Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > થાકનો અનુભવ ત્યારે થાય જ્યારે તમે કાર્ય બેમનથી કરો

થાકનો અનુભવ ત્યારે થાય જ્યારે તમે કાર્ય બેમનથી કરો

Published : 20 March, 2026 10:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યોગાભ્યાસના સાતત્યથી સ્વભાવમાં પણ રૂપાંતરણ આવી જાય છે એટલે યોગનો અભ્યાસ, પ્રાણાયામ, તનનું સ્વાસ્થ્ય અને મનની પ્રસન્નતા - આ બન્નેનો પ્રસાદ યોગાભ્યાસથી પ્રાપ્ત થાય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


માળાના પ્રત્યેક મણકામાં એકસાથે એક મંત્રનો આપણું શરીર, આપણું અસ્તિત્વ જાપ જપી રહ્યું છે, એ મંત્ર છે સોહમ્.

સોહમ્ મંત્ર જપે નિત પ્રાણી



જેવી રીતે આપણે શ્વાસને અંદર ભરીએ તો ‘સોહ’ અને શ્વાસ છોડીએ ત્યારે ‘હમ’. સોહમ મંત્ર જપે નિત પ્રાણી, અહં બ્રહ્માસ્મિ - શ્રુતિનું આ મહાવાક્ય છે, આ મહાવાવનો બોધ સતત થઈ રહ્યો છે.
તુલસી કે રુદ્રાક્ષની માળા સાથે લઈને ચાલવાનું નથી. અલગથી બેસવાનું નથી છતાં જપનું ફળ મળી શકે છે. કરવાનું ફક્ત એટલું જ છે કે જે થઈ રહ્યું છે એની સાથે તમારી જાતને જોડો. વાસ્તવમાં જોડાયેલા જ છીએ. ફક્ત જાગૃતિ નથી. આ જાગૃતિ થાય તો સાચું માનજો ચોવીસેય કલાક જાપ ચાલી રહ્યો છે. હું, તમે અને સમગ્ર સૃષ્ટિ સ્વરૂપથી શાંત છીએ. શાંતિ બહારથી નથી આવતી. જંગલમાં જઈને જે વાતાવરણ તમને મળશે એ વાતાવરણ તમારામાં જ છે, બસ શાંત ભીતરથી થવું પડશે. ભગવાનનું સ્વરૂપ શાંત માનવામાં આવે છે. તેઓ શાંતિના દાતા છે. શાંત સ્વરૂપ છે. આપણે સ્વરૂપથી શાંત જ છીએ, પરંતુ સ્વભાવના લીધે ગરબડ થાય છે.


યોગાભ્યાસના સાતત્યથી સ્વભાવમાં પણ રૂપાંતરણ આવી જાય છે એટલે યોગનો અભ્યાસ, પ્રાણાયામ, તનનું સ્વાસ્થ્ય અને મનની પ્રસન્નતા - આ બન્નેનો પ્રસાદ યોગાભ્યાસથી પ્રાપ્ત થાય છે. ફક્ત દસ મિનિટ પણ જો પ્રણવનું ઉચ્ચારણ કરીને કંઈ ન કરતાં શાંત ચિત્તથી શ્વાસને ધીમા કરી. નાસિકા પર દૃષ્ટિ સ્થિર કરો, શ્વાસ ચાલી રહ્યા છે એ પર ધ્યાન આપો. આ જે કૉન્સન્ટ્રેશન છે એ મેડિટેશનનો પ્રસાદ છે. તમે મેધાવાન બનશો. એટલા માટે શરીર સ્વસ્થ રાખી, મેધાવાન બની અને શ્રદ્ધા, પ્રજ્ઞા બધું આપણા જીવનમાં હોય એ જાગૃત કરવા માટે વિદ્યાર્થીકાળથી જ યોગ કરવો જોઈએ.

યોગ કરવાથી તમે દિવસભર ઊર્જાવાન રહો છો. થાક લાગતો નથી. થાકનો અનુભવ ત્યારે થાય છે જ્યારે તમે જે કરી રહ્યા છો એ બે-મનથી કરો. જો મન ન હોય તો થાક લાગે. મનની પ્રસન્નતા ત્યારે થાય જ્યારે તમે જે કરશો, જે કરવા માટે તમે નિયુક્ત થયા છો, જે તમારું કર્તવ્ય છે એ તમે મન લગાડીને કરશો. જો એવું થયું તો તમને જૉબ સૅટિસ્ફૅક્શન મળશે. પછી ભલે એ પ્રવૃત્તિ ભણવાની હોય કે વિદ્યા-સંસ્થાન ચલાવવાની કે પછી તમારી નોકરીની પ્રવૃત્તિ હોય. જેના ભાગમાં જે કર્તવ્ય આવ્યું છે એનું નિર્વહન કરતાં-કરતાં તમારા કાર્યને એન્જૉય કરો છો.


જે રીતે સંધ્યાવંદન નિત્ય કરવું જોઈએ એ જ રીતે યોગાભ્યાસ નિત્ય કરવો જોઈએ. યોગાભ્યાસના સાતત્યથી સુદૃઢ, સુંદર શરીર બનશે. જીવનભર તમે આ અભ્યાસ કરશો અને એનો પ્રસાદ પ્રાપ્ત કરશો.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK