Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ઘરની બાલ્કનીમાં જ બનાવો અરોમા ગાર્ડન

ઘરની બાલ્કનીમાં જ બનાવો અરોમા ગાર્ડન

Published : 10 August, 2026 08:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરમાં હરિયાળી રાખવાનો ટ્રેન્ડ હવે માત્ર સુંદરતા પૂરતો સીમિત નથી રહ્યો. લોકો એવા છોડ તરફ વળી રહ્યા છે જે આંખોને ઠંડક આપવા ઉપરાંત મસ્ત મઘમઘાટ સાથે તાજગી આપે

ઘરની બાલ્કનીમાં જ બનાવો અરોમા ગાર્ડન

ઘરની બાલ્કનીમાં જ બનાવો અરોમા ગાર્ડન


દિવસભરનો થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે અવારનવાર સ્પા કે રિસૉર્ટમાં જવાનું વિચારીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ સ્પા જેવી જ શાંતિ અને નૅચરલ વાઇબ્સ તમારા ઘરની નાની બાલ્કની કે લિવિંગરૂમના ખૂણામાં પણ મેળવી શકો છો? આ માટે કોઈ મોટો ખર્ચ કરવાની જરૂર નથી. બસ, જરૂર છે એક અરોમા ગાર્ડન એટલે કે સોડમ અને સુગંધ આપતા ખાસ છોડના બગીચાની. છોડ માત્ર ઘરની શોભા નથી વધારતા, અમુક ચોક્કસ છોડમાંથી આવતી કુદરતી સુગંધ આપણા મગજને શાંત કરે છે અને મૂડને તરત જ રિફ્રેશ કરી દે છે.

કેવી રીતે કામ કરે છે?



અરોમા ગાર્ડન એટલે એવા છોડનો સમૂહ જેનાં પાંદડાં, ફૂલો કે ડાળીઓમાંથી કુદરતી એસેન્શિયલ ઑઇલ અને આહ્‍લાદક સુગંધ છૂટે છે. વિજ્ઞાન અનુસાર જ્યારે આપણે આ કુદરતી સોડમ શ્વાસમાં લઈએ છીએ ત્યારે એ આપણા મગજની લિમ્બિક સિસ્ટમ એટલે કે મગજના મધ્યમાં આવેલા ભાગને સ્ટિમ્યુલેટ કરે છે. આ એ જ ભાગ છે જે આપણા મૂડ, લાગણીઓ અને થાકના લેવલને કન્ટ્રોલ કરે છે. પરિણામે મનની ચિંતા ઘટે છે અને સ્પા જેવી આરામદાયક શાંતિનો અનુભવ થાય છે.


અરોમા ગાર્ડન માટે શ્રેષ્ઠ છોડ

જો તમે પણ ઘરમાં નૅચરલ સ્પા જેવો અનુભવ અને દિવસભર તાજગીભર્યું વાતાવરણ ઇચ્છતા હો તો આ સુગંધિત છોડ તમારા ગાર્ડન કે બાલ્કનીમાં જરૂર ઉમેરો.


૧. લેમનગ્રાસ : લેમનગ્રાસની તાજગીભરી લીંબુ જેવી સુગંધ મનને તરત જ રિફ્રેશ કરી દે છે અને દિવસભરનો થાક ઓછો કરવામાં મદદરૂપ બને છે. એની સુગંધ ઘરમાં કુદરતી ફ્રેશનેસ લાવે છે. ઉપરાંત એની ચા પણ સ્વાદિષ્ટ અને તાજગીદાયક હોય છે.

૨. મોગરો અને રાતરાણી : મોગરો અને રાતરાણી બન્ને એમનાં મનમોહક ફૂલોની સુગંધ માટે જાણીતાં છે. મોગરાની મધુર મહેક મનને શાંતિ આપે છે, જ્યારે રાત્રે ખીલતી રાતરાણી આખા બગીચાને સુગંધથી મહેકાવી દે છે અને સાંજના સમયે આરામદાયક વાતાવરણ સર્જે છે.

૩. ફુદીનો : ફુદીનાનાં પાંદડાંને હળવેથી સ્પર્શ કરતાં જ એની ઠંડકભરી સુગંધ મન અને મગજને તરત જ તાજગીનો અનુભવ કરાવે છે. આ છોડ ખૂબ ઓછી સંભાળમાં ઝડપથી વિકસે છે અને રસોડામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

૪. રોઝમેરી : રોઝમેરીની હર્બલ સુગંધ એકાગ્રતા વધારવામાં અને માનસિક થાક ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. એથી વર્ક ફ્રૉમ હોમ કરનારા અથવા અભ્યાસ કરતા લોકો માટે આ છોડ બાલ્કની કે સ્ટડી એરિયામાં રાખવો ઉત્તમ વિકલ્પ છે.

૫. લૅવન્ડર : લૅવન્ડરની હળવી અને મનને શાંત કરનારી સુગંધ તનાવ ઘટાડવામાં અને આરામદાયક વાતાવરણ બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે. સાંજના સમયે એની સુગંધ દિવસભરનો થાક દૂર કરવામાં મદદ કરે છે અને સારી ઊંઘ માટે પણ અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે.

૬. સુગંધી ગુલાબ : દેશી સુગંધી ગુલાબ માત્ર એની સુંદરતા માટે જ નહીં, એની મનમોહક મહેક માટે પણ લોકપ્રિય છે. એની કુદરતી સુગંધ આખા ગાર્ડનને ખુશનુમા બનાવી દે છે અને અરોમા ગાર્ડનની સુંદરતામાં ૪ ચાંદ લગાવે છે.

ઘરે નૅચરલ સ્પા વાઇબ્સ સેટ કરવા માટેની ખાસ ટિપ્સ

૧. કોઝી સીટિંગ એરિયા : સુગંધિત છોડની આસપાસ એક નાની આરામદાયક ખુરસી કે કુશન મૂકો. સાંજે કામ પત્યા પછી ત્યાં બેસીને ૧૦-૧૫ મિનિટ ઊંડા શ્વાસ લો.

૨. સૉફ્ટ લાઇટિંગ : સ્પા જેવો લુક આપવા માટે બાલ્કનીમાં વૉર્મ પીળી પ્રોફાઇલ લાઇટ્સ, નાની ફેરી લાઇટ્સ કે વાંસના લૅમ્પનો ઉપયોગ કરો.

૩. વૉટર એલિમેન્ટ : છોડની વચ્ચે એક નાનું ટેબલ-ટૉપ વૉટર ફાઉન્ટન મૂકો. વહેતા પાણીનો શાંત અવાજ અને છોડની સુગંધ ભેગા મળીને પર્ફેક્ટ મેડિટેશન સ્પેસ બનાવશે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 08:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK