ઍશ્લી રિબેલો કહે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં મેન્સ ફૅશન વર્લ્ડમાં મોટો બદલાવ આવ્યો છે. જેમાં આજે સૌથી હોટ પ્રિન્ટેડ કુર્તા, કાઉલ કુર્તા અને ફોર્મલ પ્રિન્ટેડ ક્લોથિંગ છે
સલમાન ખાન ઇન પ્રિન્ટ કુરતા
એ સમય નથી કે જ્યાં પુરુષો માટે કપડાંનું શૉપિંગ કરવા જાય અને માત્ર દસ મિનિટમાં શૉપિંગ પતી જાય. આજે વિમેન્સ ફૅશનની જેમ જ પુરુષોની ફૅશનમાં અઢળક ઑપ્શન ઉપલબ્ધ છે અને હવે પુરુષોને પણ પોતાનો લુક ડિઝાઇન કરવામાં કલાકો લાગે છે. માથાના વાળથી પગના નખ સુધી તેમની પાસે મહિલાઓ જેટલા જ વિકલ્પો છે. મેન્સ ફૅશનમાં છેલ્લાં પાંચ વર્ષમાં કેટલો બદલાવ આવ્યો છે અને પુરુષોનો લુક કેટલો બદલાયો છે એના પર વાત કરીએ ફિલ્મોમાં કૉસ્ચ્યુમ ડિઝાઇન કરતા ફૅશન-ડિઝાઇનર ઍશ્લી રિબેલો સાથે.
ADVERTISEMENT
ઍશ્લી રિબેલો
શું ચેન્જ આવ્યો છે?
છેલ્લાં સોળ વર્ષથી સલમાન ખાનના બિગ-બૉસના લુકનું સ્ટાઇલિંગ કરી રહેલા સ્ટાઇલિસ્ટ ઍશ્લી રિબેલો કહે છે, ‘છેલ્લાં પાંચ વર્ષમાં મેન્સની ફૅશનમાં બહુ જ બદલાવ આવ્યો છે, કારણ કે આજના પુરુષો મેટ્રોસેક્સ્યુઅલ છે. એ લોકો કલર, ફૅબ્રિક, પ્રિન્ટ, સ્ટાઇલ સાથે એક્સપરિમેન્ટ કરી રહ્યા છે. ૭૦ના દાયકામાં થોડી ફૅશન હતી. પછી બધું જ સ્ટિરિયોટાઇપ બની ગયું. અત્યારે પુરુષો પિન્ક, ઑરેન્જ અને ફ્લેશી કલર પહેરી રહ્યા છે જે પહેલાં નહોતું થતું. તેઓ એકદમ ફિટેડ આઉટફિટ પહેરે છે અને બૅગ કૅરી કરે છે. અત્યારે બધું જેનરિક બની ગયું છે. આ વિમેન્સ ટી-શર્ટ કે મેન્સ ટી-શર્ટ છે એવું રહ્યું જ નથી. છેલ્લા અમુક સમયથી આપણા ડિઝાઇનરોએ કાઉલ કુરતા ડિઝાઇન કર્યા જે નીચેથી અલગ હોય છે. તો એ અત્યારે બહુ જ મોટો ટ્રેન્ડ છે. પહેલાં પુરુષો પ્રિન્ટેડ કુરતા નહોતા પહેરતા પણ હવે તો પ્રિન્ટેડ કુરતા, પ્રિન્ટેડ બંડી, જોધપુરી પૅન્ટ્સ ઇન્ડિયન ફૅશનના સંદર્ભમાં ફૅશન સ્ટેટમેન્ટ બની ગયાં છે. પહેલાં એકદમ સિમ્પલ અને પ્લેન હતું અને હવે એમ્બ્રૉઇડરી, હેવી ડિઝાઇન્સ આવી છે. મને લાગે છે કે હવે ફૉર્મલ પ્રિન્ટેડ સૂટ બહુ જ મોટી ફૅશન બનશે. ’
પ્રિન્ટેડ બંડી
સલમાન ખાનના પ્રિન્ટ કુરતા બાદ મેં એટલા બધા લોકોને એ ટ્રેન્ડ ફૉલો કરતા જોયા છે એટલે હું ઇન્ટરનૅશનલ માર્કેટને પણ ધ્યાનમાં રાખું છું એમ જણાવીને ઍશ્લી રિબેલો ઉમેરે છે, ‘જેમ કે પ્રિન્ટેડ શર્ટ અત્યારે ઇન્ટરનૅશનલ માર્કેટમાં ચાલે છે તો કેમ એ ડિઝાઇનને એક્સટેન્ડ કરીને કુરતામાં ઇન્ટ્રોડ્યુસ ન કરીએ. તો તમે ઇન્ટરનૅશનલ માર્કેટમાં પણ રેલેવન્ટ રહી શકો અને ટ્રેન્ડ કરી શકો. લોકો ઇન્ડિયન કલ્ચરના ઘણા આસ્પેક્ટમાં રસ ધરાવે છે જેમ કે પ્રિન્ટ, એમ્બ્રૉઇડરી, બ્લૉક પ્રિન્ટ્સ, શર્ટ, ટ્રાઉઝર, જૅકેટ વગેરે એટલે પણ ફૅશનમાં બહુ જ મોટો બદલાવ આવ્યો છે.’
બજેટમાં સ્ટાઇલિશ દેખાવા શું કરશો?
જોધપુરી પૅન્ટ્સ અને કાઉલ કુરતા
ઇન્ટરનૅશનલ અને નૅશનલ ફૅશન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને પોતાના ક્રીએટિવ્સ તૈયાર કરતા ઍશ્લી રિબેલો કહે છે, ‘હું જે પહેરું છું એના માટે જ્યારે પણ મને કૉમ્પ્લીમેન્ટ મળે ત્યારે હું કહું કે આ ડ્રેસ મેં જાતે સ્ટિચ કરેલો છે તો લોકોને નવાઈ લાગે છે. હું દરેકને કહું છું કે ઇન્ડિયા જેવા દેશમાં તમે બેસ્ટ બજેટ ફૅશન કરી શકો છો. માર્કેટમાંથી બસો કે ત્રણસોનું કાપડ લો. તમારા ટેલર પાસે તમને જે ગમે એ ડિઝાઇન લઈને જાઓ. ટેલરની સ્ટિચિંગ ફીસ એટલી હોતી પણ નથી. પાંચસોથી હજાર રૂપિયામાં તમને એલિગન્ટ લુક મળશે અને સૌથી પ્લસ પૉઇન્ટ કે ફિટિંગ ઇઝ એવરિથિંગ ઇન ફૅશન. એટલે પર્ફેક્ટ ફિટ લુક મળશે. ફૉરેનમાં લોકો રેડીમેડ પર આધાર રાખે છે, કારણ કે ત્યાં તમે કસ્ટમમેડ કરાવી જ ન શકો એટલું કૉસ્ટ્લી છે. પોતાને મિરરમાં જુઓ અને નક્કી કરો કે કઈ ડિઝાઇન તમારા પર સારી લાગશે.’

