્ટ્સ વાપર્યા વિનાની પડી હોય તો ભવિષ્યમાં આ કૉસ્મેટિક્સના કારણે ત્વચાને થતા નુકસાનથી બચવા શું કરવું જોઈએ એ જાણી લો

27 July, 2021 07:13 IST | Mumbai | Varsha Chitaliya
ફેશન ટિપ્સ

સેલ્ફ-પ્રમોશનમાં વધુ પાવરધો છે આજનો પુરુષ

હાર્વર્ડનું એક રિસર્ચ કહે છે કે જૉબ હોય કે પર્ફોર્મન્સ રિવ્યુ કે નેટવર્કિંગ કરીઅર આગળ ધપાવવા માટે સેલ્ફ-પ્રમોશન ખૂબ જ જરૂરી બાબત છે જેમાં સ્ત્રીઓ કરતાં પુરુષો ઘણા આગળ નીકળેલા છે

26 July, 2021 11:36 IST | Mumbai | Jigisha Jain
ફેશન ટિપ્સ

બ્રૅન્ડની બોલબાલા

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર યંગ જનરેશનમાં લક્ઝરી પ્રોડક્ટ્સ વાપરવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે કેટલાક યુવાનોને મળીને જાણીએ કે તેઓ કેવી પ્રોડક્ટ્સ પાછળ ખર્ચ કરે છે તેમ જ મોંઘી વસ્તુઓની ખરીદી પાછળનું તેમનું લૉજિક શું છે

23 July, 2021 12:30 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK