Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > Holi 2023 : હોળીના રંગોથી ત્વચા અને વાળને સુરક્ષિત રાખવા કરો આ ઉપાય

Holi 2023 : હોળીના રંગોથી ત્વચા અને વાળને સુરક્ષિત રાખવા કરો આ ઉપાય

07 March, 2023 09:21 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હોળી રમતા પહેલાં અને પછી રાખશો આટલું ધ્યાન તો નહીં થાય વાળ અને ત્વચા ખરાબ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


હોળી (Holi) રંગોનો તહેવાર છે. રંગો વિના હોળી અધૂરી છે. પરંતુ રંગોથી રમ્યા પછી ત્વચા અને વાળની ​​જે પરિસ્થિતિ થાય છે તેમાં હાલત ખરાબ થાય છે. કુદરતી રંગોથી છુટકારો મેળવવો આસાન છે, પરંતુ કેમિકલવાળા રંગોથી છુટકારો મેળવવો મુશ્કેલ છે. કેમિકલ વાળા રંગોથી ત્વચાની એલર્જી, ત્વચા પર બળતરા અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. બાળ ખરવા, વાળ રફ થઈ જવા વગેરે પ્રોબેલ્મ શરુ થઈ જાય છે. તેથી આ સમસ્યાઓથી બચવા માટે તમારે હોળી રમતા પહેલાં અને પછી ત્વચાની તેમજ વાળની સંભાળ રાખવી ખુબ જ જરુરી છે. એટલે જ આ બધી મુશ્કેલીઓમાંથી બચવા માટે હોળી પહેલાં અને હોળી પછી કરો આ ઉપાય…

હોળી પહેલાં કરો આટલું :



  • સનસ્ક્રીન લગાડો - હોળી રમતા પહેલા સનસ્ક્રીન લગાડવાનું ભુલતા નહીં. સનસ્ક્રિન ત્વચા પર થતા સૂર્યપ્રકાશની અસરને ઘટાડશે. જો તમે તડકામાં સનસ્ક્રીનનો ઉપયોગ ન કરો તો તેનાથી ત્વચાને નુકસાન થાય છે અને તેના પર હોળીના રંગો લાગે એટલે આ સમસ્યાને વધારે છે.

 

  • મોઇશ્ચરાઇરઝ છે જરુરી - હોળી રમતા પહેલા અને પછી ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખવી જરૂરી છે. જ્યારે ત્વચામાં ભેજનો અભાવ હોય છે, ત્યારે હોળીના રંગો ત્વચાને વધુ નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે ત્વચા નિસ્તેજ દેખાવા લાગે છે.

 

  • નાળિયેરના તેલનો ઉપયોગ - નાળિયેરના તેલનો ઉપયોગ કરવાનું ચુકશો નહીં. ત્વચા પર નારિયેળ અથવા સરસવનું તેલ લગાવીને હોળી રમવા બહાર જાઓ. તે રંગને સરળતાથી દૂર કરે છે. ત્વચાની સાથે સાથે વાળમાં પણ નારિયેળનું તેલ લગાવો.

 

  • પેટ્રોલિયમ જેલી પણ વાપરી શકાય - તેલ ઉપરાંત, તમે ત્વચા પર હોળીના રંગોની અસરને ઓછી કરવા માટે પેટ્રોલિયમ જેલીનું જાડું પડ પણ લગાવી શકો છો. ચહેરા પર જેલી લગાવવાથી ખૂબ જ ઓઇલી લુક આવશે, તેથી તેને ગળા, ગરદન, પગ અને નખ પર લગાવીને હોળી રમો.

આ પણ વાંચો - Happy Holi : હોળી-ધૂળેટીના આ ગુજરાતી ગીતોને કરો તમારી પ્લેલિસ્ટમાં સામેલ

  • હોઠની સંભાળ પણ જરુરી - હોળીના રંગોથી હોઠને બચાવવા માટે તેના પર લિપ બામનું જાડું લેયર લગાવો. જો તમારા હોઠ શુષ્ક છે, તો તેના પર રંગ લાગવાથી તે વધુ ખરાબ થઈ શકે છે.

 

હોળી રમ્યાં પછી કરો આટલું :

  • ઘસીને ત્વચાને ધોશો નહીં - હોળીના રંગોથી છુટકારો મેળવવા માટે ત્વચાને વધારે ઘસશો નહીં. તેનાથી ફોલ્લીઓ અને પિમ્પલ્સ વધી શકે છે. જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો તમારે વધુ કાળજી લેવાની જરૂર છે. રંગ દૂર કરવા માટે ફોમિંગ ફેસ વોશનો ઉપયોગ કરો. ચહેરા પર ખૂબ હાર્ડ ક્લીંઝરનો ઉપયોગ કરશો નહીં.

 

  • મોઇશ્ચરાઇરઝ છે મહત્વ – હોળી રમ્યાં પછી પણ મોઇશ્ચરાઇઝર લગાડવું એટલું જ મહત્વનું છે જેટલું હોળી રમ્યાં પહેલાં લગાડવું જોઈએ. રંગો ત્વચાની કુદરતી ભેજ અને તેલને શોષી લે છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. એટલે મોઇશ્ચરાઇઝર લગાડવાથી ત્વચાનું ઓઇલિંગ થાય છે.

આ પણ વાંચો - Mumbai Metro: હોળીના દિવસે મુંબઈ મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર, જાણો

  • ફેસ પૅક લગાડો - હોળી પછી રંગોથી છુટકારો મેળવવા અને ચહેરાની ચમક પાછી મેળવવા માટે ફેસ પૅક લગાવવું પણ જરૂરી છે. ચણાનો લોટ, હળદર અને દૂધનું હૉમ મેડ ફૅસ પૅક બેસ્ટ હોય છે.
Whatsapp-channel Whatsapp-channel

07 March, 2023 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK